Science & Technology

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન? જે AIને બ્લેકલિસ્ટ કર્યું એનાથી જ અમેરિકાએ ઇરાન પર કર્યો હુમલો, જાણો Anthropic કેવી રીતે બન્યું ડિજિટલ હથિયાર...

By GS Team
2 Mar 20263 mins read
TukuTouch Logo
દુનિયા આ સમયે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહી છે. અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર ભયંકર હવાઈ હુમલા કર્યા છે. ઈરાને પણ મિડલ ઇસ્ટમાં અમેરિકાના બેઝ પર એટેક કર્યો છે. તેમના આ હુમલા દ્વારા યુદ્ધ કરવાની પદ્ધતિ હંમેશા માટે બદલાઈ ગઈ છે. આ યુદ્ધમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમેરિકાએ એટેક માટે એન્થ્રોપિકના સૌથી શક્તિશાળી AI મોડેલ Claudeનો ઉપયોગ કર્યો હતો. આ એ જ કંપની છે જેને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ દિવસ પહેલાં સરકારી કોન્ટ્રાક્ટ્સમાંથી બેન કરવાનો આદેશ આપ્યો હતો. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જેને ટ્રમ્પ દેશ માટે ખતરો ગણાવી રહ્યા હતા એ જ AIનો ઉપયોગ અમેરિકન આર્મીએ ઇરાન સામે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન? જે AIને બ્લેકલિસ્ટ કર્યું એનાથી જ અમેરિકાએ ઇરાન પર કર્યો હુમલો, જાણો Anthropic કેવી રીતે બન્યું ડિજિટલ હથિયાર...

Trump Use Anthropic to Attack Iran: દુનિયા આ સમયે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહી છે. અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર ભયંકર હવાઈ હુમલા કર્યા છે. ઈરાને પણ મિડલ ઇસ્ટમાં અમેરિકાના બેઝ પર એટેક કર્યો છે. તેમના આ હુમલા દ્વારા યુદ્ધ કરવાની પદ્ધતિ હંમેશા માટે બદલાઈ ગઈ છે. આ યુદ્ધમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમેરિકાએ એટેક માટે એન્થ્રોપિકના સૌથી શક્તિશાળી AI મોડેલ Claudeનો ઉપયોગ કર્યો હતો. આ એ જ કંપની છે જેને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ દિવસ પહેલાં સરકારી કોન્ટ્રાક્ટ્સમાંથી બેન કરવાનો આદેશ આપ્યો હતો. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જેને ટ્રમ્પ દેશ માટે ખતરો ગણાવી રહ્યા હતા એ જ AIનો ઉપયોગ અમેરિકન આર્મીએ ઇરાન સામે કર્યો છે.

શું છે આ કેસ?

ટ્રમ્પે કડક આદેશ જાહેર કરીને તમામ સરકારી એજન્સીઓને એન્થ્રોપિકના ટૂલ્સનો ઉપયોગ ન કરવા કહ્યું હતું. ટ્રમ્પનો ગુસ્સો એ માટે હતો કે એન્થ્રોપિકના CEO ડારિયો આમોદેઇ શાંતિપ્રિય હોવાથી આર્મીના કેટલાક પ્રોજેક્ટ્સમાં મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ અને અમેરિકા ફર્સ્ટની નીતિ વિરુદ્ધ ગણાવીને બેન કરી દીધું હતું. જોકે હવે રિપોર્ટ જણાવે છે કે જ્યારે ઇરાન પર હુમલાની યોજના બનાવાઈ ત્યારે ટાર્ગેટની ઓળખ અને ડેટા વિશ્લેષણ માટે એન્થ્રોપિકનું AI મોડેલ જ સૌથી યોગ્ય સાબિત થયું હતું.

બેન થયેલી કંપની જ કેમ આવી કામે?

વોલ સ્ટ્રીટ જર્નલે પેન્ટાગનના તેના સૂત્રો સાથે કરેલી વાતચીતથી કહ્યું હતું કે રાજકીય સ્તરે ભલે બેનની ચર્ચા ચાલી રહી હોય, પરંતુ મેદાનમાં અમેરિકન ઇન્ટેલિજન્સ હજુ પણ કેટલાક ખાસ કામો માટે એન્થ્રોપિકની Claude ટેકનોલોજી પર નિર્ભર છે. તેનું કારણ એ છે કે એન્થ્રોપિકનું AI જટિલથી જટિલ ડેટાને સમજવા અને ચોક્કસ પરિણામ આપવા માટે હાલ અન્ય કંપનીઓ કરતાં આગળ છે.

કેવી રીતે AIએ ઇરાનને કર્યં ટાર્ગેટ?

ઇરાનની ડિફેન્સ સાઇટ્સ અત્યંત મુશ્કેલ અને સુરક્ષિત વિસ્તારોમાં છુપાયેલી હતી. તેમને સરળતાથી શોધવી અને નષ્ટ કરવી મુશ્કેલ હતી. અહીં Claude AIએ પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. AIએ સેટેલાઇટ તસવીરો અને જૂના ડેટાને સેકન્ડોમાં પ્રોસેસ કરીને સૂચન આપ્યું કે હુમલો કયા સમય અને કયા એંગલથી કરવો. અમેરિકન ફાઇટર જેટ્સ અને મિસાઇલ્સને AI દ્વારા જનરેટ કરાયેલા માર્ગો પર મોકલવામાં આવ્યા હતા, જેથી તેઓ ઇરાનના રડારથી બચીને પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે. AIની મદદથી એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે હુમલો માત્ર આર્મીના ઠેકાણાઓ પર થાય અને રહેણાંક વિસ્તારોને ઓછામાં ઓછું નુકસાન થાય.

ટ્રમ્પની વાત અને વર્તનમાં ફરક?

આ રિપોર્ટ સામે આવતા જ વિરોધી પક્ષો અને ટેક એક્સપર્ટ્સ ટ્રમ્પ પર સવાલ ઉઠાવી રહ્યા છે. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો એન્થ્રોપિક ખતરનાક છે, તો પછી તેનો ઉપયોગ આટલા ખતરનાક ઓપરેશનમાં કેમ કરવામાં આવી રહ્યો છે? વ્હાઇટ હાઉસના નજીકના સૂત્રોનો દાવો છે કે ટ્રમ્પ પ્રશાસન માત્ર એન્થ્રોપિક સાથે જોડાયેલી “વોક” અને લેફ્ટ-વિંગ ઝુકાવવાળી નીતિઓનો વિરોધ કરે છે, પરંતુ જો તેની ટેકનોલોજી અમેરિકાને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય, તો તેનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી.

આ પણ વાંચો: ટ્રમ્પે આપ્યું અલ્ટીમેટમ, ‘એન્થ્રોપિકનો ઉપયોગ બંધ કરો’: OpenAI સાથે પેન્ટાગને કરી મોટી ડીલ…

શું ‘Claude’ ડિજિટલ હથિયાર બની ગયું છે?

એન્થ્રોપિક હંમેશા પોતાને સુરક્ષિત અને નૈતિક AI કંપની તરીકે રજૂ કરતી આવી છે. જોકે યુદ્ધના મેદાનમાં તેની એન્ટ્રીએ સૌને ચોંકાવી દીધા છે. શું ડારિયો આમોદેઇની કંપનીને બેન તો કરી દીધી છે, પરંતુ પેન્ટાગનની પ્રથમ પસંદ પણ બની ગઈ છે? આથી ભવિષ્યમાં પણ બેન કરવા છતાં ટ્રમ્પ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે તો નવાઈ નહીં.