Explainer: ગૂગલની વિદ્યાર્થીઓને ભેટ: AI ટૂલ્સ હવે NEET, JEE અને GRE ની તૈયારીમાં કરશે મદદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Google Gemini Free AI Subscription: આજના ડિજિટલ યુગમાં શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની રીત ઝડપથી બદલાઈ રહી છે. NEET, JEE કે GRE જેવી કઠિન પરીક્ષાઓ પાસ કરવા માટે હવે માત્ર મોંઘા કોચિંગ ક્લાસ પર નિર્ભર રહેવાની જરૂર નથી. વિદ્યાર્થીઓના અભ્યાસને વધુ સરળ, રસપ્રદ અને વ્યક્તિગત બનાવવા માટે ગૂગલે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. આલ્ફાબેટના CEO સુંદર પિચાઈએ વિશ્વભરના 140થી વધુ દેશોના વિદ્યાર્થીઓ માટે નવા શક્તિશાળી AI સ્ટડી ટૂલ્સ અને ખાસ મફત સબ્સ્ક્રિપ્શનની જાહેરાત કરી છે, જે શિક્ષણ જગતમાં ગેમ-ચેન્જર સાબિત થશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પર્સનલાઇઝ્ડ લર્નિંગ
ગૂગલે પોતાના સર્ચ એન્જિન, Gemini અને YouTube જેવા પ્લેટફોર્મ્સને શૈક્ષણિક જરૂરિયાતો અનુસાર અપગ્રેડ કર્યા છે. હવે વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ પોતાની અનુકૂળતા મુજબ નીચે મુજબની મોટી પરીક્ષાઓની તૈયારી કરી શકશે.
- ભારતીય પરીક્ષાઓ: NEET, JEE
- આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓ: GRE, SAT, ACT, AP, MCAT, LSAT અને ENEM
સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરી હતી કે ગૂગલ સર્ચ હવે આ તમામ મોટી પરીક્ષાઓના કોન્સેપ્ટ્સ સમજાવવા અને પ્રેક્ટિસ કરાવવા માટે સક્ષમ છે.
ભારતીય વિદ્યાર્થીઓને મળશે વિશેષ લાભ
ભારતમાં કોલેજમાં અભ્યાસ કરતા લાયક વિદ્યાર્થીઓ માટે ગૂગલે ખાસ ઓફર્સ રજૂ કરી છે.
- 12 મહિના માટે મફત Google AI Plus: ભારતીય વિદ્યાર્થીઓ 12 મહિના સુધી આ પ્રીમિયમ સેવાનો વિનામૂલ્યે લાભ લઈ શકશે.
- વધુ સ્ટોરેજ અને સ્પીડ: આમાં Gemini Omni એક્સેસ, સામાન્ય કરતાં 2x ઉપયોગ મર્યાદા (usage limit) અને 400GB ક્લાઉડ સ્ટોરેજ મળશે.
- YouTube Premium બંડલ: જાહેરાત-મુક્ત વીડિયો લેક્ચર્સ અને મ્યુઝિક સ્ટ્રીમિંગ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે Google AI Pro અને YouTube Premium ના બંડલ પર 70% સુધીનું મોટું ડિસ્કાઉન્ટ મળશે.
- વૈશ્વિક ઓફર: અમેરિકાના વિદ્યાર્થીઓને 5TB સ્ટોરેજ અને Gemini Spark સાથે Google AI Pro એક વર્ષ માટે ફ્રી મળશે. અન્ય દેશોના વિદ્યાર્થીઓને 400GB સ્ટોરેજ સાથે Google AI Plus નો લાભ મળશે.
નવું સ્ટુડન્ટ હબ, જેમિની ડીપ રિસર્ચ અને ડાયગ્નોસ્ટિક ક્વિઝ
વિદ્યાર્થીઓની અભ્યાસ પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે ગૂગલે નીચે મુજબના ફીચર્સ આપ્યાં છે.
- સ્માર્ટ સ્ટુડન્ટ હબ (Student Hub): આ વિદ્યાર્થીઓ માટેનું એક નવું વર્કસ્પેસ અથવા ડેસ્કબોર્ડ છે. અહીં વિદ્યાર્થીઓ તેમની સ્ટડી નોટબુક, ફ્લેશકાર્ડ્સ, ઇન્ટરેક્ટિવ ઇમેજ અને ગ્રાફ્સ વગેરે એક જ જગ્યાએ બનાવી શકશે.
- ડીપ રિસર્ચ અને ઇન્ટરેક્ટિવ ફીચર્સ: Gemini ની મદદથી વિદ્યાર્થીઓ વિષયોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકશે.
- ડાયગ્નોસ્ટિક ક્વિઝ (Diagnostic Quiz): આ ટૂલ વિદ્યાર્થીઓની ક્ષમતા તપાસશે, જેથી તેમને ખ્યાલ આવે કે કયો વિષય તેમનો મજબૂત છે અને કયા વિષયમાં હજુ વધુ મહેનતની જરૂર છે.
ગૂગલ સર્ચ, લેન્સ અને ક્લાસરૂમમાં નવા ફીચર્સ
- ગૂગલ સર્ચ અને લેન્સ: સાયન્સ કે મેથ્સના અઘરા સમીકરણો અને થિયરીને સરળતાથી સમજવા માટે ઇન્ટરેક્ટિવ વિઝ્યુઅલ્સ અને પ્રેક્ટિસ ક્વિઝ ઉપલબ્ધ થશે. ગૂગલ લેન્સ દ્વારા ફોટો પાડીને તરત જ કોન્સેપ્ટ સમજી શકાશે.
- શિક્ષકો માટે ગૂગલ ક્લાસરૂમ: શિક્ષકો હવે દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ અલગ લર્નિંગ પ્લાન બનાવી શકશે અને વાસ્તવિક સમયમાં (real-time) વિદ્યાર્થીની પ્રગતિ ટ્રેક કરીને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકશે.
ટેક્નોલોજી નહીં, અંગત માર્ગદર્શક
ગૂગલની આ નવી પહેલથી ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓને મોંઘા સાધનો વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે માત્ર એક ટેક્નોલોજી ન રહેતા વિદ્યાર્થીઓ માટે એક અંગત માર્ગદર્શક (Personal Tutor) બની રહ્યું છે.
ફ્રી ઓફર કેવી રીતે મળશે?
આ સુવિધા માટે યોગ્ય વિદ્યાર્થીઓ Google ના Gemini for Students પેજ પર જઈને પોતાની એલિજિબિલિટી ચકાસી શકે છે. ઓફર મેળવવા માટે વિદ્યાર્થીની ઓળખ અને કોલેજ સંબંધિત માહિતીનું વેરિફિકેશન જરૂરી હોઈ શકે છે. ભારતમાં યોગ્ય વિદ્યાર્થીઓ માટે આ ઓફર રિડીમ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2026 જણાવવામાં આવી છે.









