Science & Technology

AIના કારણે સાયબર ક્રાઇમ વધ્યા: 80 ટકા ફિશિંગ એટૅક્સમાં થાય છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ

By GS TEAM
26 Jun 20253 mins read
TukuTouch Logo
AIને કારણે હવે સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઈમમાં વધારો થયો છે. છેતરપિંડી કરનાર પાસે હવે AI ટૂલ્સ આવી ગયા છે, જેના કારણે તેઓ લોકોને પહેલાંથી વધુ ગંભીર રીતે છેતરી રહ્યાં છે. હાલમાં જ જાહેર થયેલા એક અહેવાલ મુજબ 80 ટકા ફિશિંગ એટૅક્સમાં હવે AIનો ઉપયોગ થાય છે. આ અહેવાલનું નામ છે ‘ધ સ્ટેટ ઓફ AI-પાવર્ડ સાયબર ક્રાઈમ: થ્રેટ એન્ડ મિટિગેશન રિપોર્ટ 2025’, જે ગ્લોબલ ઇનિશિએટિવ ફોર રીસ્ટ્રક્ચરિંગ એન્વાયરમેન્ટ એન્ડ મેનેજમેન્ટે ઓટોમોટિવ રિટેલ ટેક્નોલોજી કંપની ટેકીઓન સાથે મળીને તૈયાર કર્યો છે. એમાની માહિતી અનુસાર 82.6 ટકા ફિશિંગ ઇમેઇલ્સમાં AI ટૂલ્સનો ઉપયોગ થાય છે. એટલે દસમાંથી આઠ જેટલા ફિશિંગ એટૅક્સમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AIના કારણે સાયબર ક્રાઇમ વધ્યા: 80 ટકા ફિશિંગ એટૅક્સમાં થાય છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ

Cyber Crime Increase Because Of AI: AIને કારણે હવે સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઈમમાં વધારો થયો છે. છેતરપિંડી કરનાર પાસે હવે AI ટૂલ્સ આવી ગયા છે, જેના કારણે તેઓ લોકોને પહેલાંથી વધુ ગંભીર રીતે છેતરી રહ્યાં છે. હાલમાં જ જાહેર થયેલા એક અહેવાલ મુજબ 80 ટકા ફિશિંગ એટૅક્સમાં હવે AIનો ઉપયોગ થાય છે. આ અહેવાલનું નામ છે ‘ધ સ્ટેટ ઓફ AI-પાવર્ડ સાયબર ક્રાઈમ: થ્રેટ એન્ડ મિટિગેશન રિપોર્ટ 2025’, જે ગ્લોબલ ઇનિશિએટિવ ફોર રીસ્ટ્રક્ચરિંગ એન્વાયરમેન્ટ એન્ડ મેનેજમેન્ટે ઓટોમોટિવ રિટેલ ટેક્નોલોજી કંપની ટેકીઓન સાથે મળીને તૈયાર કર્યો છે. એમાની માહિતી અનુસાર 82.6 ટકા ફિશિંગ ઇમેઇલ્સમાં AI ટૂલ્સનો ઉપયોગ થાય છે. એટલે દસમાંથી આઠ જેટલા ફિશિંગ એટૅક્સમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે.

ફિશિંગ એટૅક્સમાં AIની ભૂમિકા

AIનો ઉપયોગ ફક્ત ઇમેઇલ લખવા સુધી સીમિત નથી રહ્યો. હવે તે રિયલ ડેશબોર્ડ બનાવવા, નવી ડોમેઈન બનાવવા અને ફિશિંગ માટે પેજો અથવા વેબસાઈટો તૈયાર કરવામાં પણ ઉપયોગી બને છે. જેના કારણે લોકો આ પ્રકારના એટૅક્સમાં સરળતાથી ફસાઈ જાય છે. આ અભ્યાસને કર્ણાટકના ડિરેક્ટર જનરલ એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, ડૉ. એમ.એ. સલીમે લોન્ચ કર્યો હતો. તેમણે જણાવ્યું કે AIના આધારે જે રીતે છેતરપિંડી વધી રહી છે, તેના વિશે લોકોને જાગૃત કરવી ખૂબ જરૂરી બની ગઈ છે.

2024માં સાયબર ક્રાઈમની ફરિયાદમાં વધારો

આ અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ભારતમાં સાયબર ક્રાઈમનો ખતરો વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોને મોટા પ્રમાણમાં નાણાકીય નુકસાન સહન કરવું પડી રહ્યું છે. 2023માં 15.56 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે 2024માં આ સંખ્યા 19.18 લાખ થઈ છે. 2019થી અત્યાર સુધીમાં આ પ્રમાણ દસગણું થયું છે. 2024માં ભારતીયોનું કુલ 22,812 કરોડ રૂપિયું જાય છેતરપિંડીના લીધે ગુમાવાયું છે, જે 2023માં 7,496 કરોડ અને 2022માં 2,306 કરોડ હતું.


ક્રિપ્ટો એટૅક્સના મામલે ભારત બીજા ક્રમે

આ રિપોર્ટ અનુસાર 2024માં ભારતમાં થયેલા ક્રિપ્ટો એટૅક્સની સંખ્યા દેશને દુનિયામાં બીજા ક્રમે મૂકે છે. ભારતમાં 95 ક્રિપ્ટો એટૅક્સ નોંધાયા છે, જ્યારે પ્રથમ ક્રમે અમેરિકા છે. ગયા વર્ષની તુલનામાં 2024માં મેલવેર 11%, રેન્સમવેર 22% અને ઇન્ટરનેટ જોડાયેલા ડિવાઇસીસ પરના સાયબર એટૅક્સ 59% વધ્યા છે. ક્રિપ્ટો એટૅક્સમાં તો આશરે 409%નો ઉછાળો નોંધાયો છે.

નાણાકીય છેતરપિંડી ઉપરાંત બ્લેકમેઇલમાં પણ વધારો

અહેવાલમાં આ પણ જણાવાયું છે કે હવે માત્ર છેતરપિંડી પૂરતી હદે નહીં, પરંતુ હેરેસમેન્ટ અને બ્લેકમેઇલ પણ કરવામાં આવી રહ્યો છે. આમાં ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ટાર્ગેટ કરવામાં આવે છે. કર્ણાટકના બેંગલોરમાં 77% સાયબર ક્રાઈમમાં વધારો થયો છે. ગ્રામિણ વિસ્તારોમાં પણ ફરિયાદોની સંખ્યા 2022ના 880થી વધીને 2024માં 1,600 થઈ ગઈ છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવી શકશો ફિલ્મ જેવો વીડિયો, જાણો શું છે આ નવી અપડેટમાં…

સામાધાન શું? જાગૃતિ, તાલીમ અને AI આધારિત રક્ષણાત્મક સાધનો જરૂરી

આ સમસ્યાનો સામનો કરવા માટે વિવિધ સ્તરે પ્રયાસો કરવાની જરૂર છે: વિદ્યાર્થીઓને સ્કૂલે ડિજિટલ છેતરપિંડી અંગે શિક્ષણ આપવું, પોલીસ દળોને તાલીમ આપવી અને ઑફિસોમાં લોકોને સાયબર સુરક્ષા અંગે જાણકારી આપવી. સાથે જ એવા AI આધારિત ટૂલ્સ વિકસાવવાની જરૂર છે, જે આ પ્રકારના એટૅક્સ સામે રક્ષણ આપે. એરટેલ, જિયો અને ગૂગલ જેવી કંપનીઓ આવા સાધનોના વિકાસમાં આગળ વધી રહી છે.