Sahiyar

અજમાવી જૂઓ

By GS Team
5 Oct 20261 min read
અજમાવી જૂઓ
  • અજમાના પાન મીઠું સાથે ચાવવાથી પાચનક્રિયા સુધરશે.
  • જૂતામાંથી 'ચર-ચર' અવાજ આવતાં હોય તો ટરપેઇનટાઇનનું થોડું તેલ નાંખી રગડવું. અવાજ બંધ થઇ જશે.
  • શેકેલું રીંગણું કે બટાટાની છાલ સરળતાતી ઉતારવા તેને ઠંડી પાણીમાં રાખવા.
  • પકોડાને ક્રિસ્પી બનાવવા ચણના લોટમાં થોડો ચોખાનો લોટ અથવા રવો ભેળવવો.
  • સરકો અથવા કાંદાનો રસ સમાન માત્રામાં ભેળવી આ મિશ્રણથી સ્ટીટલના વાસણો ઘસવાથી વાસણ ચમકી ઊઠશે.
  • રેશમી કપડાં ધોતી વખતે પાણીમાં એક ચમચો ગ્લિસરીન ભેળવવાથી રેશમની ચમક જળવાઇ રહેશે.
  • લાકડાના ફર્નિચર પર ઘસરકા પડયા હોય તો તેના પર ભૂરું શૂ પૉલિશ રગડવાથી નિશાન છૂપાઇ જશે.
  • રસોડાની સિન્કની પાઇપમાંથી પાણી બરાબર જાય તે માટે મીઠાનું દ્રાવણ થોડા થોડા અઠવાડિયે નાખવું.
  • હવાચુસ્ત ડબ્બામાં પાણી ભરી તેમાં લીંબુ રાખી ડબ્બાને રેફ્રિજરેટરમાં રાખવાથી લીંબુ લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે. ઉપરાંત તે લીંબૂ રસાદાર બનતા રસ વધુ નીકળે છે.
  • સમોસા, ઘુઘરા જેવી વાનગી બનાવવાના લોટના લુવા પૉલિથિન બેગમાં રાખાવાથી સૂકાશે નહીં જેથી લોટ વારંવાર મસળવો નહીં પડે.
  • મહેંદીને એક-બે કલાક આમલીના પાણીમાં પલાળી રાખી લગાડવાથી મહેદીનો રંગ ઘેરો આવે છે.
  • કાંદાને એક કલાક રેફ્રિજરેટરમાં રાખી સમારવાથી આંખમાંથી પાણી નહીં નીકળે.
  • મિનાક્ષી તીવારી