Get The App

JEEની તૈયારી, AIની મદદથી !

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
JEEની તૈયારી, AIની મદદથી ! 1 - image

- Võík fkuÃke-ÃkuMx {kxu Lknª, Ÿze Mk{s {kxu yuykR WÃkfkhf Au

તમારો દીકરો કે દીકરી બારમા ધોરણમાં હશે તો આજકાલ એના કરતાં પણ તમે વધુ ટેન્શનમાં હશો. જો તમારા સંતાને ‘ટેક્નોવર્લ્ડ’માં આપણે અવારનવાર વાત કરી છે એ રીતે સ્માર્ટ ટાઇમ-ટાસ્ક મેનેજમેન્ટ માટે સ્માર્ટફોન કે લેપટોપનો ભરપૂર ઉપયોગ કર્યો હશે તો એ તો સારી કોલેજમાં મનગમતી લાઇનમાં એડમિશન માટે જેઇઇ કે નીટની એક્ઝામ આપવા માટે રેડી હશે. તમે આ વાંચતા હશો ત્યારે જેઇઇ મેઇન્સના પહેલા સેશન પછી, સેકન્ડ સેશનની તૈયારી ચાલતી હશે.

જો ભૂલેચૂકે તમે સંતાનના રેફરન્સ મટિરિયલ્સ કે યુટ્યૂબના ટ્યૂટોરિયલ્સ જોયા હશે તો તમે જાણતા હશો કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ્ડ એક્ઝામ દુનિયાની ટફેસ્ટ એક્ઝામ્સમાંની એક કેમ ગણાય છે. સદનસીબે, આજે સ્ટુડન્ટ સ્માર્ટ હોય તો તેને આ એક્ઝામની તૈયારીમાં મદદરૂપ થાય એવા અનેક રિસોર્સ ઓનલાઇન મળી શકે છે. હમણાં તેમાં એકનો ઉમેરો થયો છે - ગૂગલ જેમિનાઇમાં મોક ટેસ્ટ. તમારું સંતાન આ વાંચે કે ન વાંચે, તમે વાંચીને તેના અભ્યાસમાં થોડા મદદરૂપ જરૂર થઈ શકો. ઓલ ધ બેસ્ટ!

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના આગમન પછી, આપણે બહુ રોમાંચક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. ખાસ કરીને આપણે સ્ટુડન્ટ કે વર્કિંગ પ્રોફેશનલ હોઇએ તો અત્યારે એઆઇ આપણે માટે હરીફ છે અને સહાયક પણ છે. એક તરફ એઆઇને કારણે આપણને કોલેજ પૂરી કર્યા પછી, નજીકના ભવિષ્યમાં સારી જોબ મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે, તો બીજી તરફ એ જ એઆઇ જુદી જુદી ઘણી રીતે આપણું કામ સહેલું બનાવી આપે છે. જો આપણે એઆઇનો પૂરો લાભ લેતાં શીખી જઇએ તો એઆઇ પોતે તથા અન્ય લોકો સાથેની હરીફાઈમાં આપણે સહેલાઈથી આગળ રહી શકીએ.

એ જ કારણે વિવિધ એઆઇ સર્વિસ ખાસ કરીને સ્ટુડન્ટ્સ પર ફોકસ કરીને તેમને વધુને વધુ ઉપયોગી થાય તેવાં ફીચર્સ લાવી રહી છે.

જેમ કે ચેટજીપીટીમાં આપણે સ્ટડી મોડનો ઉપયોગ કરીને તેની સાથે  એક વિદ્યાર્થી તરીકે કોઈ ચોક્કસ વિષય વધુ સારી રીતે શીખવા, સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ.

એ જ રીતે, હમણાં ગૂગલે ખાસ ભારતના સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને ગૂગલ જેમિનાઇમાં જેઇઇ મેઇન એક્ઝામ માટે પ્રેક્ટિસ ટેસ્ટ ઉમેર્યા છે.

ટૂંક સમયમાં ગૂગલ સર્ચમાં એઆઇ મોડમાં પણ તેનો લાભ લઈ શકાશે. અત્યારે ગૂગલે આ માટે ‘ફિઝિક્સવાલા’ તથા ‘કરિયર૩૬૦’ જેવી એજ્યુકેશન કંપનીઓ સાથે જોડાણ કરીને તેના કન્ટેન્ટની મદદથી સ્ટુડન્ટ્સ માટે પ્રેક્ટિસ ટેસ્ટ તૈયાર કર્યા છે.

આ ફીચરનો લાભ લેવા માટે આપણે ગૂગલ જેમિનાઇમાં જઇને તેને ફક્ત આટલું જ કહેવાનું છે, “I want to take a JEE Main mock test”.

આ કમાન્ડ મળતાં જેમિનાઇ આપણને મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા વિષયના ટેસ્ટ ક્વેશ્ચેન્સ આપે છે. આવા ૨૫ ક્વેશ્નન સેટના નિશ્ચિત સમય મર્યાદામાં, આપણે જેમિનાઇમાં જ જવાબો આપતા જવાનું.

