Science & Technology

ઇન્સ્ટાગ્રામની જૂની પોસ્ટ્સ અને કેરોઝલના બેકગ્રાઉન્ડ મ્યુઝિકને કેવી રીતે બદલશો? જાણો વિગત...

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
ઇન્સ્ટાગ્રામે યુઝર્સ માટે નવું 'Replace Audio' ફીચર શરૂ કર્યું છે. હવે યુઝર્સ પોતાની જૂની ફીડ પોસ્ટ અને કેરોઝલના મ્યુઝિકને બદલી શકશે. આનાથી લાઈક્સ અને કમેન્ટ્સ ગુમાવ્યા વગર ઓડિયો બદલવો શક્ય બનશે. યુઝર્સે પોસ્ટના 'Edit' ઓપ્શનમાં જઈને 'Replace Audio' પસંદ કરવાનું રહેશે. આ સુવિધાથી પોસ્ટ ડીલીટ કરી ફરી અપલોડ કરવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્સ્ટાગ્રામની જૂની પોસ્ટ્સ અને કેરોઝલના બેકગ્રાઉન્ડ મ્યુઝિકને કેવી રીતે બદલશો? જાણો વિગત...

Instagram Updates Post Music Easily: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા યુઝર્સના અનુભવને વધુ સારું બનાવવા માટે એક નવું અને અત્યંત ઉપયોગી ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ નવા અપડેટ અંતર્ગત યુઝર્સ પોતાની અગાઉ પબ્લિશ થઈ ચૂકેલી ફીડ પોસ્ટ્સ અને કેરોઝલમાં લગાવેલા મ્યુઝિકને સરળતાથી બદલી શકશે. આ સુવિધાના કારણે યુઝર્સે હવે માત્ર ઓડિયો બદલવા માટે પોતાની જૂની પોસ્ટને ડીલીટ કરીને ફરીથી અપલોડ કરવાની માથાકૂટમાંથી મુક્તિ મળશે.

'Replace Audio' ટૂલ: લાઇક્સ અને કમેન્ટ્સ ગુમાવ્યા વિના ઓડિયો બદલાશે

ઇન્સ્ટાગ્રામના આ નવા "Replace Audio" ટૂલની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોસ્ટના ઓરિજિનલ એન્ગેજમેન્ટ મેટ્રિક્સને કોઈ નુકસાન પહોંચાડતું નથી. યુઝર્સ પોતાની પોસ્ટનો સાઉન્ડટ્રેક સ્વતંત્ર રીતે એડિટ કરી શકશે, જ્યારે તે પોસ્ટ પર અગાઉથી આવેલા લાઈક્સ, કમેન્ટ્સ, શેર્સ અને અન્ય તમામ એન્ગેજમેન્ટ ડેટા સુરક્ષિત રહેશે.

જૂની પોસ્ટનું મ્યુઝિક કેવી રીતે બદલવું?

આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

  • સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ ઓપન કરીને તમારી જે જુની ફીડ પોસ્ટ કે કેરોઝલનો ઓડિયો બદલવો હોય તેના પર જાઓ. રીલ પર આ ફીચર હાલમાં લાગુ પડતું નથી.
  • પોસ્ટની ઉપર જમણી બાજુએ આપેલા 'ટુ-લાઇન મેનુ' પર ટેપ કરો અને 'Edit' ઓપ્શન પસંદ કરો.
  • એડિટ સેક્શનમાં ગયા બાદ તમને 'Replace Audio'નો નવો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • આનાથી ઇન્સ્ટાગ્રામની મ્યુઝિક લાઇબ્રેરી ઓપન થશે, જ્યાંથી તમે નવો ટ્રેક પસંદ કરી શકો છો અને ગીતનો ચોક્કસ ભાગ સેટ કરીને ફેરફારો સેવ કરી શકો છો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

ઓડિયો બદલવાથી કોઈ અલગ કે નવી પોસ્ટ ક્રિએટ થતી નથી, એટલે કે બધો ડેટા મૂળ અપલોડ સાથે જ જોડાયેલો રહેશે. જોકે, લાઇસન્સિંગ નિયંત્રણોના કારણે પર્સનલ, ક્રિએટર અને બિઝનેસ એકાઉન્ટ્સ વચ્ચે મ્યુઝિકની ઉપલબ્ધતા અલગ-અલગ હોઈ શકે છે. આ સિવાય એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે પોસ્ટિંગ સમયે ઉપલબ્ધ ગીત કદાચ ભવિષ્યમાં દરેક દેશમાં અથવા તમામ એકાઉન્ટ પ્રકારો માટે ઉપલબ્ધ ન પણ હોય.