TouchScreen MacBook: Apple તેના ડાયનેમિક આઇલેન્ડ ફીચરને હવે તેના નવા લોન્ચ થઈ રહેલા OLED ટચસ્ક્રીન MacBook Pro મોડલ્સમાં લાવી રહી છે. Apple પહેલી વાર ટચસ્ક્રીન લેપટોપ લોન્ચ કરી રહી છે. આ સાથે જ એમાં પહેલી વાર ડાયનેમિક આઇલેન્ડનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ડાયનેમિક આઇલેન્ડ પહેલી વાર iPhone 14 Pro અને Pro Maxમાં જોવા મળ્યો હતો. MacBook Proના નવા મોડલ્સને 2026ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ મોડલ્સ 14-ઇંચ અને 16-ઇંચ સ્ક્રીન સાઇઝમાં જોવા મળી શકે છે. જોકે MacBook Proમાં ડાયનેમિક આઇલેન્ડ ખૂબ જ નાનું હશે. એને iPhone કરતાં થોડું અલગ બનાવવામાં આવ્યું છે.
ટચ અને પોઇન્ટ-ક્લિક ઇનપુટ્સ માટે નવું યુઝર ઇન્ટરફેસ
Apple તેના આવનારા ટચસ્ક્રીન મોડલ્સમાં નવા હાર્ડવેરની સાથે Macના યુઝર ઇન્ટરફેસને પણ અપડેટ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ અપડેટ ઇન્ટરફેસ વધુ ડાયનેમિક બનશે જેથી ટચ અને પોઇન્ટ-ક્લિક બંને ઇનપુટ્સ માટે એ વધુ સારી રીતે કામ કરી શકે. એટલે કે કોઈ બટન અથવા કંટ્રોલ પર ટેપ કરવાથી યુઝરની આંગળી આસપાસ નવું મેનુ ખુલશે જેમાં ટચ કમાન્ડ્સ માટેના વિકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો હશે.
ટચસ્ક્રીન Mac માટે Appleએ અગાઉ કર્યો હતો વિરોધ
Apple લાંબા સમયથી ટચસ્ક્રીન Macના વિચારનો વિરોધ કરતું આવ્યું હતું. Appleના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે એક વખત કહ્યું હતું કે “ટચ સરફેસ ઊભી હોવી નથી ગમતી” અને એથી જ Mac પર ટચસ્ક્રીન દ્વારા કામ કરવામાં ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. જોકે હવે કંપની iPad ને ટચસ્ક્રીન ટેબ્લેટ અને Mac જેવા કીબોર્ડ સાથે સુસંગત ડિવાઇસ તરીકે પ્રમોટ કરી રહી છે. આ બદલાવ દર્શાવે છે કે Apple તેના કમ્પ્યુટર્સ માટે ટચસ્ક્રીન ટેકનોલોજી અંગેનો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે.
આ પણ વાંચો: 108 વર્ષ જૂની જાપાનની કંપની પેનાસોનિક હવે ટીવી નહીં બનાવે, જાણો કેમ…
નવા Mac અને iPhoneની ટાઇમલાઇન
Apple દ્વારા 4 માર્ચના રોજ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નવા ટચસ્ક્રીન Macમાં મોટા ફેરફારો હોવા છતાં આ ઇવેન્ટમાં એને લોન્ચ કરવામાં નહીં આવે. આ નવા મોડલ્સને 2026ના અંતમાં રિલીઝ કરવામાં આવી શકે છે. Apple તેના આવનારા iPhone 18 અને iPhone 18 Pro Max મોડલ્સમાં ડાયનેમિક આઇલેન્ડનું નાનું વર્ઝન લોન્ચ કરવાનું પણ પ્લાનિંગ કરી રહ્યું હોવાની ચર્ચા છે. આ મોબાઇલને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.


