18 વર્ષની ઉંમરે વીરેન્દ્ર સેહવાગના પુત્રને મળી મોટી જવાબદારી, બન્યો આ ટીમનો કેપ્ટન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virender Sehwag Son Aaryavir Sehwag Delhi U19 Captain: ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમય સુધી બેટથી ધમાકેદાર પ્રદર્શન કરનારા વીરેન્દ્ર સહેવાગની કમી આજે પણ ફેન્સને ખટકે છે. વીરેન્દ્ર સહેવાગ ઇનિંગ્સની શરૂઆત તાબડતોડ અંદાજમાં કરવા માટે જાણીતા રહ્યા છે. હવે વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગને લઈને એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 18 વર્ષના યુવા બેટર આર્યવીરને વીનૂ માંકડ ટ્રોફી માટે દિલ્હી અંડર-19 ટીમનો કેપ્ટન નિમણૂક કરવામાં આવ્યો છે. આ પ્રથમ તક છે જ્યારે આર્યવીરને કોઈ મોટી ટીમની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે.
18 વર્ષની ઉંમરે વીરેન્દ્ર સેહવાગના પુત્રને મળી મોટી જવાબદારી
દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન(DDCA)એ શનિવારે(3 ઓક્ટોબર) આ 16 સભ્યોની સ્ક્વોડની જાહેરાત કરી છે. વીનૂ માંકડ ટ્રોફીનું આયોજન આ વખતે વિશાખાપટ્ટનમમાં 8 ઓક્ટોબરથી થવા જઈ રહ્યું છે. આર્યવીર માટે છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ શાનદાર રહ્યા છે. તાજેતરમાં જ તેમણે રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી યુથ વનડે સીરિઝમાં ભારત અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
શાનદાર ફોર્મમાં છે આર્યવીર
આ સીરિઝની પહેલી મેચમાં વરસાદથી પ્રભાવિત મેચમાં આર્યવીરે 26 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ પછી બીજી મેચમાં તેણે શાનદાર બેટિંગ કરતા 47 રનની દમદાર ઇનિંગ રમી હતી. જો કે કમનસીબે તે માત્ર 3 રનથી અડધી સદી ચૂક્યો હતો. ત્રીજી મેચમાં પણ આર્યવીરે 34 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.
297 રન બનાવી કર્યો હતો કમાલ
તાજેતરમાં આર્યવીરે દિલ્હી પ્રીમિયર લીગ(DPL)માં વેસ્ટ દિલ્હી લાયન્સ માટે પણ હાથ અજમાવ્યા હતા. આ સિવાય વર્ષ 2024માં કૂચ બિહાર ટ્રોફી દરમિયાન મેઘાલય સામે 297 રનની ઐતિહાસિક ઇનિંગ પણ રમી છે. બેટરે કમાલ કરતાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
દિલ્હી અંડર-19 ટીમની પૂરી સ્ક્વોડ
આર્યવીર સહેવાગ(કેપ્ટન), તન્મય ચૌધરી, અર્ણવ બુગ્ગા(વાઇસ કેપ્ટન), ધન્યા નકરા, ઉદય ચાવલા, ગર્વ કુમાર, અભિરાજ ગગન સિંહ (વિકેટકીપર), તરુણ સિંહ (વિકેટકીપર), આર્યન શર્મા, ઓજસદીપ સિંહ, કિરીત કૌશિક, વરુણ વંજાણી, રુદ્ર દેવ યાદવ, પ્રદ્યુમન સનન, પાર્થ રાજ, શાંતનુ યાદવ.




