Sports

ક્રિકેટના શોખીનો થઈ જાઓ તૈયાર : 26 દિવસમાં ભારતની 10 T20 મેચ, અહીં જુઓ આખું શેડ્યૂલ

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ ભારતીય T20 ટીમ હવે મેદાન પર ધૂમ મચાવવા તૈયાર છે. ક્રિકેટ રસિયાઓ માટે આગામી 26 દિવસમાં 10 T20 આંતરરાષ્ટ્રીય મેચોનો ધમાકેદાર કાર્યક્રમ છે. 6 ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણે સિરીઝ શરૂ થશે, ત્યારબાદ ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસે જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિકેટના શોખીનો થઈ જાઓ તૈયાર : 26 દિવસમાં ભારતની 10 T20 મેચ, અહીં જુઓ આખું શેડ્યૂલ

BCCI T20 Schedule : એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય T20 ટીમ હવે મેદાન પર ફરી ધૂમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ક્રિકેટ રસિયાઓ માટે આગામી એક મહિનો ભરપૂર મનોરંજનથી ભરેલો રહેશે, કારણ કે ટીમ ઈન્ડિયા આગામી 26 દિવસની અંદર કુલ 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. આ શરૂઆત 6 ઓક્ટોબર મંગળવારથી વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝથી થશે. આ શ્રેણી પૂરી થતાં જ ટીમ તાબડતોબ ન્યૂઝીલેન્ડના પ્રવાસે રવાના થશે.

India Vs West Indies : T20 સિરીઝ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ

  • પહેલી મેચ : 06 ઓક્ટોબર 2026 - લખનઉ (ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ)
  • બીજી મેચ : 09 ઓક્ટોબર 2026 - રાંચી (JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ)
  • ત્રીજી મેચ : 11 ઓક્ટોબર 2026 - ઈન્દોર (હોલકર સ્ટેડિયમ)
  • ચોથી મેચ : 14 ઓક્ટોબર 2026 - હૈદરાબાદ (રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ)
  • પાંચમી મેચ : 17 ઓક્ટોબર 2026 - બેંગલુરુ (એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ)

India Vs New Zealand : T20 સિરીઝ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ

  • પહેલી મેચ : 22 ઓક્ટોબર 2026 - ક્રાઈસ્ટચર્ચ (હેગલી ઓવલ)
  • બીજી મેચ : 24 ઓક્ટોબર 2026 - ક્રાઈસ્ટચર્ચ (હેગલી ઓવલ)
  • ત્રીજી મેચ : 27 ઓક્ટોબર 2026 - વેલિંગ્ટન (સ્કાય સ્ટેડિયમ)
  • ચોથી મેચ : 30 ઓક્ટોબર 2026 - ઓકલેન્ડ (ઈડન પાર્ક)
  • પાંચમી મેચ : 01 નવેમ્બર 2026 - હેમિલ્ટન (સેડન પાર્ક)