Science & Technology

ચેટજીપીટીના ફીચરનો ઉપયોગ કરો વોટ્સએપમાં, આ રીતે કરી શકશો ઇમેજ જનરેટ...

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
OpenAIના ચેટજીપીટીનું ફીચર હવે વોટ્સએપમાં ઉપલબ્ધ થયું છે. ચેટજીપીટી તેના ઈમેજ જનરેશન ફીચર માટે દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત થયું છે. ચેટજીપીટીને કમાન્ડ આપી અથવા યુઝર પોતાનો ફોટો અપલોડ કરીને કોઈપણ રૂપમાં કન્વર્ટ કરી શકે છે. આ ફીચર હવે વોટ્સએપ યુઝર્સ પણ ઉપયોગ કરી શકશે, એટલે કે તેઓ સીધા વોટ્સએપમાં ચેટજીપીટીનો ઉપયોગ કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેટજીપીટીના ફીચરનો ઉપયોગ કરો વોટ્સએપમાં, આ રીતે કરી શકશો ઇમેજ જનરેટ...

ChatGPT Image Generation in WhatsApp: OpenAIના ચેટજીપીટીનું ફીચર હવે વોટ્સએપમાં ઉપલબ્ધ થયું છે. ચેટજીપીટી તેના ઈમેજ જનરેશન ફીચર માટે દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત થયું છે. ચેટજીપીટીને કમાન્ડ આપી અથવા યુઝર પોતાનો ફોટો અપલોડ કરીને કોઈપણ રૂપમાં કન્વર્ટ કરી શકે છે. આ ફીચર હવે વોટ્સએપ યુઝર્સ પણ ઉપયોગ કરી શકશે, એટલે કે તેઓ સીધા વોટ્સએપમાં ચેટજીપીટીનો ઉપયોગ કરી શકે છે.

કેવી રીતે ઉપયોગ કરશો?

ચેટજીપીટીનો ઉપયોગ વોટ્સએપ પર કરવા માટે, સૌથી પહેલાં તેનુ નંબર સેવ કરવું પડશે. ચેટજીપીટીનો નંબર 1800-242-8478 છે. આ નંબર સેવ કર્યા બાદ, વોટ્સએપમાં જઈને આ નંબરની ચેટ ઓપન કરવી. ત્યાર બાદ, કમાન્ડ આપીને OpenAIનું એકાઉન્ટ લિંક કરવું. ત્યાર પછી, ટેક્સ્ટ કમાન્ડ દ્વારા ઈમેજ જનરેટ કરી શકાશે. આ માટે ચેટજીપીટીની એપ્લિકેશન વાપરવાની જરૂર નથી. ચેટજીપીટીનું DALL-E મોડલ યુઝર માટે ફોટો જનરેટ કરી દેશે.

આ પણ વાંચો: બ્લેકબેરી ફરી કમબેક કરી શકે? ક્વાર્ટી કીબોર્ડ અને એન્ડ્રોઇડ સાથે લોન્ચ થશે...

મેટા AI સાથે ટક્કર

આ અપડેટ પછી, હવે ચેટજીપીટી સીધા મેટા AI સાથે સ્પર્ધા કરી રહ્યું છે. મેટા AI પણ વોટ્સએપમાં ઈમેજ જનરેટ કરવાની સુવિધા આપે છે, જે પહેલેથી ઉપલબ્ધ હતી. ચેટજીપીટી હવે આ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે, અને યુઝર્સ માટે બન્ને વિકલ્પો ખુલ્લા છે. તેઓ જે વધુ સરળ અને સજ્જ રહે તે પસંદ કરી શકે.