Photo Edit With Voice Command: ગૂગલ ફોટોઝએ ભારતમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ માત્ર બોલીને પોતાના ફોટોઝને એડિટ કરી શકશે. આ માટે ફોટોઝમાં “Help me edit” નામનું વિકલ્પ આપવામાં આવ્યું છે. જેના દ્વારા ફોટો પર જરૂરી ફેરફાર માટે અવાજ કે લખાણ દ્વારા સૂચનો આપી શકાશે અને ગૂગલ જેમિની AI તરત જ તેને અમલમાં મૂકશે.
જેમિની AI સાથે સ્માર્ટ ફેરફાર
આ ફીચર ગૂગલ જેમિની AI દ્વારા કામ કરે છે. યુઝર્સ ચહેરા પરથી ચશ્મા હટાવવાની સાથે બેકગ્રાઉન્ડને વધુ બ્લર કરવાથી લઈને વિવિધ વસ્તુ ફક્ત વાક્યો બોલીને ફોટો એડિટ કરી શકે છે. AI તરત જ ફોટોનું એનાલિસિસ કરીને કુદરતી અને પર્સનલાઇઝ્ડ એડિટિંગ કરી આપશે.
કઈ ભારતીય ભાષાને સપોર્ટ મળ્યો?
આ નવી સુવિધા ખાસ કરીને ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે. ગુજરાતી, હિન્દી, તમિલ, મરાઠી, બંગાળી અને તેલુગુ ભાષાઓમાં પણ આ ફીચર કાર્યરત છે. એટલે કે સ્થાનિક ભાષામાં પણ ફોટો એડિટિંગ હવે સરળ બની ગયું છે. આ માટે હવે ફક્ત અંગ્રેજી બોલવાની જરૂર નથી. દરેક ભાષાના યુઝર્સ એનો ફાયદો ઉઠાવી શકશે.
ફીચરનો ઉપયોગ કરવા માટે જરૂરી કોન્ફિગ્રેશન
આ ફીચર Android 8.0 કે તેનાથી વધુ વર્ઝન ધરાવતા એન્ડ્રોઇડ મોબાઇલમાં જોવા મળશે. આ સાથે જ ઓછામાં ઓછી 4GB RAM ધરાવતા સ્માર્ટફોન હોવો જરૂરી છે.
ભારતમાં ખાસ રોલઆઉટ
ગૂગલ ફોટોઝમાં આ ફીચર અગાઉ કેટલાક વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ હતું, પરંતુ હવે ભારત માટે ખાસ રૂપે રોલઆઉટ કરવામાં આવ્યું છે. ગૂગલના જણાવ્યા અનુસાર, આ ફીચર ભારતીય ભાષાઓ અને યુઝર્સના ઉપયોગના ધોરણોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 2050 સુધી ધરતી ‘ભઠ્ઠી’ બનશે: ભારત માટે રેડ એલર્ટ, જાણો શું અસર થશે…
ટેક્નોલોજીનો નવો યુગ
AI હવે માત્ર શોધ માટે નહીં, પરંતુ ક્રિએટિવ કામ માટે પણ ઉપયોગી બની રહી છે. ગૂગલ ફોટોઝમાં જેમિની AI સાથેની આ નવી સુવિધા ફોટો એડિટિંગના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવશે. હવે ફોટોઝને નવી ઓળખ આપવી હોય તો માત્ર એક વાક્ય બોલો અને તમારું ફોટો બદલાઈ જશે.


