Science & Technology

એપલ યુઝર્સને લાગશે મોટો ઝટકો: મફત નહીં રહે Apple AI, iCloud Plusમાં નવા પેઇડ પ્લાન લાવવાના આપ્યા સંકેત…

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
એપલ યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર છે. કંપની તેના AI ફીચર્સના વધુ પડતા ઉપયોગ માટે iCloud Plusમાં નવો પેઇડ પ્લાન લાવશે. આગામી iOS 27 સાથે હાઈટેક Siri AI લોન્ચ થશે, જે યુઝર્સની સ્ક્રીન પરની માહિતી સમજીને પ્રશ્નોના જવાબ આપશે. આ પગલું એપલની સર્વિસ રેવન્યુ, જે $30.74 બિલિયનને પાર કરી છે, તેમાં વધારો કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપલ યુઝર્સને લાગશે મોટો ઝટકો: મફત નહીં રહે Apple AI, iCloud Plusમાં નવા પેઇડ પ્લાન લાવવાના આપ્યા સંકેત…

No More Free Apple AI: ગ્લોબલ ટેક જાયન્ટ એપલના યુઝર્સ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. એપલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સનો વ્યાપક ઉપયોગ કરનારા લોકો માટે આગામી સમયમાં ખિસ્સા હળવા કરવા પડી શકે છે. એપલ કંપની દ્વારા સંકેત આપવામાં આવ્યાં છે કે, જે યુઝર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ પર ભારે નિર્ભર છે, તેમના માટે iCloud Plusમાં એક નવો પેઇડ ટીયર એટલે કે પ્રીમિયમ ચાર્જેબલ પ્લાન રજૂ કરવામાં આવી શકે છે. ગુરુવારે યોજાયેલી અર્નિંગ કોલ દરમિયાન ટીમ કૂકે જણાવ્યું હતું કે, આગામી સમયમાં લોકો 'Apple Intelligence' અને અપકમિંગ 'Siri AI'નો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરશે તેવી આશા છે. આ જ કારણસર કંપની iCloud Plusમાં અપગ્રેડના નવા વિકલ્પો લાવશે, જ્યાં યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ હાયર પ્લાન્સ ખરીદી શકશે.

આગામી iOS 27 સાથે લોન્ચ થશે નવું Siri AI

લાંબા સમયના વિલંબ બાદ, એપલ આ શરદ ઋતુમાં પોતાના નવા ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ iOS 27ની સાથે હાઈટેક 'Siri AI' લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ નવું એડવાન્સ ફીચર યુઝર્સની સ્ક્રીન પર દેખાતી માહિતીને સમજીને તેનાથી સંબંધિત પ્રશ્નોના જવાબો આપી શકશે. આ ઉપરાંત, તે અલગ-અલગ એપ્સમાં જઈને યુઝર્સ વતી કમાન્ડ્સ પણ એક્ઝિક્યુટ કરી શકશે. એટલું જ નહીં, આ ફીચર અંતર્ગત Siri AI માટે એક સ્વતંત્ર એપ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે યુઝર્સને લોકપ્રિય ChatGPT જેવું જ સ્માર્ટ ઇન્ટરફેસ પ્રદાન કરશે.

વધુ પડતા વપરાશ પર લાગશે ડેઇલી લિમિટ

આ પૂર્વે જૂન મહિનામાં એપલે ખુલાસો કર્યો હતો કે, ઇમેજ જનરેશન સહિતના તેના એડવાન્સ AI ફીચર્સ પાવરફુલ સર્વર મોડલ્સ પર કામ કરે છે, જેના કારણે તેના પર 'ડેઇલી યુઝેજ લિમિટ' લાગુ કરવામાં આવી છે. કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે તેના મોટાભાગના iCloud Plus પ્લાન્સમાં યુઝર્સને આ AI ફીચર્સના વધુ વપરાશની છૂટ આપવામાં આવી છે. જોકે, હવે જે યુઝર્સ મર્યાદા કરતા ઘણો વધારે અને પ્રોફેશનલ સ્તરે AIનો ઉપયોગ કરવા માંગે છે, તેમના માટે કંપની નવા મોંઘા પ્લાન્સ સેટ કરવાનું વિચારી રહી છે.

એપલની સર્વિસ રેવન્યુ $30.74 બિલિયનને પાર

સબ્સ્ક્રિપ્શન મોડલ એપલ માટે કમાણીનો નવો ગ્રોથ એન્જિન સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જ એપલના સર્વિસ બિઝનેસની (જેમાં iCloud Plus, Apple TV અને Apple One જેવી સબ્સ્ક્રિપ્શન સેવાઓ સામેલ છે) કમાણી રેકોર્ડબ્રેક $30.74 બિલિયન પર પહોંચી ગઈ છે. આ આંકડો સ્પષ્ટ દર્શાવે છે કે સબ્સ્ક્રિપ્શન આધારિત મોડલ એપલ જેવી વૈશ્વિક ટેક કંપનીઓ માટે કેટલી મોટી કમાણી કરાવી શકે છે. હવે જો કંપની iCloud Plusમાં નવો AI પેઇડ પ્લાન લાવશે, તો આગામી દિવસોમાં કંપનીની આવકમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.