ઇન્સ્ટાગ્રામમાં ‘ક્લોઝ ફ્રેન્ડ’થી દૂર થવાની નવી સુવિધા, પ્રીમિયમ ફીચર્સમાં સ્ટોરીઝને ગુપ્ત રીતે જોવાનો વિકલ્પ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Instragram New Feature: ઇન્સ્ટાગ્રામ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેમાં યુઝર્સ કોઈની ‘ક્લોઝ ફ્રેન્ડ’ લિસ્ટમાંથી શાંતિથી પોતાને દૂર કરી શકશે. અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર યુઝર પોતાનું એક ક્લોઝ લિસ્ટ બનાવી શકતા હતા. આ લિસ્ટમાં તે એવા યુઝરનો સમાવેશ કરે છે જેને તે પોતાની પોસ્ટ અથવા તો સ્ટોરી દેખાડી શકે. આ ક્લોઝ ફ્રેન્ડમાં રાખવામાં આવેલી સ્ટોરીને કોઈ અન્ય યુઝર નથી જોઈ શકતું. જોકે હવે કોઈ યુઝરે આ લિસ્ટમાંથી બહાર નીકળવું હોય તો નીકળી શકે છે. મેટા દ્વારા અપડેટની પુષ્ટિ આપવામાં આવી છે. 2018થી ‘ક્લોઝ ફ્રેન્ડ્સ’ ફીચર દ્વારા યુઝર્સ પોતાના સ્ટોરીઝ અને રીલ્સ માત્ર નજીકના મિત્રોને જ શેર કરી શકે એવું બનાવવામાં આવ્યું હતું.
‘ક્લોઝ ફ્રેન્ડ’માંથી દૂર થવાથી ઍક્સેસ ગુમાવશો
જો તમે કોઈની ‘ક્લોઝ ફ્રેન્ડ’ લિસ્ટમાંથી પોતાને દૂર કરો છો, તો તેમની ખાસ સ્ટોરીઝ અને રીલ્સને નહીં જોઈ શકશો. આ સ્ટોરી અને રીલ જોવા માટે તે યુઝરે ફરી એ વ્યક્તિને એડ કરવો રહેશે. આ ફીચર રિવર્સ એન્જિનિયર Alessandro Paluzziએ શોધ્યું છે.
સ્નેપચેટ જેવી સુવિધા
નવી સુવિધા ‘ડબલ એજ્ડ સ્વોર્ડ’ સાબિત થઈ શકે છે. કેટલાક યુઝર્સને કદાચ આ ફીચર નહીં ગમે જો કોઈ તેમની ‘ક્લોઝ ફ્રેન્ડ્સ’ લિસ્ટમાંથી દૂર થઈ જાય, પરંતુ કેટલાક માટે આ સારો વિકલ્પ બની શકે છે. ખાસ કરીને એ લોકો માટે જે ચોક્કસ લોકોની લિસ્ટમાં રહેવા માંગતા નથી. આ સ્નેપચેટની હાલની સુવિધા જેવી જ છે, જેમાં યુઝર્સ પોતાને કોઈની પ્રાઈવેટ સ્ટોરીમાંથી દૂર કરી શકે છે.
ઇન્સ્ટાગ્રામના નવા સબ્સ્ક્રિપ્શન ફીચર્સ
ઇન્સ્ટાગ્રામ હાલમાં ઘણાં ફીચર્સ પર કામ કરી રહ્યું છે અને આ ફીચર પણ પ્રોટોટાઈપમાં છે. આથી એ સ્પષ્ટ નથી કે ઇન્સ્ટાગ્રામ આ સુવિધાને ક્યારે રજૂ કરે. ‘ક્લોઝ ફ્રેન્ડ્સ’ અપડેટ સાથે ઇન્સ્ટાગ્રામ અન્ય નવી સુવિધાઓ પર પણ કામ કરી રહ્યું છે. મેટાએ જાહેરાત કરી છે કે તે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર ખાસ સુવિધાઓ માટે નવા સબ્સ્ક્રિપ્શન ટેસ્ટ કરશે.
આ નવા સબ્સ્ક્રિપ્શન ફીચર્સ શું હશે?
મેટાએ હજી સુધી ચોક્કસ સુવિધાઓ જાહેર નથી કરી, પરંતુ Alessandroએ સંકેત આપ્યો છે કે ઇન્સ્ટાગ્રામ પર પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન યુઝર્સને અનલિમિટેડ ઓડિયન્સ લિસ્ટ બનાવવા, કોણ તેમને ફોલો કરતું નથી તે જોવા, અને સ્ટોરીઝને પોસ્ટ કરનારને ખબર પડ્યા વગર જોવા જેવી સુવિધા આપી શકે છે. મેટાનું લક્ષ્ય આ આવનારા સબ્સ્ક્રિપ્શન દ્વારા યુઝર્સને ખાસ સુવિધાઓ અને વધુ કંટ્રોલ આપવાનું છે.









