1 ઓક્ટોબરથી WhatsApp પર 'ફ્રી' સેવા બંધ! જાણો કયા મેસેજના કેટલા રૂપિયા કપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

WhatsApp Business Platform Hikes Message Charges: મેટા કંપની ભારતમાં 1 ઓક્ટોબર, 2026થી WhatsApp Business Platformના પ્રાઇસિંગ સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ નવા નિયમો લાગુ થયા બાદ વેપારીઓ અને કંપનીઓએ ગ્રાહકોને મોકલવામાં આવતા એવા મેસેજીસ માટે પણ પૈસા ચૂકવવા પડશે જે અત્યાર સુધી તદ્દન મફત હતા. આમાં ઓર્ડર કન્ફર્મેશન અને ડિલિવરી અપડેટ્સ જેવા મહત્ત્વના યુટિલિટી મેસેજીસનો સમાવેશ થાય છે.
મહત્ત્વની સ્પષ્ટતા: આ ફેરફાર માત્ર WhatsApp Business Platform (API) વાપરતા મોટા બિઝનેસ માટે છે. સામાન્ય યુઝર્સના વોટ્સએપ કે નાના વેપારીઓ માટેની ફ્રી WhatsApp Business App પર આની કોઈ અસર થશે નહીં.
1 ઓક્ટોબરથી શું બદલાઈ રહ્યું છે?
- 24-કલાકની ફ્રી વિન્ડો સમાપ્ત: અત્યાર સુધી કોઈ ગ્રાહક મેસેજ કરે તો બિઝનેસ 24 કલાકની અંદર તેને પ્રોડક્ટ્સ, ઓર્ડર કન્ફર્મેશન કે ડિલિવરી અપડેટ્સ ફ્રીમાં મોકલી શકતા હતા. હવે 1 ઓક્ટોબરથી આ 24 કલાકની વિન્ડોમાં મોકલાતા યુટિલિટી મેસેજીસ પર પણ મેટા ચાર્જ વસૂલશે.
- ગ્રાહકના પ્રશ્નોના જવાબો: બિઝનેસ ફોન નંબર દીઠ દર મહિને પ્રથમ 1,000 સર્વિસ મેસેજીસ મફત રહેશે. 1,000 પછીના વધારાના જવાબો માટે ચાર્જ ચૂકવવો પડશે.
કયા મેસેજનો કેટલો ચાર્જ લાગશે?
મેસેજનો પ્રકાર | દર (GST વગર) | દર (18% GST સાથે) |
યુટિલિટી મેસેજ (ઓર્ડર/ડિલિવરી અપડેટ) | ₹0.115 પ્રતિ મેસેજ | આશરે ₹0.136 પ્રતિ મેસેજ |
ઓથેન્ટિકેશન મેસેજ (OTP વગેરે) | ₹0.115 પ્રતિ મેસેજ | આશરે ₹0.136 પ્રતિ મેસેજ |
માર્કેટિંગ મેસેજ (ઓફર્સ/સેલ જાહેરાત) | ₹0.8631 પ્રતિ મેસેજ | આશરે ₹1.018 પ્રતિ મેસેજ |
સર્વિસ મેસેજ (1,000 મફત મેસેજ પછી) | ₹0.115 પ્રતિ મેસેજ | આશરે ₹0.136 પ્રતિ મેસેજ |
ઉદાહરણ: જો કોઈ કંપની મહિનામાં 1,000 ઓર્ડર અપડેટ મોકલે છે, તો તેણે 18% GST સાથે આશરે ₹135.70 ચૂકવવા પડશે. તે જ રીતે 1,500 સર્વિસ રિપ્લાય મોકલવા પર પ્રથમ 1,000 મફત રહેશે અને બાકીના 500 મેસેજ માટે GST સહિત આશરે ₹67.85નો ખર્ચ થશે.
હજુ પણ શું મફત રહેશે?
- 1,000 સર્વિસ રિપ્લાય: દરેક બિઝનેસ નંબર પર દર મહિને પ્રથમ 1,000 કસ્ટમર સપોર્ટ જવાબો મફત રહેશે.
- સામાન્ય ગ્રાહકો માટે સંપૂર્ણ ફ્રી: સામાન્ય ગ્રાહકો માટે વોટ્સએપ સંપૂર્ણપણે મફત રહેશે. કંપનીઓને મેસેજ મોકલવા કે તેમના તરફથી અપડેટ્સ મેળવવા માટે ગ્રાહકે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
- 72 કલાકની એડ વિન્ડો: જો કોઈ ગ્રાહક Facebook પેજ કે Click-to-WhatsApp જાહેરાત પર ક્લિક કરીને બિઝનેસ સાથે ચેટ શરૂ કરે છે, તો કંપની આગામી 72 કલાક સુધી તે ગ્રાહકને કોઈ પણ મેસેજિંગ ચાર્જ વિના મફતમાં મેસેજ મોકલી શકશે.




