Science & Technology

Google Mapsમાં મોટું અપડેટ: Gemini AI હવે ફોટા અને વીડિયો માટે ઓટો કેપ્શન બનાવશે

By GS Team
8 Apr 20262 mins read
TukuTouch Logo
Google તેની Maps સર્વિસમાં નવા ફીચર્સ ઉમેરતું જઈ રહ્યું છે, જેમાં AI દ્વારા જનરેટ થતા કેપ્શનનો પણ હવે સમાવેશ થાય છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેનું Gemini મોડલ હવે યુઝર્સ જ્યારે કોઈ જગ્યાનો અનુભવ શેર કરે છે ત્યારે ફોટા અને વીડિયો માટે આપમેળે કેપ્શન તૈયાર કરી આપશે. ફોટો સિલેક્ટ કર્યા પછી Gemini ઇમેજનું વિશ્લેષણ કરે છે અને કેપ્શન સૂચવે છે, જેને પોસ્ટ કરતા પહેલા એડિટ અથવા રિમૂવ પણ કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Google Mapsમાં મોટું અપડેટ: Gemini AI હવે ફોટા અને વીડિયો માટે ઓટો કેપ્શન બનાવશે

Google New Feature in Maps: Google તેની Maps સર્વિસમાં નવા ફીચર્સ ઉમેરતું જઈ રહ્યું છે, જેમાં AI દ્વારા જનરેટ થતા કેપ્શનનો પણ હવે સમાવેશ થાય છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેનું Gemini મોડલ હવે યુઝર્સ જ્યારે કોઈ જગ્યાનો અનુભવ શેર કરે છે ત્યારે ફોટા અને વીડિયો માટે આપમેળે કેપ્શન તૈયાર કરી આપશે. ફોટો સિલેક્ટ કર્યા પછી Gemini ઇમેજનું વિશ્લેષણ કરે છે અને કેપ્શન સૂચવે છે, જેને પોસ્ટ કરતા પહેલા એડિટ અથવા રિમૂવ પણ કરી શકાય છે.


અંગ્રેજીમાં કેપ્શન સૂચવશે ગૂગલ

હાલમાં આ કેપ્શન સૂચન ફીચર iOS પર US યુઝર્સ માટે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. Google આવનારા મહિનાઓમાં આ ફીચરને વૈશ્વિક સ્તરે અને Android ડિવાઇસિસ પર પણ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપનીએ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે કેપ્શન ફોટાને વધુ કન્ટેક્સ્ટ આપે છે, પરંતુ ઘણી વખત યોગ્ય શબ્દો શોધવા મુશ્કેલ બને છે. આથી ગૂગલ હવે પોતે જ કેપ્શન બનાવીને આપશે.


‘Contribute’ ટેબમાં દેખાશે ફોટા અને વીડિયો

યુઝર્સ માટે કન્ટેન્ટ શેર કરવું સરળ બનાવવા માટે Google Maps હવે 'Contribute' ટેબમાં લેટેસ્ટ ફોટા અને વીડિયો દેખાડશે. આ માટે યુઝર્સે તેમના ફોનમાં મીડિયા ઍક્સેસ માટે પરવાનગી આપવાની રહેશે. તે આપ્યા બાદ તેઓ ઝડપથી ફોટા અથવા વીડિયો પસંદ કરીને પોસ્ટ કરી શકે છે. કંપની મુજબ, તમે પોસ્ટ કરેલા ફોટા અને વીડિયો અન્ય લોકોને કોઈ જગ્યાની સમજ મેળવવામાં મદદ કરે છે, જેમ કે ત્યાંનું વાતાવરણ અથવા તો રેસ્ટોરાં હોય તો મેન્યુ વિશે પણ જાણી શકે છે.


આ પણ વાંચો: WhatsAppનું નવું CarPlay એપ: હવે કારમાંથી સીધા કોલ અને મેસેજ

Local Guides પ્રોગ્રામમાં સુધારા

Google તેના Local Guides પ્રોગ્રામમાં પણ સુધારા કરી રહ્યું છે. વિશ્વભરના 500 મિલિયનથી વધુ યુઝર્સના યોગદાન પર આ પ્રોગ્રામ આધારિત છે. યોગદાન આપનાર યુઝર્સને 'Contribute' ટેબમાં તેમના કુલ પોઈન્ટ્સ પણ જોવા મળશે. અપડેટેડ અચીવમેન્ટ બેજિસ દ્વારા જણાશે કે કોઈ યુઝર 'એક્સપર્ટ ફેક્ટ-ફાઈન્ડર', માસ્ટર ફોટોગ્રાફર કે પછી નવશિખિયો છે. નવા ગોલ્ડ કલરના પ્રોફાઇલ્સ દ્વારા હાઇ-લેવલ કન્ટ્રિબ્યુટર્સને સરળતાથી ઓળખી શકાશે. આ ફીચર ભારતમાં પણ બહુ જલદી રિલીઝ કરવામાં આવશે.