Sahiyar

સૌંદર્યના રખોપામાં રહી જતી ખામી

By GS Team
24 Aug 20262 mins read
સૌંદર્યના રખોપામાં રહી જતી ખામી

સુંદરતા નિખારવા માટે રોજિંદા જીવનમાં નાની-નાની ભૂલો થઇ જતી હોય છે પરિણામે સમજ જતાં ત્વચા નિસ્તેજ થતી હોય છે. આવી નાની-નાની ભૂલો પ્રત્યે સજાગ રહેવાથી ત્વચાને સુંદર રાખી શકાય છે.
સનસ્ક્રીન ન લગાડવું
દરેક ઋતુમાં બપોરના સમયે બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવું આવશ્યક છે. સૂરજના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાને હાનિ પહોંચાડે છે. પરિણામે ત્વચા પર કરચલી,ઝાંય,ડાર્ક સ્પોટ અને ત્વચા લબડી પડવા જેવી તકલીફો થાય છે.
બહુ જોરથી ખેંચીને એકફોલિએટ કરવું
મૃત ત્વચાને દૂરકરવા માટે એક્સફોલિએશન જરૂરી છે. પરંતુ જો ત્વચાને જોરથી ખેંચવામાં આવે તો ત્વચાને હાનિ પહોંચે છે. અઠવાડિયામાં એક-બે વખત એક્સપોલ્ઇસન કરવું જોઇએ.
મોઇશ્ચરાઇઝરનો ઉપયોગન ન કરવો
રૂક્ષ-નિસ્તેજ ત્વચાની તકલીફ દિવસે દિવસે વધતી જતી હોય છે. નિયમિત રીતે મોઇશ્ચરાઇઝર લગાડવાથી ત્વચામાં નમી જળવાઇ રહે છે, તેમજ મૂલાયમ રહે છે.
મેકઅપ ચહેરાપરથી દૂર ન કરવો
રાતના સૂતા પહેલા મેકઅપને ચહેરા પરથી દૂર કરવો જરૂરી છે આમ ન કરવાતી ત્વચાના રોમછિદ્રો બંધ થઇજાય છે અને ત્વચામાં ધૂળ-મેલ વગેરે ફસાઇ જાય છે. તેથી જ સૂતા પહેલા ત્વચાને સાફ કરવી જરૂરી છે.
આઇ ક્રીમ દબાણ આપીને લગાડવું
આંખની આસપાસની ત્વચા સંવેદનશીલ અને કોમળ હોવાથી આંખની આસપાસની ત્વચાને મેકઅપ કરતી વખતે કોઇ હાનિ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું.આઇ ક્રીમ લગાડતી વખતે પણ આંખની આસપાસની ત્વચા પર દબાણ ન આવે તેનું ધ્યન રાખવું.આંખ પર મસાજ કરતીવખતે રિંગ ફિંગરથી હળવેશથી થપથપાવવાની ક્રિયા સુરક્ષિત છે.
સ્ટ્રોન્ગ સ્કિનકેયર પ્રોડકટસના ઉપયોગ
જે ઉત્પાદનોમાં આલ્કોહોલ અથવા તો સ્ટ્રોન્ગ કેમિકલ્સ સમાયેલા હોય તે ત્વચા પરના કુદરતી તેલને દૂર કરીને ત્વચાને રૂક્ષ અને નિસ્તેજ બનાવી દે છે. તેથી હળવા સ્કિન કેયર પ્રોડક્સની પસંદગી કરવી.
ગરદનની સંભાળ ન કરવી
મોટા ભાગે માનુનીઓ ચહેરાની કાળજી પ્રત્યે જ ધ્યાન આપતી હોય છે. તેઓ ગરદન અનેહાથની કાળજી પ્રત્યે બેદરકાર બની જતી હોય છે.શરીરના આ ભાગની ત્વચા સંવેદનશીલ હોવાથી તેના પર વધતી વયના નિશાન જલદીદેખાવા લાગે છે. તેથી નિયમિત ત્વચાની કાળજીમાં ગરદન અને હાથને પણ સામેલ કરવા જરૂરી છે.ખાસકરીને આ હિસ્સાઓ પર મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.
પૂરતી નિંદ્રા ન લેવી
ઊંઘની કમીથી શરીર સવારમાં ઊઠીને પણ થાકનો અનુભવ કરવાની સાથેસાથે તાજગી પણ લાગતી નથી. જેની અસર સ્વાસ્થ્ય, સુંદરતા પરપણ પડે છે એટલું જ નહીં વ્યક્તિતાણ પણ અનુભવવા લાગે છ.ે

  • જયવિકા આશર