Entertainment

આમિર રેસ ફોરમાં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 'રેસ 4' ફિલ્મ અંગે ચાલી રહેલી અટકળો પર નિર્માતા રમેશ તૌરાણીએ પૂર્ણવિરામ મૂક્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે આમિર ખાન કે અન્ય કોઈ અભિનેતાની કાસ્ટિંગ હજુ નક્કી નથી. વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશક હશે તેવી વાતો પણ ખોટી છે. કાસ્ટ અને ડિરેક્ટર ફાઇનલ થયા બાદ સત્તાવાર જાહેરાત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આમિર રેસ ફોરમાં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી

મુંબઈ : આમિર ખાન 'રેસ ફોર'માં કામ કરી રહ્યો હોવાની ચર્ચાઓ નિર્માતા રમેશ તૌરાણીએ નકારી કાડી છે. તૌરાણીએ સ્પષ્ટતા કરી હતી કે 'રેસ ફોરની કાસ્ટ કે નિર્દેશક' હજુ નક્કી થયા નથી. એકવાર કાસ્ટ નક્કી થઇ જશે કે અમે સત્તાવાર જાહેરાત કરીશું. ત્યાં સુધી અમે દરેક જણને કોઇ માહિતી શેર ન કરવાની વિનંતી કરીએ છીએ. તાજેતરમાં 'રેસ ફોર'માં આમિરખાન, ટાઇગર શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા કામ કરવાના હોવાની અટકળો વહેતી થઇ હતી. તેમાં ફિલ્મના નિર્દેશક તરીકે વિજય કૃષ્ણ આચાર્યનું નામ પણ વહેતું કરવામાં આવ્યું હતું.
રેસ વન અને ટુ અબ્બાસ મસ્તાને નિર્દેશિત કરી હતી પણ રેસ થ્રીમાં સલમાનખાન હીરો હતો અને ફિલ્મ ખાસ ચાલી નહોતી. પહેલી બે રેસમાં સૈફ અલી ખાન હીરો હતો તે હવે રેસ ફોરમાં પાછો ફરશે કે કેમ તેની પણ લાંબા સમયથી અટકળો ચાલે છે. સૈફના ચાહકોનું કહેવું છે કે 'સૈફ' વિના રેસ જામતી નથી.