શક્તિદાયક આહારથી સ્વાસ્થ્ય સુદ્રઢ બનાવો

- મહિલાઓ માટે એક સ્વસ્થ અને સમતોલ આહાર જેને હેલ્ધી ડાયટ કહી શકાય તે જરૂરી છે. ેમના રોજિંદા આહારમાં પ્રોટીન, આર્યન, કેલ્શિયમ, ફાઇબર, વિટામિન અને યોગ્ય માત્રામાં હેલ્ધી ફેટ સામેલ હોવી જોઇએ.
સ્વસ્થ ભોજન
પાંદડાયુક્ત ભાજી
પાંદડાયુક્ત ભાજીમાં પાલક ,મેથી અને સરસવમહત્વની છે. તેમાં આર્યન, વિટામિન અને એન્ટીઓક્સીડન્ટસ ભરપુર હોય છે. તેનું સેવન ફોલિક એસિડની ઊણપ દૂર કરે છે તેમજ થાક ઉતારી સ્ફૂર્તિનો અનુભવ કરાવે.
દાળ
દાળમાં પ્રોટીન,ફાઇબર અને બી વિટામીન પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. મસૂરની દાળ ચણા અને બાજરા તેમજ નાચણી શરીરને અંદરની શક્તિ પ્રદાન કરે છે.
અનાજ
દલિયા, ઓૉસ અને બ્રાઉન રાઇસ પચવામાં આસાન અને ઉર્જા આપનારા હોય છે.
સુકા મેવા
સુકા મેવા જેવા તે બદામ અખરોટ હેલ્ધી ફેૉસ અને મિનરલ્સ પ્રદાન કરે છે. ખજૂર, કિશમિશ,બદામ, અખરોટ અને અલસી અને ચિયા સીડસ ઉર્જા અને હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે.
ફળો
ફલોમાં કેળા, સફરડન, અને વિટામિન સી ધરાવતાં ખાટા ફળો શરીરને તરત ઊર્જા આપે છે.
દહીં
દહીં પ્રોબાયોટિક્સથી ભરપુર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
ઇંડા
ઊચ્ચ ગુણવત્તા ધરાવનારા પ્રોટીન ્ને આવશ્યક અમીનો એસિડનો ેક ઉત્તમ સ્ત્રોત છે. બ્રોકલી
બ્રોકલી
બ્રોકલીમાં ફાઇબર અને વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે.
પાણી
પર્યાપ્ત પાણી પીવાથી ચયાપચનની ક્રિયા અને શરીરની કાર્યપ્રમઆલી વ્યવસ્થિત ચાલે છે.
તરત ઊર્જા માટેનો આહાર
કમજોરી અને થાક તરત જ દૂર કરવા માટે કેળા ખજૂર, પલાળેલા ડ્રાયફ્રુટ અથવા એક ગ્લાસ ગ્લૂકોઝ અથવા તો લીંબુ પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે.
કેળા
કેળાં સમાયેલી કુદરતી સાકર અને કાર્બોહાઇડ્રેટ શરીરને તરત એનર્જી આપે છે.
ખજૂર અને ખારેક
ખજૂર અને ખારેક શરીરને તરત તાકાત અને કમજોરી દૂર કરવાના ગુણ ધરાવે છે.
સૂકો મેવો
૪-૫ ભીંજવેલી બદામ,કિશમિસ અન ેએક અખરોટ ખાવાથી સુસ્તી પળભરમાં દૂર થાય છે.
ગોળ અને મગફળી આર્યુવેદના અનુસાર ગોળ અને મગફળીનું સેવન શરીરમાં નવી શક્તિ અને સ્ફૂર્તિ આપે છે.
પાણી અથવા લીંબુ પાણી
ઘણી વખત શરીરમાં પાણીની કમી જેને ડીહાઇડ્રેશન કહેવાય છે અને તેનાથી નબળાઇ આવી જતી હોય છે. આવી પરિસ્થિતિમાં તરત જ પાણી અથવા લીંબુ પાણીનું સેવન કરવું.
- જયવિકા આશર




