દહેગામમાં કાળજું કંપાવતી ઘટના: ટ્રક નીચે કૂદીને યુવકે આપઘાત કર્યો, CCTV વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Accident news : ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતેથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 સપ્ટેમ્બર 2026ના રોજ સવારના આશરે 6:22 વાગ્યાના સુમારે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ભારે વાહન (ટ્રક) નીચે અચાનક જ કૂદીને એક યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. અરેરાટી ઉપજાવે તેવી આ સમગ્ર ઘટના નજીકના પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફુટેજ જોઈને કોઈનું પણ દિલ ધ્રૂજી ઊઠે તેમ છે.
CCTV ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સવારના સમયે રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી. તે સમયે એક સફેદ રંગની કન્ટેનર ટ્રક રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે ફૂટપાથ કે રોડના કિનારે ઊભેલો એક યુવક અચાનક જ ચાલતી ટ્રકના પાછળના પૈડાં નીચે ઝંપલાવે છે. ટ્રક નીચે આવી જવાથી યુવક ગંભીર રીતે કચડાઈ જાય છે અને ઘટનાસ્થળે જ અત્યંત દર્દનાક સ્થિતિમાં ઢળી પડે છે. આ ઘટના એટલી ઝડપથી ઘટી કે આસપાસના લોકોને કાંઈ સમજાય તે પહેલા જ યુવક કચડાઈ ગયો હતો.
આટલું આકરું પગલું ભરવા પાછળ યુવકની શું મજબૂરી કે માનસિક વ્યથા હશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. અકાળે એક યુવકે આ રીતે ઝંપલાવીને જિંદગીનો અંત આણતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનો પર અસહ્ય દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.




