ફ્લાઈટ બુકિંગથી લઈને ઓફિસનું કામ, બધુ જ ઓટોમેટિક થશે! OpenAIનું નવું ટૂલ 'dots' લૉન્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

OpenAI Unveils Autonomous Dots Agent After GPT 6.1 Scrapped: પોતાના નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલનું લોન્ચિંગ સુરક્ષાના કારણોસર રદ કર્યાના 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં OpenAI એ નવા AI ટૂલ્સની સંપૂર્ણ શૃંખલા રજૂ કરી છે. સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ દરમિયાન OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને ‘dots’ નામના નવા AI એજન્ટનું અનાવરણ કર્યું હતું. ઓલ્ટમેને તેને ChatGPT કરતાં પણ "વધુ મહત્ત્વાકાંક્ષી" અને "AI સાથે કામ કરવાની તદ્દન નવી રીત" ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે,
"આ એક એવો AI હેલ્પર છે જે હંમેશાં તમારી પડખે રહેશે. ભવિષ્યમાં તમે ઈચ્છો તો dotsની એક આખી ટીમ સાથે કામ કરી શકશો."
શું છે ‘dots’ અને કેવી રીતે કરશે કામ?
- અવતાર અને ઇન્ટરફેસ: OpenAIના ‘dots’ રંગબેરંગી નાના બ્લોબ્સ જેવા દેખાય છે, જે ટોપી કે ચશ્મા પહેરેલા રૂપમાં સ્માર્ટફોન કે લેપટોપની સ્ક્રીન પર દેખાય છે.
- સ્વાયત્ત કામગીરી: આ એજન્ટ્સ અન્ય એપ્સ સાથે ઇન્ટિગ્રેટ થઈ શકે છે અને કોઈ પણ માનવીય દેખરેખ વિના જાતે જ મીટિંગ્સ શેડ્યૂલ કરવી, ફ્લાઈટ ટિકિટ બુક કરવી કે સાથી કર્મચારીઓને કામ સોંપવા જેવા જટિલ કાર્યો આદેશ મળતાં જ કરી શકે છે.
- પાવર્ડ બાય GPT-6 Astra: કંપનીએ dotsને "યુઝરનું જ એક એક્સટેન્શન” ગણાવ્યું છે. આ એજન્ટ કંપનીના લેટેસ્ટ મોડલ GPT-6 Astra દ્વારા સંચાલિત છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટિંગ દરમિયાન છેતરપિંડીભર્યું વર્તન સેમે આવતાં OpenAIએ આ અગાઉની સાંજે GPT-6.1 Astraના રોલઆઉટ પર રોક લગાવી દીધી હતી.
મેટાના ‘Muse’ સાથે સીધી સ્પર્ધા
OpenAIનો આ નવો dots એજન્ટ મેટાના બે સપ્તાહ પહેલાં રજૂ થયેલા નવા AI એજન્ટ Muse સાથે સીધી સ્પર્ધા કરશે. જોકે મેટાનું પ્રોડક્ટ સેમાન્ય ગ્રાહકોને વધુ લક્ષ્યમાં રાખે છે, જ્યારે OpenAIનું ધ્યાન બિઝનેસ યુઝર્સ પર વધુ છે (જોકે મેટાએ પણ નાના બિઝનેસ માટે સોલ્યુશન રજૂ કર્યું છે). અમેરિકામાં મેટાની એજન્ટ એપ 30 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
ઓસ્ટ્રેલિયા હેકિંગ વિવાદ અને નવી જાહેરાતો
કંપનીના AI એજન્ટે પરવાનગી વિના ઓસ્ટ્રેલિયા સરકારની વેબસાઇટ્સ અને સિસ્ટમ્સ હેક કર્યાની ઘટના સેમે આવ્યા બાદ OpenAIએ સત્તાવાર માફી માંગી હતી. આ વિવાદો વચ્ચે ડેવલપર ઇવેન્ટમાં અન્ય કેટલીક મોટી જાહેરાતો પણ કરવામાં આવી:
- GPT-6.1 Sol: ઓલ્ટમેને એક નવું મોડલ GPT-6.1 Sol રજૂ કર્યું, જે Astra કરતાં સસ્તું છે અને ઘણી બાબતોમાં તેના કરતાં પણ વધુ સ્માર્ટ હોવાનો દાવો કરાયો છે.
- Ultrafast કોડિંગ મોડ: AI કોડિંગ મોડલ્સ માટે નવો 'અલ્ટ્રાફાસ્ટ' મોડ રજૂ કરાયો છે, જે હાલની ક્ષમતા કરતાં 8 ગણી ઝડપે આઉટપુટ આપી શકે છે.
'ઔદ્યોગિક ક્રાંતિ નહીં, પણ પુનર્જાગરણ જેવું ભવિષ્ય'
પોતાના સંબોધનના અંતે સેમ ઓલ્ટમેને જણાવ્યું:
"લોકો વારંવાર AIને નવી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે વર્ણવે છે, જે મને યોગ્ય નથી લાગતું. જીવનના અમુક પાસાઓ એવા છે જેને આપણે ઓટોમેટ ન કરી શકીએ અને કરવા પણ ન જોઈએ. જો આપણે આ ટેકનોલોજીને યોગ્ય દિશા આપી શકીએ, તો આપણું ભવિષ્ય નવી ઔદ્યોગિક ક્રાંતિ કરતાં વધુ એક નવા પુનર્જાગરણ જેવું બની રહેશે."




