Sahiyar

કોના કોના સ્વાસ્થ્યની દાટ વાળી શકે આરોગ્યપ્રદ એપલ

By GS Team
21 Sep 20262 mins read
કોના કોના સ્વાસ્થ્યની દાટ વાળી શકે આરોગ્યપ્રદ એપલ
  • ચોક્કસ સમસ્યાઓથી પીડાતા લોકોએ સફરજનના સેવનથી દૂર રહેવું

સફરજન હંમેશાથી સ્વાસ્થ્યપ્રદ આહારની યાદીમાં મોખરાનું સ્થાન ભોગવતું આવ્યું છે. અલબત્ત, પ્રત્યેક ફળના પોતિકા ગુણો હોય છે. આમ છતાં સફરજનમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, એન્ટિઓક્સિડંટ્સ, વિવિધ પ્રકારના વિટામીન હોવાથી આ ફળના ગુણગાન ઝાઝાં ગવાય છે, ગવાવા પણ જોઇએ, પરંતુ દરેક સિક્કાની બીજી બાજુ પણ હોવાની જ. આજે આપણે તેના વિશે વાત કરીશું. બધી જ આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી બધાને સદે એ જરૂરી નથી. કેટલાંક કિસ્સામાં આ વાત સફરજનને પણ લાગુ પડે છે. તેથી ચોક્કસ પ્રકારની સમસ્યાઓ ધરાવતા લોકોએ સફરજનના સેવનથી દૂર રહેવું જે મ કે..
ઇરિટેબલ બાઉઊલ સિન્ડ્રોમ (આઇબીએસ)ના દર્દીઓ
સફરજનમાં પ્રચૂર પ્રમાણમાં ફર્મેન્ટેબલ ઓલિગોસેકરાઇડ્સ, ડાયસેક રાઇડ્સ, મોનોસૅકરાઇડ્સ અને પૉલીઓલ્સ (એફઓડીએમએપી), ખાસ કરીને ફ્રુકટોસ અને સોર્બિટોલ હોય છે. આ તત્વો એટલે શોર્ટ- ચેન કાર્બોહાઇડ્રેટસ અને શુગર આલ્કોહોલ. નાનુ આંતરડું તેને યોગ્ય રીતે શોષી નથી શકતું. પરિણામે મોટા આંતરડાના બેક્ટેરિયા આ તત્વોને પચાવવાની પ્રક્રિયા કરે છે ત્યારે પેટ ફૂલવું, ગેસ થવો, પેટમાં વળ પડવા, જુલાબ થવા જેવી સમસ્યાઓ સર્જાય છે.
ફ્રુકટોઝ માલએબ્ઝાર્શનની સમસ્યા ધરાવતા લોકો
જ્યારે પાચનતંત્ર ફળોમાં રહેલી શર્કરાને સારી રીતે તોડી નથી શકતું ત્યારે તે પેટમાં યોગ્ય રીતે અવશોષિત નથી થઇ શકતું. સફરજનમાં ગ્લુકોઝ કરતા મુક્ત ફ્રુક્ટોઝનું પ્રમાણ ઘણું ઉંચું હોવાથી ફ્રુકટોઝ ન પચાવી શકતા લોકોને પાણી જેવા જુલાબ થવાની, ઉબકાં આ વવાની અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલની સમસ્યા થવાની ભીતિ રહે છે.
ઓરલ એલર્જી સિન્ડ્રોમ (ઓએએસ) ધરાવતાં મરીજો
જેમને ચોક્કસ પ્રકારના ખાદ્ય પદાર્થોથી એલર્જી થતી હોય તેમને પણ સફરજન ખાવાનું ટાળવું જોઇએ. આ ફળમાં રહેલું પ્રોટીન પરાગ પ્રોટીનને મળતું આવતું હોવાથી ઓરલ એલર્જી સિન્ડ્રોમ ધરાવતાં દરદીઓ કાચું સફરજન આરોગે ત્યારે તેમને જીભ અથવા ગળામાં ખંજવાળ આવ વી, હોટ કે પેઢાંમાં સોજા આવી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવે છે, પરંતુ જો સફરજનને રાંધી લેવામાં આવે તો તેમાં રહેલું આ પ્રોટીન નાશ પામે છે, તેથી ઓરલ એલર્જી સિન્ડ્રોમથી પીડાતા દરદીઓએ કાચું સફરજન ખાવાને બદલે તેને રાંધીને ખાવું.
કેટોજેનિક ડાયટ કરતાં લોકો
મધ્યમ કદના એક સફરજનમાં લગભગ પચીસ ગ્રામ જેટલું કાર્બોહાઇડ્રેટ અને ૧૦ ગ્રામ જેટલી શર્કરા હોય છે. જ્યારે કેટોજેનિક ડાયટ કરતાં લોકો અત્યંત મર્યાદિત પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટનું સેવન કરતાં હોવાથી, સફરજન ખાવા જતાં તેમના આહારમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધી જાય છે. આમ આ આહારશૈલીને વળગી રહેવાના તેમના સઘળા પ્રયાસો પર પાણી ફરી વળે છે.

  • વૈશાલી