Science & Technology

નવી AI આધારિત ઇન્કમ ટેક્સ વેબસાઇટ લોન્ચ: ‘કર સાથી’ ચેટબોટથી ટેક્સ ભરનારને મળશે 24x7 મદદ

By GS Team
2 Apr 20262 mins read
TukuTouch Logo
ઇન્કમ ટેક્સ વિભાગે ડાયરેક્ટ ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે નવી યુઝર-ફ્રેન્ડલી વેબસાઇટ લોન્ચ કરી છે. આ પ્લેટફોર્મ પર ઇન્કમ ટેક્સ સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે અને તેમાં 24/7 ટેક્સ ભરનારને મદદ માટે ‘કર સાથી’ નામનો AI ચેટબોટ પણ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના ચેરમેન રવિ અગ્રવાલે ગયા મહિને ‘પ્રારંભ’ પહેલના અનાવરણ દરમિયાન ‘કર સાથી’ના લોન્ચની જાહેરાત કરી હતી, જે ટેક્સ ભરનાર વ્યક્તિઓને નવા ઇન્કમ ટેક્સ એક્ટ, 2025 તરફ સરળ પરિવર્તન માટે મદદરૂપ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવી AI આધારિત ઇન્કમ ટેક્સ વેબસાઇટ લોન્ચ: ‘કર સાથી’ ચેટબોટથી ટેક્સ ભરનારને મળશે 24x7 મદદ

Income Tax New Web Site: ઇન્કમ ટેક્સ વિભાગે ડાયરેક્ટ ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે નવી યુઝર-ફ્રેન્ડલી વેબસાઇટ લોન્ચ કરી છે. આ પ્લેટફોર્મ પર ઇન્કમ ટેક્સ સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે અને તેમાં 24/7 ટેક્સ ભરનારને મદદ માટે ‘કર સાથી’ નામનો AI ચેટબોટ પણ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના ચેરમેન રવિ અગ્રવાલે ગયા મહિને ‘પ્રારંભ’ પહેલના અનાવરણ દરમિયાન ‘કર સાથી’ના લોન્ચની જાહેરાત કરી હતી, જે ટેક્સ ભરનાર વ્યક્તિઓને નવા ઇન્કમ ટેક્સ એક્ટ, 2025 તરફ સરળ પરિવર્તન માટે મદદરૂપ બનશે.

AI આધારિત ચેટબોટ કરશે ટેક્સ ભરનારને મદદ

રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘કર સાથી’ વેબસાઇટ મારફતે ટેક્સ ભરનાર વ્યક્તિઓને 24 કલાક મદદ પૂરી પાડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે નવી વેબસાઇટ અને માર્ગદર્શન જેવી ડિજિટલ સેવાઓ તબક્કાવાર રજૂ કરવામાં આવશે, જેથી ટેક્નોલોજી આધારિત સરળ અનુભવ મળી શકે.

જૂના કાયદાથી નવા ટેક્સ કાયદા તરફ પરિવર્તન

પોલિસી રિફોર્મ એન્ડ રિસ્પોન્સિબલ એક્શન ફોર મિશન વિકસિત ભારત (PRARAMBH) પહેલ ભારતની ટેક્સ વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. રવિ અગ્રવાલે જણાવ્યું કે આ પરિવર્તન માત્ર નવા કાયદા પૂરતું નથી, પરંતુ ટેક્સ ભરનારને સ્પષ્ટતા, સરળતા અને વિશ્વાસ મળે તે માટે નિયમો, ફોર્મ્સ અને પ્રક્રિયાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે નિયમોની સંખ્યા 510થી ઘટાડી 333 કરવામાં આવી છે, જ્યારે ફોર્મ્સ 399થી ઘટાડી 190 કરવામાં આવ્યા છે, એટલે કે આશરે 52%નો ઘટાડો થયો છે.

PRARAMBH પહેલનો હેતુ લોકોને જાગૃત કરવાનો

PRARAMBH પહેલ હેઠળ કરવામાં આવેલી સરળ પ્રક્રિયા દ્વારા 6 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન માટેની પ્રક્રિયા દૂર થઈ શકે છે. ટેક્સ ભરનારની મદદ માટે 186 ફોર્મ્સ માટે 2,200થી વધુ FAQ અને માર્ગદર્શન નોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. CBDTના ચેરમેન મુજબ PRARAMBH પહેલ અંતર્ગત નવા કાયદાની સમજ વધુ સરળ બને એ માટે મલ્ટીમીડિયા અભિયાન, વિવિધ ભારતીય ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી અને ડિજિટલ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવશે.