Gujarat
ભાવનગર: મુશ્કેટાટ પોલીસ બંદોબસ્ત વચ્ચે CAAના સમર્થનમાં વિશાળ રેલી
By GS Team
6 Feb 20201 min read
This article was originally published on 6 Feb 2020

ભાવનગર, તા. 06 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા સીટીઝન એમેન્ડમેન્ટ બીલના સમર્થનમાં આજે ભાવનગર ખાતે રેલીનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય એકતા મંચના બેનર હેઠળ શહેરના એવી સ્કુલ ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ રેલીનું પ્રસ્થાન થયું હતું. રેલીને પ્રસ્થાન કરાવવા રાજ્ય સરકારમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે અને જીતુ વાઘાણીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ રેલીમાં અંદાજે 40 હજાર લોકો જોડાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ રેલી શહેરના 7 કિ.મી.ના રૂટ પરથી પસાર થઈ તેમજ રેલીમાં અંદાજે એક કિલોમીટર લાંબો રાષ્ટ્રધ્વજ પણ હતો. CAAના સમર્થનમાં શહેરની અનેક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી મંડળો, સામાજિક આગેવાનો, વિવિધ જ્ઞાાતિઓ સહિતના લોકો જોડાયા હતા.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મુશ્કેટાટ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગઈકાલે સાંજથી તે રેલીને લઇને પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી કોઈ અનિચ્છનીય બાલવીર ઘટના ના બને તેની તકેદારી રાખવામાં આવી હતી.

રેલીમાં એસ.પી., એ.એસ.પી., 7 ડિવાય.એસ.પી., 10 પી.આઇ., 35 પી.એસ.આઇ., 703 જવાન, 110 મહિલા પોલીસ, 56 ટ્રાફિક પોલીસ, 8 ઘોડેસવાર, કેમેરામેન-હોકીટોકી સ્ટાફ સહિત 1000 પોલીસ તેમજ 300 હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. રેલીને લઈને શહેરને જોડતા ઘણાં માર્ગોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.




