Science & Technology

ટીનેજર સેલ્ફ-હાર્મ અને સુસાઈડ વિશે સર્ચ કરશે તો પેરન્ટ્સને એલર્ટ કરશે ઇન્સ્ટાગ્રામ, જાણો વિગત…

By GS Team
27 Feb 20262 mins read
TukuTouch Logo
ઇન્સ્ટાગ્રામે જાહેરાત કરી છે કે જો કોઈ ટીનેજર વારંવાર સુસાઈડ અથવા સેલ્ફ-હાર્મ જેવા શબ્દો શોધશે તો તેના માતા-પિતાને એલર્ટ કરવામાં આવશે. આ એલર્ટ્સ પ્લેટફોર્મના પેરેન્ટલ સુપરવિઝન પ્રોગ્રામનો એક ભાગ છે. આ ફીચર આવતા અઠવાડિયાથી અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં શરૂ કરવામાં આવશે. આ પગલું સોશિયલ મીડિયા દ્વારા મેન્ટલ હેલ્થ પર થતી અસર અને યુવાન વપરાશકર્તાઓની સુરક્ષાને લઈને જે ચિંતા કરવામાં આવી રહી છે એને જોઈને લેવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીનેજર સેલ્ફ-હાર્મ અને સુસાઈડ વિશે સર્ચ કરશે તો પેરન્ટ્સને એલર્ટ કરશે ઇન્સ્ટાગ્રામ, જાણો વિગત…

Instagram New Feature: ઇન્સ્ટાગ્રામે જાહેરાત કરી છે કે જો કોઈ ટીનેજર વારંવાર સુસાઈડ અથવા સેલ્ફ-હાર્મ જેવા શબ્દો શોધશે તો તેના માતા-પિતાને એલર્ટ કરવામાં આવશે. આ એલર્ટ્સ પ્લેટફોર્મના પેરેન્ટલ સુપરવિઝન પ્રોગ્રામનો એક ભાગ છે. આ ફીચર આવતા અઠવાડિયાથી અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં શરૂ કરવામાં આવશે. આ પગલું સોશિયલ મીડિયા દ્વારા મેન્ટલ હેલ્થ પર થતી અસર અને યુવાન વપરાશકર્તાઓની સુરક્ષાને લઈને જે ચિંતા કરવામાં આવી રહી છે એને જોઈને લેવામાં આવ્યું છે.

એલર્ટ્સ કેવી રીતે કામ કરશે?

આ ફીચર માતા-પિતા દ્વારા તેમનો સંપર્ક કરવા માટે જે માહિતી આપવામાં આવી હશે એટલે કે ઈમેલ, ટેક્સ્ટ અથવા વોટ્સએપ દ્વારા એલર્ટ મોકલવામાં આવશે. આ નોટિફિકેશન્સ સાથે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની અંદર પણ એલર્ટ આપશે અને માતા-પિતાને તેમના બાળકો સાથે સંવેદનશીલ વિષયો પર કેવી રીતે ચર્ચા કરવી એ અંગે માહિતી પણ પૂરી પાડશે. કંપનીએ જણાવ્યું છે કે આ નોટિફિકેશન્સ વારંવાર મોકલવામાં નહીં આવે કારણ કે વધારે ઉપયોગથી તેની અસરકારકતા ઘટી શકે છે.

સુસાઈડ અને સેલ્ફ-હાર્મ કન્ટેન્ટ માટેનું સર્ચ બ્લોક કરશે ઇન્સ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સુસાઈડ અને સેલ્ફ-હાર્મ કન્ટેન્ટ માટેના સર્ચને બ્લોક કરી રહ્યાં છે. તેના બદલે પ્લેટફોર્મ વપરાશકર્તાઓને સહાય પૂરી પાડનારા સોર્સ અને હેલ્પલાઇન્સ તરફ દોરી જશે. કંપનીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે ‘મોટાભાગના ટીનેજર ઇન્સ્ટાગ્રામ પર સુસાઈડ અને સેલ્ફ-હાર્મ કન્ટેન્ટ શોધવાનો પ્રયાસ નથી કરતા.’ આ એલર્ટ્સનો હેતુ એ છે કે જો ટીનેજર આ વિશે સર્ચ કરી રહ્યાં હોય તો તેમને મદદની જરૂર છે અને એ માટે માતા-પિતાને સશક્ત બનાવવામાં આવે.

મેટાના AI ચેટબોટ્સ માટે પણ આ જ સિસ્ટમ

ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ પણ આ વર્ષે તેના AI ચેટબોટ્સ માટે સમાન એલર્ટ સિસ્ટમ રજૂ કરવાની જાહેરાત કરી છે. હાલ આ સુવિધા માત્ર પેરન્ટ્સ અને ટીનેજરો માટે ઉપલબ્ધ છે જેઓ સુપરવિઝનમાં જોડાયા છે. જોકે ઇન્સ્ટાગ્રામની આ એલર્ટ સુવિધા આ વર્ષે અન્ય દેશોમાં પણ જાહેર કરવામાં આવશે. મેન્ટલ હેલ્થ પર થતી અસર અને યુઝર્સના સારા જીવનને ધ્યાનમાં રાખીને જે પણ ચિંતાઓ લોકો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે એનો ઉકેલ લાવવા માટે મેટા સતત પ્રયત્નો કરી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની સાથે મેટા હવે તેમના દરેક પ્લેટફોર્મ પર આ સિસ્ટમને રજૂ કરશે.

આ પણ વાંચો: AI એક્સપર્ટ રુઓમિંગ પાંગ OpenAI માં જોડાયા, મેટામાં ₹1800 કરોડથી વધુનું પેકેજ હતું

સુસાઈડના વિચારો આવે તો મદદ લો

જો તમને અથવા તમારા ઓળખીતાને સુસાઈડના વિચારો આવી રહ્યા હોય તો જે-તે વ્યક્તિ સુસાઈડ નિવારણ કાઉન્સેલિંગ માટે અન્ય પાસે મદદ માગી શકે છે. આ માટે સરકાર અને કંપનીઓ તેમજ નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘણી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.