ભારતમાં Apple Payની સત્તાવાર એન્ટ્રી: કેવી રીતે કામ કરશે, કયા કાર્ડ ચાલશે અને પેમેન્ટના નિયમો શું છે? જાણો સંપૂર્ણ વિગત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Apple Pay Launches In India With Axis Bank Cards: ભારતના આઈફોન યુઝર્સ માટે બુધવાર, 30 સપ્ટેમ્બરના રોજ Apple Payની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ સર્વિસ શરૂ થવાથી હવે આઈફોનને કોન્ટેક્ટલેસ કાર્ડ તરીકે વાપરીને સ્ટોર્સ, એપ્સ અને વેબસાઈટ્સ પર સરળતાથી ચુકવણી કરી શકાશે. જોકે, શરૂઆતના તબક્કે આ સર્વિસ અમુક ચોક્કસ મર્યાદાઓ સાથે આવી છે. Apple Payના ઉપયોગને લઈને જરૂરી મુખ્ય સવાલો અને તેના જવાબો નીચે મુજબ છે:
ભારતમાં કયા કાર્ડ્સ સપોર્ટ કરશે?
શરૂઆતના તબક્કે Apple Pay માત્ર Axis Bank દ્વારા જારી કરાયેલા વિઝા અને માસ્ટરકાર્ડ ક્રેડિટ કાર્ડ્સને જ સપોર્ટ કરે છે. એક્સિસ બેંક ભારતમાં પોતાના ગ્રાહકોને આ સુવિધા આપનારી પ્રથમ બેંક બની છે. Apple દ્વારા HDFC Bank અને ICICI Bank જેવી અન્ય મોટી બેંકો સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેમની સાથે અંતિમ કરાર થયા નથી.
શું RuPay કાર્ડ વાપરી શકાશે?
હાલના તબક્કે RuPay કાર્ડ્સ Apple Pay પર સપોર્ટેડ નથી. અત્યારે માત્ર પસંદગીના એક્સિસ બેંક વિઝા અને માસ્ટરકાર્ડ ક્રેડિટ કાર્ડ્સ જ ઉપયોગમાં લઈ શકાશે.
શું Apple Payમાં UPI કામ કરશે?
ના, Apple Payની આ શરૂઆત સંપૂર્ણપણે ક્રેડિટ કાર્ડ આધારિત છે. તે UPIનું સ્થાન લેતી નથી. એક અહેવાલ મુજબ, શરૂઆતના તબક્કે UPI ફીચર Apple Payનો ભાગ નથી. યુઝર્સ હાલ યોગ્ય કાર્ડ્સ મારફતે જ સ્ટોર્સ, એપ્સ અને ઓનલાઈન ખરીદી કરી શકશે.
કયા Apple ડિવાઈસ પર આ સુવિધા મળશે?
ભારતમાં લોન્ચિંગ સમયે Apple Payનો ઉપયોગ iPhone, iPad અને Apple Watch પર થઈ શકશે. Appleના જણાવ્યા મુજબ, Mac કમ્પ્યુટર્સ માટે આ સપોર્ટ ટૂંક સમયમાં લાવવામાં આવશે.
બેંકનું કાર્ડ કેવી રીતે એડ કરવું?
Apple Payમાં તમારું સપોર્ટેડ કાર્ડ ઉમેરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:
- તમારા iPhone પર ઇન-બિલ્ટ Wallet એપ ઓપન કરો.
- સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે આવેલા '+' (Add) બટન પર ટેપ કરો.
- આપેલા વિકલ્પોમાંથી Debit or Credit Card સિલેક્ટ કરો અને Continue પર ક્લિક કરો.
- તમારા કાર્ડને iPhoneના કેમેરા સામે રાખીને ઓટોમેટિક સ્કેન કરો, અથવા Enter Card Details Manually પર ટેપ કરીને કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને CVV જાતે ટાઈપ કરો.
- કાર્ડ ઉમેર્યા બાદ તમારી બેંક કાર્ડની સુરક્ષા ચકાસણી કરશે. તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરવા અથવા બેંકની મોબાઈલ એપ મારફતે મંજૂરી આપવા માટે કહેવામાં આવશે.
- વેરિફિકેશન સફળ થતાં જ સ્ક્રીન પર કન્ફર્મેશન મેસેજ દેખાશે અને કાર્ડ Apple Walletમાં એડ થઈ જશે.