પ્રેક્ટિસ પૂરી થયા પછી આપણે જેમિનાઇ સાથે ચર્ચા કરીને આપણા જવાબો વિશે ફીડબેક પૂછઈ શકીએ છઈએ અને તે જણાવશે કે આપણા ક્યા જવાબો સાચા હતા અને ક્યાં આપણે વધુ મહેનત કરવાની જરૂર છે.

વાત એઆઇ સાથેની વાતચીતની છે એટલે આ મોક ટેસ્ટ આપણા વાસ્તવિક ક્લાસમાંના ટેસ્ટ જેવું જ સ્વરૂપ લે છે. જે રીતે આપણે પોતાને ન સમજાતા વિષયો વિશે ટીચર સાથે ડિસ્કશન કરી શકીએ બરાબર એ જ રીતે ગૂગલ જેમિનાઇ સાથે પણ વાતચીત કરીને વિવિધ વિષયોની ગૂંચવણો ઉકેલી શકીએ છીએ. 

જેમિનાઈ કોઇ ચોક્કસ બાબતની આપણી અધૂરી તૈયારી ધ્યાનમાં રાખીને આપણે કઈ રીતે મહેનત કરી શકીએ તેની ઇનસાઇટ્સ આપે છે અને તેને આધારે ચોક્કસ એકશનેબલ સ્ટેપ્સ સાથે કસ્ટમાઇઝ્ડ સ્ટડી પ્લાન પણ તૈયાર કરી આપે છે.

બરાબર એ જ રીતે ટૂંક સમયમાં ગૂગલ સર્ચમાં એઆઇ મોડમાં સ્ટુડન્ટ્સ કેનવાસ ટૂલની મદદથી વિવિધ સ્ટડી ગાઇડ અને ઇન્ટરએક્ટિવ ક્વિઝ તૈયાર કરી શકશે. કેનવાસ ટૂલમાં આપણને એક ડાયનેમિક સાઇડ પેનલની મદદ મળે છે જેમાં આપણે વિવિધ ડોક્યુમેન્ટ પ્લાન વગેરે ક્રિએટ કરી શકીએ છીએ અને તેમાં જરૂરી ફેરફાર કરી શકીએ છીએ.

1. સ્માર્ટફોનમાં જેમિનાઇ એપ અને લેપટોપમાં જેમિનાઇની વેબસાઇટ (https://gemini.google.com/) બંનેમાં આ મોક ટેસ્ટનો લાભ લઈ શકાય છે. અહીં લેપટોપના સ્ક્રીનશોટ્સ આપ્યા છએ. તેમાં તમારા એકાઉન્ટથી લોગ ઇન થાઓ અને ફક્ત આટલું લખો - “I want to take a JEE Main mock test”.

2. જેમિનાઇ આપણે માટે મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ૨૫-૨૫ ક્વેશ્નન્સનું, ચોક્કસ ટોપિક્સ પર ફોકસ્ડ પેપર તૈયાર કરી આપશે. સાથે તેની લિંક પણ આપશે, જેથી ફરી ગમે ત્યારે એક્સેસ કરી શકાય.

3. તમે મેથ્સ, ફિઝિક્સ કે કેમિસ્ટ્રીમાંથી કોઈ પણ વિષય પસંદ કરીને નિશ્ચિત સમયમર્યાદામાં તેના જવાબો આપી શકો છો.

4. તમે કોઈ પણ વિષય પસંદ કરીને ટેસ્ટ શરૂ કરવા માટે આગળ વધો ત્યારે ટેસ્ટની ટાઇમ લિમિટ સેટ કરી શખો અને દરેક જવાબ પછી સાચો જવાબ જાણવો છે કે નહીં તે નક્કી કરી શકો. ઇચ્છો તો જવાબ માટે થોડી હિંટ મળે એવું સેટિંગ પણ ઓન કરી શકાય.

5. હવે એક પછી સવાલો આવતા જશે, તમે જવાબો આપતા જાઓ. ઇચ્છો તો અઘરા સવાલો સ્કીપ કરીને નવા સવાલ તરફ આગળ વધી શકો.

6. આપણે સેટિંગ ઓન રાખ્યું હોય તો દરેક જવાબ આપતાંસ સાચો જવાબ કયો છે તે પણ જાણી શકીએ.

7. તમે ઇચ્છો ત્યારે ‘એક્સ્પ્લેઇન આન્સર’ બટન ક્લિક કરીને, એ સાચો જવાબ કઈ રીતે મેળવી શકાય તેનું સ્ટેપ-બાય-સ્ટેપ સોલ્યુશન પણ મેળવી શકો.

8. ટેસ્ટના અંતે ‘સબમિટ ટેસ્ટ’ બટન ક્લિક કરીને તમે પેપર પૂરું કરવા માટે કેટલો સમય લીધો, ટોપિક મુજબ કેટલા સાચા જવાબો આપ્યા તે જાણી શકો. સાથે, દરેક જવાબ વિશે વધુ માહિતી મેળવી શકો. ઇચ્છો ત્યારે જેમિનાઇ પાસે નવા ટોપિક્સનું પેપર સેટ કરાવો અને ફરી મોક ટેસ્ટ આપો! (ઉપરનું રિઝલ્ટ ન જોશો, એ માત્ર ટેસ્ટિંગ માટે સાડા ચાર મિનિટમાં પૂરી કરેલી મોક ટેસ્ટનું પરિણામ છે!)