મોંઘવારીનો વધુ એક ડામ: ગુજરાત ગેસે PNGના ભાવમાં પ્રતિ SCM Rs. 6.53નો ઝીંક્યો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Gas PNG Price Hike : રાજ્યમાં મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ફરી એકવાર ખોરવાય તેવા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની સિઝન વચ્ચે ગુજરાત ગેસ દ્વારા ઘરેલુ પાઇપ્ડ નેચરલ ગેસ(PNG)ના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકવામાં આવ્યો છે. કંપની દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ 3 સપ્ટેમ્બર 2026થી ગ્રાહકોને ઘરેલુ PNG ગેસ ટેક્સ સાથે Rs. 53.22 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર(SCM)ના ભાવે મળશે.
ગુજરાત ગેસ દ્વારા ઘરેલુ ગ્રાહકો માટે રાંધણ ગેસના દરોમાં સીધો Rs. 6.53 પ્રતિ SCMનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, July 2026માં કંપનીનો ટેક્સ વગરનો મૂળ ભાવ Rs. 46.69 પ્રતિ SCM હતો, જે હવે ટેક્સ અને સુધારેલા દરો સાથે વધારીને Rs. 53.22 કરી દેવાયો છે. 03/09/2026થી અમલમાં આવેલા આ નવા દરોને કારણે રાજ્યના લાખો ગ્રાહકોના માસિક ગેસ બિલમાં સીધો વધારો જોવા મળશે અને તેમના ખિસ્સા પર આર્થિક બોજ વધશે.




