Science & Technology

ChatGPT બની દુનિયાની બીજા ક્રમની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ: પ્રીમિયમ ફિચર્સ માટે પૈસા ચૂકવી રહ્યાં છે યુઝર્સ…

By GS Team
26 Feb 20262 mins read
TukuTouch Logo
OpenAIની ChatGPT હવે બની દુનિયાની બીજા ક્રમની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ. Sensor Towerના હાલની ગ્લોબલ મોબાઇલ રિપોર્ટ અનુસાર આ AI આધારિત ટૂલને એપલના એપ સ્ટોર અને ગૂગલના પ્લે સ્ટોર પર ખૂબ જ ડાઉનલોડ કરવામાં આવી છે. ચેટજીપીટી AIની કેટેગરીમાં આ વર્ષે સૌથી વધુ ડાઉનલોડ થયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ બની ગઈ છે. તેની લોકપ્રિયતામાં આવેલા આ ઉછાળા મોબાઇલ એપ્સમાં AI ટૂલ્સ તરફના મોટા ફેરફારને દર્શાવે છે. ડાઉનલોડ્સમાં, ઇન-એપ ખરીદીની આવકમાં અને એપ્લિકેશનમાં વધુ સમય પસાર કરવામાં દુનિયાભરમાં TikTok ટોચ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ChatGPT બની દુનિયાની બીજા ક્રમની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ: પ્રીમિયમ ફિચર્સ માટે પૈસા ચૂકવી રહ્યાં છે યુઝર્સ…

ChatGPT App Download: OpenAIની ChatGPT હવે બની દુનિયાની બીજા ક્રમની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ. Sensor Towerના હાલની ગ્લોબલ મોબાઇલ રિપોર્ટ અનુસાર આ AI આધારિત ટૂલને એપલના એપ સ્ટોર અને ગૂગલના પ્લે સ્ટોર પર ખૂબ જ ડાઉનલોડ કરવામાં આવી છે. ચેટજીપીટી AIની કેટેગરીમાં આ વર્ષે સૌથી વધુ ડાઉનલોડ થયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ બની ગઈ છે. તેની લોકપ્રિયતામાં આવેલા આ ઉછાળા મોબાઇલ એપ્સમાં AI ટૂલ્સ તરફના મોટા ફેરફારને દર્શાવે છે. ડાઉનલોડ્સમાં, ઇન-એપ ખરીદીની આવકમાં અને એપ્લિકેશનમાં વધુ સમય પસાર કરવામાં દુનિયાભરમાં TikTok ટોચ પર છે.

એપ્સમાં AI 10મી સૌથી મોટી કેટેગરી

આ રિપોર્ટ અનુસારા AI અસિસ્ટન્ટ્સના ઉપયોગમાં આવેલા મોટા ઉછાળાને પણ દર્શાવવામાં આવ્યો છે. એપ્લિકેશનની કેટેગરી અનુસાર જે કેટેગરીની એપ્સ પર સૌથી વધુ સમય પસાર કરવામાં આવે છે એમાં 10માં ક્રમે AIની કેટેગરી આવે છે. આ કેટેગરીમાં વર્ષની સરખામણીએ છેલ્લા વર્ષમાં 426%નો વધારો જોવા મળ્યો છે. આ વધારો એપ ડાઉનલોડ્સ અને ઇન-એપ ખરીદીની આવકને કારણે સૌથી ઝડપી વધતી સેગમેન્ટ્સમાંનું એક બની ગયુ છે. આ વધારામાં ChatGPTનો સૌથી મોટો ફાળો રહ્યો છે. એના ડાઉનલોડ્સમાં 148%નો ઉછાળો અને ઇન-એપ ખરીદી આવકમાં 254%નો અદ્ભુત વધારો નોંધાયો છે.

અમેરિકી બજારમાં જનરેટિવ AIનો ઉછાળો

ChatGPTનો વિકાસ ખાસ કરીને અમેરિકામાં નોંધપાત્ર રહ્યો છે. તે 2025ના ચોથા ત્રિમાસિકમાં પુરુષોમાં નવમી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ બની ગઈ છે. આ દર્શાવે છે કે જનરેટિવ AI હવે એક્સપેરિમેન્ટમાંથી રોજિંદા ઉપયોગ તરફ આગળ વધી રહ્યું છે. અન્ય AI એપ્સ જેમ કે Google Gemini, DeepSeek, Doubao, Perplexity, Grok, Meta AI અને Microsoft Copilotને પણ આ ટ્રેન્ડનો લાભ મળ્યો. Adobe Acrobat Reader જેવી નોન-AI એપ્સ પણ જનરેટિવ ફીચર્સના ઇન્ટિગ્રેશનને કારણે AI ડાઉનલોડ રેન્કિંગમાં સામેલ થઈ છે.

આ પણ વાંચો: સેમસંગે લોન્ચ કર્યો ગેલેક્સી S26 અલ્ટ્રા: વિશ્વનો પ્રથમ પ્રાઇવસી ડિસ્પ્લે સાથેના ફોનની કિંમતમાં 10000નો વધારો

મોબાઇલ એપના માર્કેટમાં બદલાવ

AI ટૂલ્સનો ઉછાળો મોબાઇલ એપ માર્કેટને બદલી રહ્યો છે. Sensor Towerના 2014થી ચાલતા ડેટા મુજબ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડાઉનલોડ્સ હવે સ્થિર થઈ રહ્યા છે, પરંતુ આ એપ્સમાંથી આવકમાં વધારો થયો છે. આ દર્શાવે છે કે યુઝર્સ વધુ પડતું એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છે અને ડેવલપર્સ માટે મોનેટાઇઝેશન વધુ મજબૂત બની રહ્યું છે. ChatGPTની ઇન-એપ ખરીદી આવકમાં 254%નો ઉછાળો દર્શાવે છે કે યુઝર્સ હવે પ્રીમિયમ AI ફીચર્સ અથવા સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરવા વધુ તૈયાર છે.