Science & Technology

એપલ આઇફોન ફોલ્ડ લીક: ઓલ-બ્લેક કેમેરા હોવાની ચર્ચા

By GS Team
3 Feb 20262 mins read
TukuTouch Logo
એપલનો પહેલો આઇફોન ફોલ્ડ સપ્ટેમ્બર 2026માં લોન્ચ થવાની શક્યતા છે. આ આઇફોન ફોલ્ડ વિશે તાજેતરની એક લીકમાં આ ડિવાઇસના ડિઝાઇન વિશે રસપ્રદ વિગતો સામે આવી છે. આઇફોન ફોલ્ડમાં ઓલ-બ્લેક કેમેરા મોડ્યુલ અને અનોખા બટન પ્લેસમેન્ટ હશે. આ નવા ડિઝાઇન તેને એપલની લાઇનઅપના અન્ય મોડલ્સથી અલગ બનાવશે. ફોલ્ડ માટે આ સ્પેશિયલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપલ આઇફોન ફોલ્ડ લીક: ઓલ-બ્લેક કેમેરા હોવાની ચર્ચા

Apple Foldable iPhone Camera Leaked: એપલનો પહેલો આઇફોન ફોલ્ડ સપ્ટેમ્બર 2026માં લોન્ચ થવાની શક્યતા છે. આ આઇફોન ફોલ્ડ વિશે તાજેતરની એક લીકમાં આ ડિવાઇસના ડિઝાઇન વિશે રસપ્રદ વિગતો સામે આવી છે. આઇફોન ફોલ્ડમાં ઓલ-બ્લેક કેમેરા મોડ્યુલ અને અનોખા બટન પ્લેસમેન્ટ હશે. આ નવા ડિઝાઇન તેને એપલની લાઇનઅપના અન્ય મોડલ્સથી અલગ બનાવશે. ફોલ્ડ માટે આ સ્પેશિયલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

‘પ્લેટો’ કેમેરા લેઆઉટ, iPad Pro જેવી ડિઝાઇન

આઇફોન ફોલ્ડમાં એવું લાગે છે કે iPad Pro જેવી ‘પ્લેટો’ કેમેરા ડિઝાઇન હશે. જોકે, બોડી કલરવાળા મોડ્યુલના બદલે આ ફોલ્ડેબલ ડિવાઇસમાં ઓલ-બ્લેક ડિઝાઇન હોઈ શકે છે. આ સેટઅપમાં બે કેમેરા આડાં ગોઠવાયેલા હશે, સાથે માઇક્રોફોન અને ફ્લેશ પણ હશે.

બે કલર ઓપ્શનમાં આવી શકે છે

આ નવા ફોલ્ડેબલ આઇફોન માટે લોન્ચ સમયે કલર ઓપ્શન્સ મર્યાદિત હોય તેવી શક્યતા છે. હાલ ‘વ્હાઇટ’ કલર ઓપ્શન ‘કન્ફર્મ’ માનવામાં આવી રહ્યો છે, પણ એપલ બીજું એક શેડ પણ આપી શકે છે. બટન પ્લેસમેન્ટની વાત કરીએ તો ફોલ્ડેબલ આઇફોનમાં વોલ્યુમ બટન ઉપરના કિનારે, iPad mini જેવી જમણી બાજુએ ગોઠવવામાં આવી શકે છે. Touch ID બટન અને કેમેરા કંટ્રોલ બટન હાલના મોડલ્સની જેમ જમણી બાજુએ જ રહેશે.

A20 Pro ચિપસેટ સાથે આવશે

આઇફોન ફોલ્ડમાં 7.8 ઇંચની ક્રીઝ-લેસ OLED અંદરની સ્ક્રીન અને 5.5 ઇંચની બહારની સ્ક્રીન હોઈ શકે છે. આ બહારની સ્ક્રીન આજ સુધીના આઇફોન મોડલ્સમાં સૌથી નાની હશે. અંદરથી આ ડિવાઇસમાં એપલનું હજી જાહેર ન થયેલું A20 Pro ચિપસેટ હોઈ શકે છે, જે આઇફોન 18 Pro મોડલ્સમાં પણ જોવા મળી શકે છે.

આજ સુધીની સૌથી મોટી બેટરી કેપેસિટી

આઇફોન ફોલ્ડમાં કુલ ચાર કેમેરા હોઈ શકે. આ કેમેરા બે પાછળ, અને એક અંદરની સ્ક્રીન પર selfies અને video calls માટે. આ ડિવાઇસમાં આજ સુધીના આઇફોન કરતાં સૌથી મોટી બેટરી હોઈ શકે છે, જે 5,500mAhથી વધુ હોઈ શકે છે. આથી એપલના પહેલા ફોલ્ડેબલ ફોન માટે વધુ બેટરી બેકઅપ મળવાની શક્યતા વધી ગઈ છે.

આ પણ વાંચો: 3.5 અબજ વર્ષ જૂનો બીચ: મંગળ ગ્રહના હવામાન અને જીવનનો નવો પુરાવો

માર્કેટમાં ક્યારે આવશે?

આઇફોન ફોલ્ડ સપ્ટેમ્બર 2026માં માર્કેટમાં આવી શકે છે. આઇફોન 18 Pro અને આઇફોન 18 Pro Maxને પણ આ સાથે જ રિલીઝ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ તેની કિંમત USમાં $2,400 (લગભગ ₹2,15,000) હોઈ શકે છે. Samsung Galaxy Z ફોલ્ડ 7 ભારતમાં ₹1,74,999થી શરૂ થાય છે. એપલ ફક્ત બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ મોડલ પર જ નહીં, પણ ‘Flip’ વર્ઝન પર પણ કામ કરી રહ્યું હોવાની ચર્ચા છે.