Science & Technology

પોતાને નુકસાન પહોંચાડનાર વ્યક્તિઓ વિશે હવેથી ChatGPT ટ્રસ્ટેડ કોન્ટેક્ટને સંપર્ક કરશે, જાણો કેવી રીતે…

By GS Team
8 May 20263 mins read
TukuTouch Logo
OpenAIએ ChatGPTમાં “ટ્રસ્ટેડ કોન્ટેક્ટ” નામનું એક નવું સેફ્ટી ફીચર રજૂ કર્યું છે. આ ટૂલ એડલ્ટ યુઝર્સને માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત ચિંતાઓ માટે એક ઇમરજન્સી સંપર્ક પસંદ કરવાની સુવિધા આપે છે. જો OpenAIની સિસ્ટમને એવું લાગે કે કોઈ યુઝરે ચેટબોટ સાથે પોતાને નુકસાન પહોંચાડવાની અથવા આત્મહત્યાને લગતી વાતચીત કરી છે, તો ChatGPT પહેલા યુઝરને મદદ માટે સંપર્ક કરવા પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ વિશેષ તાલીમ પ્રાપ્ત રિવ્યુઅર્સની નાની ટીમ સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન કરશે. જો આ સમીક્ષા દરમિયાન ગંભીર સુરક્ષા સંબંધિત ચિંતા જણાશે, તો ટ્રસ્ટેડ કોન્ટેક્ટને જાણ કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોતાને નુકસાન પહોંચાડનાર વ્યક્તિઓ વિશે હવેથી ChatGPT ટ્રસ્ટેડ કોન્ટેક્ટને સંપર્ક કરશે, જાણો કેવી રીતે…

ChatGPT Safety Feature: OpenAIએ ChatGPTમાં ટ્રસ્ટેડ કોન્ટેક્ટ નામનું એક નવું સેફ્ટી ફીચર રજૂ કર્યું છે. આ ટૂલ એડલ્ટ યુઝર્સને માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત ચિંતાઓ માટે એક ઇમરજન્સી સંપર્ક પસંદ કરવાની સુવિધા આપે છે. જો OpenAIની સિસ્ટમને એવું લાગે કે કોઈ યુઝરે ચેટબોટ સાથે પોતાને નુકસાન પહોંચાડવાની અથવા આત્મહત્યાને લગતી વાતચીત કરી છે, તો ChatGPT પહેલા યુઝરને મદદ માટે સંપર્ક કરવા પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ વિશેષ તાલીમ પ્રાપ્ત રિવ્યુઅર્સની નાની ટીમ સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન કરશે. જો આ સમીક્ષા દરમિયાન ગંભીર સુરક્ષા સંબંધિત ચિંતા જણાશે, તો ટ્રસ્ટેડ કોન્ટેક્ટને જાણ કરવામાં આવશે.

ટ્રસ્ટેડ કોન્ટેક્ટ કેવી રીતે સેટ કરવો?

ટ્રસ્ટેડ કોન્ટેક્ટ ફીચર એક ઓપ્ટ-ઇન સર્વિસ છે, જેને કોઈપણ એડલ્ટ ChatGPT યુઝર ચાલુ કરી શકે છે. તેના માટે યુઝરે પોતાના ChatGPT એકાઉન્ટ સેટિંગ્સમાં અન્ય કોઈ એડલ્ટ વ્યક્તિની માહિતી આપવાની રહેશે. દક્ષિણ કોરિયામાં આ માટે ઉંમર મર્યાદા 19 વર્ષ છે, જ્યારે અન્ય દેશોમાં 18 વર્ષ રાખવામાં આવી છે. પસંદ કરાયેલા ટ્રસ્ટેડ કોન્ટેક્ટએ એક અઠવાડિયામાં આમંત્રણ સ્વીકારવું પડશે. યુઝર કોઈપણ સમયે પોતાના પસંદ કરેલા સંપર્કમાં ફેરફાર કરી શકે છે અથવા તેને દૂર કરી શકે છે. ટ્રસ્ટેડ કોન્ટેક્ટ પણ ઇચ્છે ત્યારે આ સેવા છોડવાની પસંદગી કરી શકે છે.

ટ્રસ્ટેડ કોન્ટેક્ટને ચેટની વિગતો નહીં મળે

OpenAIએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રસ્ટેડ કોન્ટેક્ટને મોકલાતી સૂચનાઓ જાણબૂઝીને મર્યાદિત રાખવામાં આવી છે અને તેમાં ચેટની વિગતો અથવા ટ્રાન્સક્રિપ્ટ સામેલ નહીં હોય. જો કોઈ યુઝર પોતાને નુકસાન પહોંચાડવાની વાત કરે તો ChatGPT તેને પોતાના ટ્રસ્ટેડ કોન્ટેક્ટનો સંપર્ક કરવાની સલાહ આપશે અને સાથે એ પણ જણાવી દેશે કે જરૂરી જણાશે તો તેના સંપર્કને સૂચના મોકલવામાં આવી શકે છે. OpenAIની વિશેષ તાલીમ પ્રાપ્ત ટીમ આવા કેસોની સમીક્ષા કરશે અને ગંભીર સુરક્ષા ચિંતા જણાશે તો ઇમેઇલ, ટેક્સ્ટ મેસેજ અથવા ઇન-ઍપ નોટિફિકેશન મોકલશે.

માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કેસો વચ્ચે આવ્યું નવું ફીચર

ટ્રસ્ટેડ કોન્ટેક્ટ ફીચર એવા સમયે રજૂ કરવામાં આવ્યું છે જ્યારે AI કંપનીઓ પર ચેટબોટ સેફ્ટી, ઇમોશનલ નિર્ભરતા અને સંકટ સમયે આપવામાં આવતા જવાબને લઈને વધતી તપાસ થઈ રહી છે. કેટલીક કાનૂની અરજીઓમાં ChatGPT પર ઇમોશનલ રીતે નબળા યુઝર્સને પોતાને નુકસાન કરવાની અથવા આત્મહત્યા તરફ દોરવાના આરોપો પણ લગાવવામાં આવ્યા હતાં. OpenAIએ જણાવ્યું છે કે દરેક ગંભીર એલર્ટની સમીક્ષા માનવીય રિવ્યુઅર દ્વારા કરવામાં આવશે અને સામાન્ય રીતે એક કલાકની અંદર કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: App Storeમાંથી એપ હટાવવા બદલ Apple સામે કેસ, એક સાથે વિવિધ દેશમાં કરવામાં આવ્યાં કેસ…

માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહથી વિકસાવાયું ફીચર

ટ્રસ્ટેડ કોન્ટેક્ટ ફીચર વિકસાવવા માટે માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ ક્ષેત્રે કાર્યરત ક્લિનિશિયન, સંશોધકો અને સંસ્થાઓ સાથે સહયોગ કરવામાં આવ્યો હતો. OpenAIના Global Physicians Networkમાં સામેલ 60 દેશોના 260થી વધુ લાઇસન્સ પ્રાપ્ત ડૉક્ટર્સ તેમજ વેલ-બીઇંગ એન્ડ AI એક્સપર્ટ કાઉન્સિલે પણ આ પહેલમાં યોગદાન આપ્યું હતું. ફીચર ડેવલપમેન્ટ દરમિયાન કંપનીએ American Psychological Association જેવી બાહ્ય સંસ્થાઓ સાથે પણ મળીને કામ કર્યું હતું.