Science & Technology

ગુજરાત સહિત 3 રાજ્યોમાં 6 વર્ષમાં 53,000 કરોડનું સાઇબર ફ્રોડ, ફિજી અને ભુતાન જેવા દેશોની જીડીપી કરતા મોટી રકમ

By GS Team
3 Jan 20262 mins read
TukuTouch Logo
ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 53000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર આ આંકડા આપવામાં આવ્યાં છે. યુનિયન હોમ મિનિસ્ટ્રીની અંદર આવતું આ ડિપાર્ટમેન્ટ સાઇબર ક્રાઇમ સામે લડવા માટે કામ કરે છે. ભારતના લોકોને સાઇબર ક્રાઇમથી રક્ષણ આપવા માટે દરેક પ્રકારની પોલિસી અને કાયદાઓની દેખભાળ આ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સહિત 3 રાજ્યોમાં 6 વર્ષમાં 53,000 કરોડનું સાઇબર ફ્રોડ, ફિજી અને ભુતાન જેવા દેશોની જીડીપી કરતા મોટી રકમ

Cyber Crime in India: ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 53000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર આ આંકડા આપવામાં આવ્યાં છે. યુનિયન હોમ મિનિસ્ટ્રીની અંદર આવતું આ ડિપાર્ટમેન્ટ સાઇબર ક્રાઇમ સામે લડવા માટે કામ કરે છે. ભારતના લોકોને સાઇબર ક્રાઇમથી રક્ષણ આપવા માટે દરેક પ્રકારની પોલિસી અને કાયદાઓની દેખભાળ આ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે.


ભારતભરમાં નાણાને લગતા ક્રાઇમમાં વધારો

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે સાઇબર ક્રાઇમમાં હવે નાણાને લગતાં ક્રાઇમમાં વધારો થયો છે. ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, ઓનલાઇન ફ્રોડ, બેન્કિંગ ફ્રોડ અને સાઇબર ફિશિંગ દ્વારા ઘણાં લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અનુસાર 2025માં ભારતમાં 19812.96 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. એમાં 21 લાખ ચીટિંગ આધારિત ફ્રોડ માટેની ફરિયાદો છે. 2025માં આ જે છેતરપિંડી થઈ છે એમાં 77 ટકા ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ દ્વારા કરવામાં આવતાં ફ્રોડ છે અને 8 ટકા ડિજિટલ અરેસ્ટ સ્કેમ ફ્રોડનો સમાવેશ થાય છે.

સાઇબર ફ્રોડમાં સૌથી વધુ પૈસા ખોનાર રાજ્ય મહારાષ્ટ્ર

ભારતમાં જે પણ નુકસાન થયું છે એમાં સૌથી વધુ નાણાકીય નુકસાન મહારાષ્ટ્રને થયું છે. 2025માં સૌથી વધુ ચીટિંગ દ્વારા નાણા મહારાષ્ટ્રમાં ખોવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં 28,33,320 ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં 3203 કરોડ રૂપિયા લોકોએ ખોયા હતા. કર્ણાટકના લોકો દ્વારા 2413 કરોડ રૂપિયા અને તમિલનાડુ દ્વારા 1897 કરોડ રૂપિયા ખોવામાં આવ્યાં હતાં. ભારતભરમાં જે પણ ટોટલ આંકડો છે એના અડધો આંકડો તો આ ત્રણ રાજ્યનો છે.

આ પણ વાંચો: ઇનોવેશનનો ધમાકો: CES 2026માં શું નવું જોવા મળશે?


ગુજરાત, દિલ્હી અને વેસ્ટ બંગાળમાં સૌથી વધુ ફરિયાદ

આ રિપોર્ટમાં કયા કયા રાજ્યમાં કેટલી સાઇબર ક્રાઇમ ફરિયાદ કરવામાં આવી છે એની પણ વિગત આપવામાં આવી હતી. ગુજરાત, દિલ્હી અને વેસ્ટ બંગાળમાં 2025માં સૌથી વધુ સાઇબર ફ્રોડની ફરિયાદ થઈ હતી. મણિપુરમાં 1807 ફરિયાદ થઈ હતી જેમાં 16.74 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ડેટા દ્વારા જાણવા મળે છે કે ભારતમાં કેટલા રૂપિયાનું નુકસાન ફક્ત છેતરપિંડીને કારણે થઈ રહ્યું છે.