Mumbai

VIDEO: શાહી પ્રોટોકોલ છોડી મુંબઈમાં ગલી ક્રિકેટ રમ્યા પ્રિન્સ વિલિયમ અને કેટ, ચા-સ્ટ્રીટ ફૂડની પણ મજા માણી

By GS Team
16 Nov 20262 mins read
TukuTouch Logo
બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન 3 દિવસના ભારત પ્રવાસે મુંબઈ પહોંચ્યા હતા. પ્રવાસની શરૂઆતમાં તેમણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે મુંબઈની શેરીઓમાં 'ગલી ક્રિકેટ' રમી હતી. શાહી દંપતીએ શાળાની વિદ્યાર્થિનીઓ સાથે બેટ-બોલનો આનંદ લીધો હતો. તેમણે બેલાર્ડ એસ્ટેટની મુલાકાત લઈ કુલ્હડ ચા અને સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: શાહી પ્રોટોકોલ છોડી મુંબઈમાં ગલી ક્રિકેટ રમ્યા પ્રિન્સ વિલિયમ અને કેટ, ચા-સ્ટ્રીટ ફૂડની પણ મજા માણી

Prince William and Kate Middleton Play Gully Cricket with Sachin Tendulkar in Mumbai | જ્યારે બ્રિટનના ભાવિ રાજા અને રાણી મુંબઈની ઐતિહાસિક ગલીઓમાં ઉતરે અને તેમની સાથે 'ક્રિકેટના ભગવાન' સચિન તેંડુલકર હોય, ત્યારે નજારો કેવો હોય? સોમવારે મુંબઈમાં કંઈક આવું જ અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું. બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન પોતાના 3 દિવસના ભારત પ્રવાસની શરૂઆતમાં જ શાહી પ્રોટોકોલથી દૂર મુંબઈની અસલી સ્ટ્રીટ લાઇફનો આનંદ માણતાં જોવા મળ્યા હતા. '2026 અર્થશોટ પ્રાઇઝ'ના કાર્યક્રમ માટે ભારત આવેલા પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સે પ્રવાસના પહેલા જ દિવસે મુંબઈની સડકો પર ક્રિકેટ, કુલ્હડ ચા અને સ્ટ્રીટ ફૂડની મજા માણી હતી.

સચિન તેંડુલકર અને સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે 'ગલી ક્રિકેટ'

સોમવારે સવારે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકર અને સ્કૂલના બાળકો સાથે મળીને મુંબઈમાં 'ગલી ક્રિકેટ' રમી હતી. બેટ અને બોલ હાથમાં લઈને શાહી દંપતીએ યુવા ક્રિકેટરો સાથે ખૂબ જ હળવાશથી રમતનો આનંદ માણ્યો હતો.

બેલાર્ડ એસ્ટેટની સફર, 'કુલ્હડ' ચા અને સ્ટ્રીટ ફૂડનો સ્વાદ

સામાન્ય હાઈ-પ્રોફાઈલ પ્રવાસથી અલગ, સચિન તેંડુલકર શાહી દંપતીને મુંબઈના પ્રવાસી સ્થળો ઉપરાંત શહેરની અસલી સંસ્કૃતિનો પરિચય કરાવવા લઈ ગયા હતા. ત્રણેય મુંબઈના ઐતિહાસિક બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સાથે ફરતા જોવા મળ્યા હતા. તેઓ ભારતના સૌથી જૂના ફોટોગ્રાફી સ્ટુડિયો પૈકીના એક 'હેમિલ્ટન સ્ટુડિયોઝ'ની બહાર પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે મુંબઈના લોકલ સ્ટ્રીટ ફૂડ અને 'કુલ્હડ' ચાનો સ્વાદ પણ માણ્યો હતો.

10 વર્ષ બાદ ફરી તાજી થઈ 2016ની યાદો

પ્રિન્સ વિલિયમ અને કેટનો મુંબઈ અને ક્રિકેટ સાથેનો સંબંધ એક દાયકો જૂનો છે. આ પહેલા એપ્રિલ 2016માં જ્યારે તેઓ તેમના પ્રથમ સત્તાવાર ભારત પ્રવાસે આવ્યા હતા, ત્યારે પણ તેમણે મુંબઈમાં સ્થાનિક બાળકો સાથે સ્ટ્રીટ ક્રિકેટ રમી હતી.

2024ની બીમારી બાદ પ્રિન્સેસ કેટનો સૌથી મોટો વિદેશ પ્રવાસ

પ્રિન્સેસ કેટ મિડલટન માટે આ ભારત પ્રવાસ વ્યક્તિગત રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. 2024માં પ્રિવેન્ટિવ કીમોથેરાપી કરાવ્યા બાદ આ તેમનો સૌથી મોટો અને હાઇ-પ્રોફાઇલ વિદેશ પ્રવાસ છે.
પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ મુખ્યત્વે 'અર્થશોટ પ્રાઇઝ'ની છઠ્ઠી એડિશન માટે ભારત આવ્યા છે. પર્યાવરણની સૌથી મોટી સમસ્યાઓના નવીન ઉકેલો શોધવા અને તેને ટેકો આપવા માટે પ્રિન્સ વિલિયમે 2020માં આ પહેલ શરૂ કરી હતી. બુધવારે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સાથે તેમના 3 દિવસના પ્રવાસનું સમાપન થશે.