કોડિંગ વિના AI પ્રોમ્પ્ટથી જાતે જ બનાવો વીડિયો ગેમ્સ! મેટાની Pocket એપ લોન્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meta New App: સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. કંપનીએ ખૂબ જ શાંતિથી 'Pocket' નામની એક નવી એપ લોન્ચ કરી છે. આ એપની ખાસિયત એ છે કે યુઝર્સ માત્ર સિમ્પલ AI પ્રોમ્પ્ટ ટાઈપ કરીને નાની અને ઈન્ટરેક્ટિવ ગેમ્સ તેમજ અવનવા અનુભવો જાતે જ ક્રિએટ કરી શકશે. એટલે કે, હવે ગેમ બનાવવા માટે અઘરી કોડિંગ લેંગ્વેજ શીખવાની જરૂર નથી, માત્ર 'વાઈબ-કોડિંગ' દ્વારા જ મનપસંદ ગેમ તૈયાર થઈ જશે.
શું છે આ 'Pocket' એપ અને કઈ રીતે કરે છે કામ?
'Pocket' એપ યુઝર્સને માત્ર પ્રોમ્પ્ટ ટાઈપ કરીને નાની ગેમ્સ બનાવવાની સુવિધા જ નથી આપતી, પરંતુ તેમાં એક સ્ક્રોલેબલ ફીડ પણ આપવામાં આવ્યું છે. આ ફીડમાં યુઝર્સ અન્ય લોકો દ્વારા બનાવવામાં આવેલી ગેમ્સને જોઈ શકશે અને રમી પણ શકશે.
- મેટા દ્વારા આ એપ્લિકેશન પર કરવામાં આવતા ક્રિએશનને "gizmos" નામ આપવામાં આવ્યું છે.
- એપ પોતે પોતાને "ગીઝ્મોસ બનાવવા અને શેર કરવા માટેનું એક સર્જનાત્મક પ્લેટફોર્મ" ગણાવે છે.
આ એપને સૌથી પહેલા રિવર્સ એન્જિનિયર એલેસાન્ડ્રો પાલુઝીએ સ્પોટ કરી હતી અને 'X' પર પ્લે સ્ટોરનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. એક એપ ઈન્ટેલિજન્સ ફર્મના અહેવાલ મુજબ, આ એપ 29 જૂન 2026ના રોજ જ એપ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર પર ગુપ્ત રીતે લાઈવ થઈ ગઈ હતી.
સ્ટાર્ટઅપ 'Gizmo' સાથે કનેક્શન
મેટાએ આ એપ સંપૂર્ણપણે શરૂઆતથી બનાવી નથી. ચાલુ વર્ષની શરૂઆતમાં મેટાએ વાઈબ-કોડેડ ગેમિંગ પ્લેટફોર્મ 'Gizmo'ની ટીમને હસ્તગત કરી હતી અને આ એપ તે જ એક્વિઝિશનનું સીધું પરિણામ છે. ગીઝ્મોની ઓરિજિનલ એપ હજુ પણ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને આ બંને એપ્સમાં ઘણી સામ્યતાઓ છે. મેટાની નજરમાં આ સ્ટાર્ટઅપ આવવાનું મુખ્ય કારણ એ હતું કે ગીઝ્મોએ iOS અને Android પર 635,000થી વધુ ડાઉનલોડ્સ મેળવ્યા હતા અને તેનો પોઝિટિવ સેન્ટિમેન્ટ રેટિંગ 98% જેટલો ઊંચો હતો.
મેટાનો મોટો AI પ્લાન
'Pocket' એપ સામાન્ય યુઝર્સ સુધી AI ક્રિએશન ટૂલ્સ પહોંચાડવાના મેટાના બ્રોડર વિઝનનો એક ભાગ છે. કંપનીએ અગાઉ પણ ઘણા AI ટૂલ્સ લોન્ચ કર્યા છે:
- 1. Meta AI: AI જનરેટેડ ઈમેજીસ માટે.
- 2. Vibes: AI વીડિયો બનાવવા માટેની ખાસ એપ.
- 3. Edits: વીડિયો એડિટિંગ એપમાં AI ફીચર્સ.
હવે 'Pocket' દ્વારા મેટાએ ગેમિંગ અને ઈન્ટરેક્ટિવ એક્સપિરિયન્સના ક્ષેત્રમાં સીધો પ્રવેશ કર્યો છે, જે સ્પેસમાં અત્યાર સુધી મેટાનું કોઈ ચોક્કસ AI ટૂલ ઉપલબ્ધ નહોતું.
જોકે, મેટાએ હજુ સુધી આ એપ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે મીડિયાના સવાલોના જવાબ આપ્યા નથી. એપ જે રીતે ગુપચુપ લોન્ચ થઈ છે તે જોતા લાગે છે કે તે હાલમાં પ્રારંભિક પ્રાયોગિક તબક્કામાં છે અને તેની ગ્રાન્ડ ઓફિશિયલ જાહેરાત આગામી સમયમાં થઈ શકે છે.









