શું જોવું તે નક્કી નથી કરી શકતા? JioHotstarના યુઝર્સને મદદ કરશે ChatGPT…
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

JioHotstar and ChatGPT: ભારતીય OTT પ્લેટફોર્મ JioHotstar એ હાલમાં જ ChatGPTની પેરેન્ટ કંપની OpenAI સાથે પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટનરશિપને કારણે JioHotstarની એપમાં હવે ChatGPT આધારિત વોઇસ અને ટેક્સ્ટ ઇન્ટરફેસનો સમાવેશ કરવામાં આવશે. આ નવું ફીચર ભારતીય દર્શકોને તેમનું પસંદીદા કન્ટેન્ટ શોધવા માટે ખૂબ જ મદદ કરશે. એમાં હાલમાં જે કીવર્ડ સર્ચ અને મેન્યુ નેવિગેશન છે એને બદલે નેચરલ લેંગ્વેજનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ ઘણી બધી ભાષામાં.
AI આસિસ્ટન્ટ કેવી રીતે કરશે રિકમેન્ડેશન?
AI આધારિત આસિસ્ટન્ટ યુઝર્સના પ્રશ્નોના આધારે રિકમેન્ડેશન આપશે. યુઝરે પૂછ્યું હશે કે ‘મારા માતા-પિતા આવી રહ્યાં છે, એવું કંઈ સૂચવો જે અમે બધા સાથે બેસીને જોઈ શકીએ’ અથવા ‘અમે ટ્વિન્સ છીએ અને ફક્ત ટ્વિન્સ પર આધારિત ફિલ્મો જ જોઈએ છીએ.’ આથી યુઝર્સના આ પ્રશ્નોના આધારે AI રિકમેન્ડેશન આપશે. આ તમામ રિકમેન્ડેશન યુઝર્સે જોવા હશે એવા હશે, પરંતુ એમ છતાં એમાં યુઝરે કોઈ દિવસ શોધ્યા ન હોય એવા હશે. આ ફીચરમાં લાઇવ સ્પોર્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ ફીચરના આધારે યુઝર્સ મેચ દરમિયાન મહત્ત્વપૂર્ણ ક્ષણો, સ્કોર, પ્લેયર્સની હાઇલાઇટ્સ જોઈ શકે છે.
ઇન્ડસ્ટ્રી પર શું થશે અસર?
JioHotstarના વાઇસ ચેરમેન ઉદય શંકરે મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં AIને કારણે ઘણો બદલાવ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે AI હવે કોઈ પણ વિચારથી લઈને કમાણી સુધીની દરેક વસ્તુને બદલી નાખશે. JioHotstar હંમેશાંથી ટેક્નોલોજીને વેલકમ કરતું આવ્યું છે અને એથી જ હવે AIનો સમાવેશ એપ્લિકેશનમાં કરવામાં આવ્યો છે. OpenAI સાથેની પાર્ટનરશિપ દ્વારા યુઝર્સ હવે તેમના અવાજ દ્વારા કન્ટેન્ટને શોધવાની સાથે એને એન્જોય કરવાની પણ તક મળશે.
યુઝર્સ માટે બનશે ઇન્ટરેક્ટિવ
AIની મદદથી હવે આ પ્લેટફોર્મ ઇન્ટરેક્ટિવ એન્ગેજમેન્ટ તરફ પ્રયાણ કરી રહ્યું છે. હાલમાં JioHotstarમાં યુઝર ફક્ત પોતાની રીતે મનોરંજન માણે છે. જોકે હવે AIની મદદથી યુઝર્સ માટે એ પણ ઇન્ટરેક્ટિવ બની રહ્યું છે. એક રીતે જોવા જઈએ તો યુઝર્સ આ પ્લેટફોર્મ સાથે વાતચીત કરી શકશે. આ AI ફિલ્મો, વેબશો અને લાઇવ સ્પોર્ટ્સ દરેકમાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: UPI પેમેન્ટ્સ બન્યું વધુ સિક્યોર: PhonePeએ લોન્ચ કર્યું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન
ChatGPT દ્વારા શોધો નવા કન્ટેન્ટને
AI આધારિત આ ફીચરને ધીમે-ધીમે લોન્ચ કરવામાં આવશે. સૌથી પહેલાં એમાં પસંદગીના લાઇવ અને ઑન-ડિમાન્ડ એક્સપિરિયન્સનો સમાવેશ કરવામાં આવશે. ઇન-એપ ઇન્ટિગ્રેશનની સાથે JioHotstar અને OpenAI હવે ChatGPTની અંદર પણ યુઝર્સ આ કન્ટેન્ટને શોધી શકે એ વિશે કામ કરવામાં આવી રહ્યું છે. ChatGPTમાં કન્ટેન્ટ શોધતા યુઝર્સને JioHotstarના કેટલોગમાંથી જે-તે સજેશન આપવામાં આવશે અને એ માટેની સ્ટ્રીમિંગ લિંક્સ પણ આપવામાં આવશે. એટલે કે યુઝર્સ હવે બન્ને જગ્યાએ કન્ટેન્ટ મેળવી શકશે.









