Get The App

એપલનો ફોલ્ડેબલ આઇફોન મુશ્કેલીમાં, એન્જિનિયરિંગ પડકારોને કારણે લોન્ચમાં વિલંબની શક્યતા

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
એપલનો ફોલ્ડેબલ આઇફોન મુશ્કેલીમાં, એન્જિનિયરિંગ પડકારોને કારણે લોન્ચમાં વિલંબની શક્યતા 1 - image

Foldable iPhone: Apple પોતાના પ્રથમ ફોલ્ડેબલ આઇફોન પર કામ કરી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટ હાલમાં એન્જિનિયરિંગ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર શરૂઆતના ટેસ્ટ પ્રોડક્શન દરમિયાન અપેક્ષા કરતાં વધુ ખામીઓ સામે આવી છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ આ સમસ્યાઓને ઠીક કરવા માટે વધુ સમય અને સુધારાઓની જરૂર પડશે, જેના કારણે પ્રોજેક્ટને લોન્ચ કરવામાં મોડું થઈ શકે છે.

લોન્ચની તારીખમાં મહિનાઓનો થઈ શકે છે વિલંબ

આ ટેકનિકલ પડકારની સીધી અસર ડિવાઇસના લોન્ચ પર પડી શકે છે. એક રિપોર્ટ અનુસાર ફોલ્ડેબલ આઇફોનના પહેલા જ શિપમેન્ટમાં મહિનાઓનો વિલંબ થઈ શકે છે. પહેલા અનુમાન હતું કે આ ડિવાઇસ 2026ના બીજા ભાગમાં લોન્ચ થશે અને તે iPhone 18 સિરીઝ સાથે રજૂ થઈ શકે છે. જોકે આ સમસ્યાઓ ઝડપથી ઉકેલ નહીં થાય તો આ લોન્ચિંગ આગળ લંબાઈ શકે છે.

iPhone Foldમાં મળશે નવી ડિઝાઇન અને ટેકનોલોજી

ફોલ્ડેબલ આઇફોનમાં બુક-સ્ટાઇલ ફોલ્ડિંગ ડિઝાઇન હોવાની સંભાવના છે, જે Samsung Galaxy Z Fold જેવી હોઈ શકે છે. ડિવાઇસમાં અંદાજે 7.8 ઇંચની અંદરની સ્ક્રીન અને 5.5 ઇંચની બહારની સ્ક્રીન આપવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમાં 3D પ્રિન્ટેડ હિન્જ જેવી ટેકનોલોજીનો ઉપયોગ થવાની ચર્ચા છે, જે ડિવાઇસને વધુ મજબૂત અને ટકાઉ બનાવવામાં મદદરૂપ થશે.

પ્રીમિયમ સેગમેન્ટમાં આવશે ડિવાઇસ

કિંમતની વાત કરીએ તો ફોલ્ડેબલ આઇફોન પ્રીમિયમ સેગમેન્ટમાં આવી શકે છે. અમેરિકામાં તેની કિંમત આશરે 1,999 ડોલર (લગભગ 1.84 લાખ રૂપિયા) અને ચીનમાં 15,999 યુઆન (લગભગ 2.14 લાખ રૂપિયા) હોવાની શક્યતા છે. આથી ભારતમાં તેની કિંમત 2.50 લાખ રૂપિયાની આસપાસ હોવાની શક્યતા છે.

આ પણ વાંચો: આર્ટેમિસ 2 મિશન પર અંતરિક્ષયાત્રીઓ કેમ સાથે લઈ ગયા રમકડું? 56 લાખ લોકોના નામ સાથે ખાસ કનેક્શન

બજારમાં સ્પર્ધા અને પડકાર

ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં પહેલાથી જ અનેક કંપનીઓ સક્રિય છે. ખાસ કરીને Samsung જેવી કંપનીઓએ પોતાની હાજરી મજબૂત બનાવી છે. આ સમયમાં Apple માટે નવી ટેકનોલોજી સાથે પ્રવેશ કરવો સરળ નથી. જો કંપની સમયસર ટેકનિકલ સમસ્યાઓ હલ કરવામાં સફળ રહેશે તો તે બજારમાં નવી દિશા આપી શકે છે, નહીં તો લોન્ચમાં વિલંબ તેના સ્પર્ધકોને વધુ મજબૂત બનાવી શકે છે.