- કાર્ડ એરર: જો કાર્ડ એડ કરતી વખતે "Could Not Add Card" અથવા "Invalid Card" જેવો એરર મેસેજ દેખાય, તો કાર્ડ પર ઈન્ટરનેશનલ/ટોકનાઈઝેશન સુવિધા ચાલુ છે કે નહીં તે માટે બેંકનો સંપર્ક કરવો.
- Apple Watch સેટઅપ: જો તમે Apple Watchમાં કાર્ડ વાપરવા માંગતા હોવ, તો આઈફોનમાં રહેલી Watch App ખોલી તેમાં Wallet & Apple Pay સેક્શનમાં જઈને આ જ રીતે કાર્ડ એડ કરી શકો છો.
- જો "Could Not Add Card" કે "Invalid Card" જેવો મેસેજ દેખાય તો બેંકનો સંપર્ક કરવો.
Apple Payનો ઉપયોગ ક્યાં-ક્યાં થઈ શકશે?
ભારતમાં ભાગીદારી ધરાવતા સ્ટોર્સ, એપ્લિકેશન્સ અને વેબસાઈટ્સ પર Apple Pay કામ કરશે. ફિઝિકલ સ્ટોર્સ પર ચૂકવણી કરવા માટે ત્યાંનું પેમેન્ટ મશીન Contactless/NFC સપોર્ટેડ હોવું જરૂરી છે. લોન્ચિંગ સમયે Apple Store, Blinkit, Croma, Ixigo, Tata 1mg અને Zomato જેવા પ્લેટફોર્મ્સ સામેલ છે. આગામી સમયમાં વધુ મર્ચન્ટ્સ જોડાશે.
શું દર વખતે PIN કે OTP નાખવો પડશે?
Apple Pay માં પેમેન્ટ કરતી વખતે કાર્ડ PIN કે OTP નાખવાની જરૂર પડતી નથી. વ્યવહારોનું ઓથેન્ટિકેશન Face ID, Touch ID અથવા ડિવાઈસ પાસકોડ દ્વારા જ થઈ જાય છે. ફિઝિકલ સ્ટોર પર આઈફોનની સાઇડ બટન બે વાર દબાવી, ફેસ આઈડીથી અનલોક કરી મશીન પાસે ફોન રાખવાથી પેમેન્ટ થઈ જશે.
કાર્ડ નંબર શેર ન કરવો હોય તો શું Apple Pay સુરક્ષિત છે?
હા, આ સંપૂર્ણપણે સુરક્ષિત છે. Apple Pay દ્વારા પેમેન્ટ કરતી વખતે દુકાનદાર કે વેપારી સાથે તમારો અસલ કાર્ડ નંબર શેર થતો નથી. તેના બદલે સિસ્ટમ એક ડિવાઈસ એકાઉન્ટ નંબર અને યુનિક સિક્યોરિટી કોડનો ઉપયોગ કરે છે.
ક્રેડિટ કાર્ડના રિવોર્ડ્સ અને લાભ મળશે?
હા, સામાન્ય કાર્ડ સ્વાઇપ કે ઓનલાઇન પેમેન્ટની જેમ જ Apple Pay મારફતે ટ્રાન્ઝેક્શન કરવા પર પણ તમારા ક્રેડિટ કાર્ડ પર મળતા તમામ રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક અને લાભો યથાવત મળતા રહેશે.
જો iPhone ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો?
જો તમારો ફોન ખોવાઈ જાય તો તરત જ તેને Lost Modeમાં મૂકવો જોઈએ. ડિવાઇસ લોસ્ટ મોડમાં મૂકાતાની સાથે જ તેના પર Apple Pay આપમેળે બંધ થઈ જાય છે. આ ઉપરાંત આઈફોનમાં 'Stolen Device Protection' ફીચર પણ ઉપલબ્ધ છે, જે અજાણી જગ્યાએ સંવેદનશીલ સેટિંગ્સ માટે વધારાની સુરક્ષા પૂરી પાડે છે.
વૈશ્વિક પહોંચ: Appleની સત્તાવાર માહિતી અનુસાર, Apple Pay હાલમાં વિશ્વના 90થી વધુ દેશો અને પ્રદેશોમાં કાર્યરત છે અને વૈશ્વિક સ્તરે 11,000થી વધુ બેંકો તેમજ પેમેન્ટ નેટવર્ક પાર્ટનર્સ સાથે જોડાયેલું છે.




