સોના-ચાંદી અંગે મોટો ઝટકો! 3 ટકા GST મુક્તિ રદ થવાની તૈયારીમાં: રિપોર્ટમાં દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GST on Gold-Silver Import: સોના અને ચાંદીના આયાત પર મળતી ટેક્સ છૂટને લઈને એક મોટો અપડેટ સામે આવ્યો છે, જેમાં સરકાર ટૂંક સમયમાં જીએસટી (GST) છૂટ ખતમ કરવા પર વિચાર કરી શકે છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં થઈ શકે છે ચર્ચા
વિદેશોમાંથી સોનું, ચાંદી અને પ્લેટિનમ આયાત કરતી નામાંકિત એજન્સીઓ અને બૅન્કોને મળતી જીએસટી છૂટ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, 7 ઓક્ટોબરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) છૂટને નાબૂદ કરવાના પ્રસ્તાવ પર ગંભીર ચર્ચા થઈ શકે છે.
હાલમાં બૅન્કો અને એજન્સીઓને મળે છે વિશેષ છૂટ
હાલની વ્યવસ્થા મુજબ, સોના-ચાંદી અને પ્લેટિનમની આયાત પર 3 ટકા આઈજીએસટી (IGST) લાગે છે. પરંતુ, જ્યારે બૅન્કો અને સરકાર દ્વારા અધિકૃત ખાસ એજન્સીઓ આ કિંમતી ધાતુઓની આયાત કરે છે, ત્યારે તેમને આ ટેક્સમાંથી મુક્તિ મળે છે. વર્ષ 2017માં વ્યાપારને સરળ બનાવવાના હેતુથી આ ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી.
સરકાર માટે કિંમતી ધાતુઓની આયાત ચિંતાનો વિષય છે
સરકાર માટે કિંમતી ધાતુઓની આયાત હંમેશાં ચિંતાનો વિષય રહી છે, કારણ કે તેનાથી દેશનું વિદેશી હૂંડિયામણ બહાર જાય છે અને હૂંડિયામણ ભંડાર પર દબાણ વધે છે. ચીન પછી ભારત સોનાનો ઉપયોગ કરનાર વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ છે. આયાત ઘટાડવા માટે સરકારે અગાઉ પણ ડ્યુટી વધારી હતી. આ છૂટ ખતમ થવાથી બુલિયન એજન્સીઓ અને અન્ય વેપારીઓ ટેક્સના મામલે સમાન સ્તરે આવી જશે.




