Sahiyar

અજમાવી જૂઓ

By GS Team
31 Aug 20261 min read
અજમાવી જૂઓ
  • નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
  • ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.
  • અપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી ફાયદો થાય છે.
  • ભોજન બાદ વરિયાળી ચાવવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે.
  • હુંફાળા પાણીમાં લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે.
  • એરડિંયાના પાન સાંધાના દુખાવા પર વાટીને લગાડવાથી ફાયદો કરે છે.
  • એક બ્રાઉન બ્રેડને દૂધમાં ડૂબાડી તેને ચહેરા પર હળવોરગડવો, ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા નિખરશે.
  • તલ, બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે-ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે.
  • બટાટાના કોફ્તા બનાવતી વખતે બટાકાના છૂંદામાં પનીર ભેળળળું અથવા બ્રેડની બે સ્લાઇસ લઇ તેની કિનારી દૂર કરી ભેળવવવાથી ખોપ્તા ક્રિસ્પી બને છે.
  • હોઠ પર સવાર-સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂૂબસૂરત લાગશે.
  • શિયાળામાં કોલ્ડ ક્રીમના બદલે તેલ લગાડવાથી ત્વચા મુલાયમ રહે છે.
  • ચકરીમાં મલાઇ નાખવાથી ચકરી મુલાયમબને છે.
  • ફરસીપૂરીમાં ડાલ્ડા તથા તેલનું મોણ નાખી બનાવવાથી ફરસીપૂરી ક્રિસ્પી બને છે.
  • મીનાક્ષી તિવારી