Sports

રોહિત-કોહલી નહીં, આ 3 મેચ વિનર ખેલાડી વગર વર્લ્ડ કપ જીતવો અશક્ય! ગાંગુલીની ગૌતમ ગંભીરને સલાહ

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ 2027 વનડે વર્લ્ડ કપ માટે મોટું નિવેદન આપ્યું છે. ગાંગુલીએ કહ્યું કે, રોહિત-કોહલી નહીં, પરંતુ હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ભારતના X-ફેક્ટર હશે. સાઉથ આફ્રિકામાં યોજાનાર આ વર્લ્ડ કપમાં આ ત્રણેયની ફિટનેસ અને પ્રદર્શન ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોહિત-કોહલી નહીં, આ 3 મેચ વિનર ખેલાડી વગર વર્લ્ડ કપ જીતવો અશક્ય! ગાંગુલીની ગૌતમ ગંભીરને સલાહ

Ganguly Names 2027 World Cup X-Factors: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વનડે વર્લ્ડ કપ 2027ને લઈને મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એક વાતચીતમાં ગાંગુલીએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ સંકેત આપતાં જણાવ્યું કે આગામી મેગા ઇવેન્ટમાં રોહિત શર્મા કે વિરાટ કોહલી નહીં, પરંતુ ત્રણ અન્ય ખેલાડીઓ ભારત માટે સૌથી મોટા ગેમ ચેન્જર અને એક્સ-ફેક્ટર સાબિત થશે.

ગાંગુલીના મતે, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ વગર ભારતનું ચેમ્પિયન બનવું અત્યંત મુશ્કેલ છે.

સૌરવ ગાંગુલીના નિવેદનના મુખ્ય મુદ્દાઓ:

હાર્દિક પંડ્યા ટીમ બેલેન્સ માટે અનિવાર્ય: ગાંગુલીએ જણાવ્યું કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સંતુલન માટે હાર્દિક પંડ્યાનું ફિટ રહેવું ખૂબ જરૂરી છે. ગાંગુલીએ ભારપૂર્વક કહ્યું,

"હાર્દિકને સંપૂર્ણ ફિટ રાખીને મેદાન પર ઉતારવો એ ગૌતમ ગંભીર અને ટીમ માટે સૌથી મોટા પડકારો પૈકીનો એક રહેશે. તેઓ ભલે નિયમિતપણે વધુ ક્રિકેટ ન રમતા હોય, પરંતુ ટીમના સાચા બેલેન્સ માટે તેમનું હોવું અત્યંત જરૂરી છે."

સાઉથ આફ્રિકાની પીચો પર સીમિંગ ઓલરાઉન્ડરની જરૂર: 2027નો વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાવાનો છે. ગાંગુલીએ સ્થિતિનું વિશ્લેષણ કરતાં કહ્યું કે ભારતીય ટીમના ટોપ 5 બેટ્સમેનોમાંથી કોઈ બોલિંગ કરતું નથી. આવા સંજોગોમાં ટીમને પાંચમા કે છઠ્ઠા બોલિંગ વિકલ્પ તરીકે એક સક્ષમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની તાતી જરૂર પડશે.

બેકઅપ વિકલ્પો: નીતિશ રેડ્ડી અને રવીન્દ્ર જાડેજા: જો હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થાય, તો ગાંગુલીના મતે બીજો શ્રેષ્ઠ વિકલ્પ નીતિશ કુમાર રેડ્ડી છે. જોકે, તેના માટે મેનેજમેન્ટે નીતિશને વર્લ્ડ કપ સુધી સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાડવું પડશે. રવીન્દ્ર જાડેજા વિશે બોલતાં તેમણે કહ્યું કે તેઓ નંબર 7 પર શાનદાર બેટ્સમેન અને ઉપયોગી બોલર છે, પરંતુ સાઉથ આફ્રિકાની ઉછાળવાળી પરિસ્થિતિઓમાં પેસ ઓલરાઉન્ડરની ભૂમિકા વધુ મહત્ત્વની રહેશે.

બુમરાહ અને સિરાજની ફિટનેસ નિર્ણાયક બનશે: પૂર્વ ભારતીય કેપ્ટને ઉમેર્યું કે હાર્દિક ઉપરાંત જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ફિટનેસ આખી ટૂર્નામેન્ટમાં ભારતનું ભવિષ્ય નક્કી કરશે. આ ત્રણ ખેલાડીઓ આગામી વનડે વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા એક્સ-ફેક્ટર છે.