Artemis-2: ચંદ્રની આટલું નજીક પહોંચનારી પ્રથમ મહિલા! પૃથ્વીથી 4.50 લાખ કિમી દૂર જઈ ક્રિસ્ટિના કોચે રચ્યો ઈતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Artemis 2 Create History: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના આર્ટેમિસ-2 મિશનમાં સામેલ ક્રિસ્ટિના કોચે એક મહત્ત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ક્રિસ્ટિના પૃથ્વીથી સૌથી વધુ અંતર કાપનાર વિશ્વની પ્રથમ મહિલા બની છે. ક્રિસ્ટિના આ મિશન પર એક સ્પેશિયલિસ્ટ તરીકે ગઈ હતી. નાસાનું આ મિશન કુલ 10 દિવસ સુધી ચાલવાનું છે. આર્ટેમિસ-2 મિશનમાં ક્રિસ્ટિના સાથે રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર અને જેરેમી હેન્સન પણ સામેલ છે.
ઈતિહાસ રચનાર ક્ષણ
3 એપ્રિલે ક્રિસ્ટિના પૃથ્વીથી સૌથી વધુ અંતર કાપનાર વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ હતી. આ સાથે જ તે ચંદ્રની સૌથી નજીકથી પસાર થનાર પ્રથમ મહિલા પણ બની ગઈ છે. લગભગ પાંચ દાયકાઓ બાદ અમેરિકા દ્વારા માનવ સહીત શરૂ કરાયેલું આ મિશન ઐતિહાસિક માનવામાં આવે છે. આ મિશનમાં સામેલ અંતરિક્ષયાત્રીઓ ઓરિયન સ્પેસક્રાફ્ટમાં બેસીને ચંદ્રની નજીકથી પસાર થશે.
ચંદ્ર સુધીની સફર
આ ટીમ ચંદ્રની આસપાસથી પસાર થતા પૃથ્વીથી અંદાજે 4 લાખ 55 હજાર 864 કિલોમીટરનું અંતર કાપશે, પરંતુ ચંદ્રની સપાટી પર ઉતરશે નહીં. મિશનને હજુ માત્ર 4 દિવસ જ થયા છે, છતાં ક્રિસ્ટિના કોચે પહેલેથી જ પૃથ્વીથી સૌથી વધુ અંતર કાપનાર તમામ મહિલા અંતરિક્ષયાત્રીઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધી મોટાભાગની મહિલાઓ પૃથ્વીની નીચલી કક્ષામાં જ મર્યાદિત રહી હતી.
ટ્રાન્સ-લૂનર ઇન્જેક્શન તબક્કો
આર્ટેમિસ-2માં સામેલ ઓરિયન સ્પેસક્રાફ્ટ હાલમાં ‘ટ્રાન્સ-લૂનર ઇન્જેક્શન’ તબક્કામાં છે. સરળ ભાષામાં કહીએ તો સ્પેસક્રાફ્ટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ક્રિસ્ટિના કોચ ઉપરાંત આ મિશનમાં સામેલ અન્ય અંતરિક્ષયાત્રીઓ પણ નવો રેકોર્ડ બનાવશે. આ તમામ સભ્યો માનવયુક્ત અંતરિક્ષ સ્પેસક્રાફ્ટ દ્વારા પૃથ્વીથી સૌથી વધુ અંતર કાપનાર પ્રથમ ગ્રુપ બનશે.
એપોલો-13નો રેકોર્ડ તૂટ્યો
આ પહેલાં આ રેકોર્ડ ‘એપોલો-13’ મિશનના નામે હતો, જે નાસાએ વર્ષ 1969માં લોન્ચ કર્યું હતું. ઓરિયન સ્પેસક્રાફ્ટ ખાસ કરીને આ પ્રકારના મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષના ઊંડાણ સુધી લઈ જઈ શકાય. ઓરિયનમાં ‘ક્રૂ મોડ્યુલ’ છે, જ્યાં અંતરિક્ષયાત્રીઓ રહે છે. તેમજ ‘સર્વિસ મોડ્યુલ’ છે, જ્યાંથી વીજળી, પાણી અને હવા જેવી સુવિધાઓ મળે છે.
ક્રિસ્ટિના કોચનો અગાઉનો રેકોર્ડ
ક્રિસ્ટિના કોચના નામે પહેલાથી જ એક વધુ મોટો રેકોર્ડ છે. તેઓ અંતરિક્ષમાં 328 દિવસ વિતાવનાર પ્રથમ મહિલા બની ચૂકી છે.









