Science & Technology

Google Geminiમાં આવ્યું નવું File Generation ફીચર, હવે Word, PDF અને Excel ફાઇલો પણ બનાવી શકાશે…

By GS Team
9 May 20262 mins read
TukuTouch Logo
Googleએ તેના AI ચેટબોટ Geminiમાં એક નવું અને ઉપયોગી ફીચર File Generation લોન્ચ કર્યું છે. આ નવા ફીચરની મદદથી હવે યુઝર્સ સીધા ચેટ દરમિયાન Word, PDF અને Excel જેવી ફાઇલો તૈયાર કરી શકશે. આ ફીચરનો મુખ્ય હેતુ ડોક્યુમેન્ટ બનાવવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે. અત્યાર સુધી યુઝર્સને AI દ્વારા મળેલી માહિતીને અલગથી કોપી-પેસ્ટ કરીને Word અથવા PDFમાં ફોર્મેટ કરવી પડતી હતી, પરંતુ હવે Gemini આપમેળે તૈયાર અને ફોર્મેટેડ ફાઇલ જનરેટ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Google Geminiમાં આવ્યું નવું File Generation ફીચર, હવે Word, PDF અને Excel ફાઇલો પણ બનાવી શકાશે…

Gemini AI New Feature: Googleએ તેના AI ચેટબોટ Geminiમાં એક નવું અને ઉપયોગી ફીચર File Generation લોન્ચ કર્યું છે. આ નવા ફીચરની મદદથી હવે યુઝર્સ સીધા ચેટ દરમિયાન Word, PDF અને Excel જેવી ફાઇલો તૈયાર કરી શકશે. આ ફીચરનો મુખ્ય હેતુ ડોક્યુમેન્ટ બનાવવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે. અત્યાર સુધી યુઝર્સને AI દ્વારા મળેલી માહિતીને અલગથી કોપી-પેસ્ટ કરીને Word અથવા PDFમાં ફોર્મેટ કરવી પડતી હતી, પરંતુ હવે Gemini આપમેળે તૈયાર અને ફોર્મેટેડ ફાઇલ જનરેટ કરશે.

સેકન્ડોમાં તૈયાર થશે પ્રોફેશનલ ડોક્યુમેન્ટ

Google Geminiનું File Generation ફીચર વિવિધ પ્રકારના લેઆઉટ્સને સપોર્ટ કરે છે. યુઝર્સ ટેબલ, એક્ઝિક્યુટિવ સમરી અથવા અન્ય પ્રોફેશનલ સ્ટાઇલ પસંદ કરી શકશે. સાથે જ હેડિંગ્સને બોલ્ડ કરવી, ફોર્મલ ડિઝાઇન આપવી અને બ્રાન્ડિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ ફીચર ખાસ કરીને વિદ્યાર્થીઓ, ઓફિસ કર્મચારીઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કોઈ પ્રોજેક્ટ રિપોર્ટ, પ્રેઝન્ટેશન ડેટા અથવા ઓફિશિયલ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે હવે અલગથી ફોર્મેટિંગમાં સમય બગાડવો નહીં પડે.

આ પણ વાંચો: 80 વર્ષના UFO રહસ્યો પર પેન્ટાગનનો મોટો ખુલાસો: જાહેર કરી 160થી વધુ સિક્રેટ્સ ફાઇલો

વિશ્વભરના તમામ યુઝર્સ માટે મફત

Googleએ જણાવ્યું છે કે File Generation ફીચર વિશ્વભરના તમામ Gemini યુઝર્સ માટે સંપૂર્ણપણે મફત રહેશે. યુઝર્સ gemini.google.com/app પર જઈને આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. AI આધારિત ટૂલ્સમાં વધતી સ્પર્ધા વચ્ચે Googleનું આ નવું અપડેટ યુઝર્સ માટે વધુ સરળ અને પ્રોડક્ટિવ અનુભવ આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.