Get The App

મિસાઈલ બાદ ઈરાન પર સાયબર હુમલો, ધાર્મિક એપ હેક કરીને અપાઈ ચેતવણી

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
મિસાઈલ બાદ ઈરાન પર સાયબર હુમલો, ધાર્મિક એપ હેક કરીને અપાઈ ચેતવણી 1 - image

Cyber Attack On Iran: ઇરાન પર અમેરિકાએ મિસાઈલ બાદ હવે સાયબર હુમલો શરૂ કર્યો છે. ઇરાનને ટાર્ગેટ બનાવવા માટે અમેરિકા કોઈ કસર નથી છોડી રહ્યું. મિસાઈલ દ્વારા એટેક કરવા માટે પણ AIનો ઉપયોગ કર્યો હતો અને હવે તેમના પર સાયબર હુમલો કરી રહ્યું છે. શનિવારે ઇરાનના અલગ-અલગ જગ્યાએ અમેરિકાએ અને ઇઝરાયલ દ્વારા એટેક કર્યા બાદ હવે તેમના ડિજિટલ વર્લ્ડને હેક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. કેટલાક સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલમાં ઇરાનમાં વિપુલ પ્રમાણમાં સાયબર એટેક જોવા મળી રહ્યા છે. સાયબર એટેક દ્વારા ઘણાં સમાચાર વેબસાઇટ્સને હેક કરીને એના પર વિવિધ મેસેજ બ્રોડકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ઇરાનની 50થી વધુ ડાઉનલોડ ધરાવતી ધાર્મિક કેલેન્ડર એપ્લિકેશન ‘BadeSaba’ને પણ હેક કરવામાં આવી છે.

બદલો લેવા માગતો મેસેજ જોવા મળ્યો ઇરાનના લોકોને

હેકર્સ ગ્રુપ દ્વારા BadeSaba એપ્લિકેશનના યુઝર્સને મેસેજ કરવામાં આવ્યો હતો કે હવે હિસાબ ચૂકતો કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ એક મેસેજ એવો પણ હતો કે હથિયાર છોડીને એટલે કે યુદ્ધ બંધ કરી ત્યાંના સામાન્ય લોકોને સાથ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે, નહીંતર પરિણામ ગંભીર આવશે.

ઇરાનની સરકારના ઘણાં પોર્ટલ થયા હેક

ઇરાન પર કરવામાં આવેલા સાયબર એટેકમાં સરકારના ઘણાં પોર્ટલને નિશાન બનાવવામાં આવ્યા છે. એના દ્વારા સરકાર ઇરાનની આર્મીના કોર્ડિનેશનને લિમિટેડ કરવા માગે છે જેથી એની માહિતી અમેરિકાને ન મળે. ઇરાનના એક રિપોર્ટ મુજબ આ માહિતી સામે આવી છે.

અયાતુલ્લા અલી ખામેનેઇનું થયું મૃત્યુ

ઇઝરાયલની સાથે મળીને અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો હતો. આ એટેકમાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇનું મૃત્યુ થયું છે. આ યુદ્ધને કારણે અન્ય દેશો પર પણ એની અસર જોવા મળી છે. ઇરાન દ્વારા મિડલ ઇસ્ટના ઘણાં દેશોમાં અમેરિકાના આર્મી બેઝ પર એટેક કરવામાં આવ્યો છે. એના કારણે ઘણી ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે અને લોકો પણ અટવાયા છે. શેર માર્કેટ પર પણ એની અસર જોવા મળી છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો મોટો યુ-ટર્ન? જે AIને બ્લેકલિસ્ટ કર્યું એનાથી જ અમેરિકાએ ઇરાન પર કર્યો હુમલો, જાણો Anthropic કેવી રીતે બન્યું ડિજિટલ હથિયાર...

UAEમાં આવેલા એમેઝોનના ડેટા સેન્ટરમાં આગ

સોમવારે સવારે UAEમાં આવેલા એમેઝોનના ડેટા સેન્ટરમાં આગ લાગી હોવાની વાતો સામે આવી છે. ઇરાન દ્વારા એમેઝોનના ક્લાઉડ ડેટા સેન્ટર પર એટેક કરવામાં આવ્યો હોવાના રિપોર્ટ્સ છે. ડેટા સેન્ટર પર અચાનક કંઈ અથડાતા આગ લાગી હતી અને એથી જ આ ડેટા સેન્ટરને બંધ કરી દેવામાં આવ્યું છે. આ યુદ્ધમાં ટેક્નોલોજીનો ખૂબ જ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.