Science & Technology

Google AI હવે તમારા મનની વાત સમજશે : હવે ફોન કહી દેશે તમે આગળ શું કરશો...

By GS Team
16 May 20262 mins read
TukuTouch Logo
ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે કોન્ટેક્સ્ચ્યુઅલ સજેશન્સ નામનું નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર રજૂ કર્યું છે. આ નવું ટૂલ યુઝરના વપરાશ પરથી તેના ઉપયોગ અને જરૂરિયાતના સ્વભાવ વિશે શીખશે. ત્યાર બાદ યુઝરને લોકેશન અને તે શું કામ કરે છે એ અનુસાર સમયસર સજેશન્સ આપશે. ઉદાહરણ તરીકે યુઝર જ્યારે વર્કઆઉટ માટે જિમમાં પહોંચે ત્યારે તે તમારી મનપસંદ પ્લેલિસ્ટ સૂચવી શકે છે. આ ફીચર પહેલાં પ્લે સર્વિસિસના બીટા વર્ઝનમાં ઉપલબ્ધ હતું, પરંતુ હવે સ્ટેબલ ચેનલના યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Google AI હવે તમારા મનની વાત સમજશે : હવે ફોન કહી દેશે તમે આગળ શું કરશો...

Android New Feature: ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે કોન્ટેક્સ્ચ્યુઅલ સજેશન્સ નામનું નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર રજૂ કર્યું છે. આ નવું ટૂલ યુઝરના વપરાશ પરથી તેના ઉપયોગ અને જરૂરિયાતના સ્વભાવ વિશે શીખશે. ત્યાર બાદ યુઝરને લોકેશન અને તે શું કામ કરે છે એ અનુસાર સમયસર સજેશન્સ આપશે. ઉદાહરણ તરીકે યુઝર જ્યારે વર્કઆઉટ માટે જિમમાં પહોંચે ત્યારે તે તમારી મનપસંદ પ્લેલિસ્ટ સૂચવી શકે છે. આ ફીચર પહેલાં પ્લે સર્વિસિસના બીટા વર્ઝનમાં ઉપલબ્ધ હતું, પરંતુ હવે સ્ટેબલ ચેનલના યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

કોન્ટેક્સ્ચ્યુઅલ સજેશન્સ ફીચર શું છે?

આ ફીચર સૌપ્રથમ એન્ડ્રોઇડ 16 સાથે Pixel 10 seriesમાં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે AI નો ઉપયોગ કરીને ડિવાઇસની એક્ટિવિટી અને લોકેશન ડેટાનું વિશ્લેષણ કરે છે અને તે સમયે શું ઉપયોગી થઈ શકે તેનો અંદાજ લગાવે છે. આ સજેશન્સ રોજિંદા સ્માર્ટફોન વપરાશને વધુ સરળ અને વ્યક્તિગત બનાવવાનો હેતુ ધરાવે છે. હાલમાં આ ફીચર એન્ડ્રોઇડ 16 અને ગૂગલ પ્લે સર્વિસિસ વર્ઝન 26.18 ધરાવતા Pixel 10 અને Pixel 10a ડિવાઇસમાં ઉપલબ્ધ છે, પરંતુ જૂના મોડેલ્સ અથવા એન્ડ્રોઇડ 17 બીટા વર્ઝનમાં હજુ ઉપલબ્ધ નથી.

સજેશન્સ ડિવાઇસના ડેટા પર આધારિત છે, બહાર શેર થતા નથી

ગૂગલે ખાતરી આપી છે કે કોન્ટેક્સ્ચ્યુઅલ સજેશન્સ યુઝરની ડિવાઇસમાં એન્ક્રિપ્ટેડ સ્પેસમાં કામ કરે છે. યુઝર સ્પષ્ટ પરવાનગી ન આપે ત્યાં સુધી આ ડેટા એપ્સ અથવા ગૂગલ સાથે શેર થતો નથી. એપ્સ અંદાજો લગાવીને સૂચનો આપી શકે છે. જોકે તેઓ મૂળ ડેટા સુધી પહોંચી શકતા નથી. યુઝર્સને આ ફીચર પર સંપૂર્ણ નિયંત્રણ મળે છે. તેઓ suggestions માટે location tracking બંધ કરી શકે છે. સ્ટોર કરેલા ડેટા ક્યારેય પણ ડિલીટ કરી શકે છે અથવા Settings > [યુઝરનું નામ] > All services > Other > Contextual suggestionsમાં જઈને preferences મેનેજ કરી શકે છે.

કોન્ટેક્સ્ચ્યુઅલ સજેશન્સ કેવી રીતે મેનેજ કરશો?

આ ફીચર મેનેજ કરવા માટે યુઝર્સે તેમના એન્ડ્રોઇડ ડિવાઇસમાં સેટિંગ્સ એપ ખોલવી પડશે. પછી તેઓ Apps > All apps > Google Play services > All services > Developer featuresમાં જઈને કોન્ટેક્સ્ચ્યુઅલ સજેશન્સ શોધી શકે છે. અહીંથી તેઓ આ ફીચરને ચાલુ અથવા બંધ કરી શકે છે અને સજેશન્સ માટે ઉપયોગમાં લેવાતા ડેટાને મેનેજ કરી શકે છે. જો રેકમેન્ડેશન્સ માટે લોકેશન ડેટા જરૂરી ન હોય, તો અહીં “Use device location” વિકલ્પ પણ બંધ કરી શકાય છે.