Sahiyar

નારીના સોળ શણગાર

By GS Team
5 Oct 20263 mins read
નારીના સોળ શણગાર
  • સોળ સજી શણગાર ગયા, જ્યાં જરીક ઘરની બહાર, અમને નજરું લાગી
  • આ ગઝલ સાંભળતા જ નજર સામે સોળે શણગારે સજેલી સુંદર સ્ત્રી આવી જાય તેમાં નવાઇ નથી. જુના સમયમાં સોળ શણગારને બહુ મહત્વ આપવામાં આવતું હતું. સોળ શણગારને સુહાગણની નિશાની માનવામાં આવે છે. પરણતી કન્યા માટે પણ સોળ શણગાર સજાવ્યા છે તેમ કહેવાતું હોય છે. પરંતુ સોળ શણગારમાં ક્યા શણગારનો સમાવેશ છે તે અહીં આપવામાં આવ્યો છે.

ચાંદલો
ચાંદલનાને પ્રથમ શણગાર માનવામાં આવે છે. પારંપારિક રીતે લાલ રંગનો ચાંદલો ગોળાકારમાં કરવામાં આવતો હોય છે જેને સુહાગની નિશાની માનવામાં આવે છે.
સિંદૂર
સિંદૂર સુહાની સૌથ મોટી નિશાની કહેવાય છે. લાલ રંગના પાવડરથી ભરેલા સેંથાને સિંદૂર કહેવામાં આવે છે.
ટીકડો
ટીકડો વાર-તહેવારે પહેરવામાં આવતો હોય છે. ઊચ્ચ તહેવારોમાં પૂજા કરતી વખતે ઘણી માનુનીઓ ટીકડો પહેરવાનું પસંદ કરે છે.
કેશકલાપ
વાળને ઓળવાને કેશકલાપ પણ કહેવામાં આવે છે જે સોળ શણગારનો હિસ્સો છે. વાળની હેરસ્ટાઇલ પણ સોળ શણગારનો હિસ્સો છે.
કાજળ
આંખે અંજનકરવું એટલે કે કાજળ લગાડવું પણ એક શણગાર જ છે અને તેને સોળ શણગારનો એક હિસ્સો માનવામાં આવે છે.આંખને સુંદર અને ખૂબસૂરત દેખાડવા માટે કાજળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જોકે હવે કાજળનું સ્થાન આઇ લાઇનરે લઇ લીધું છે.
નથ
નાકમાં નથ પહેરવી એ પણ સુહાની નિશાની માનવામાં આવે છે. જોકે દરેક રાજ્યોમાં નથની ડિઝાઇન અલગ અલગઆકારની હોય છે.
મંગલસૂત્ર
મંગલસૂત્રનું મહત્વ તો સહુ કોઇ જાણે છે. સુહાગની નિશાનીના આ ઘરેણાંનું સૌભાગ્યવતીમાં બહુ મહત્વ છે.
કાનમાં પહેરવામાં આવતી જ્વલેરી
કાનમાં વિવિધ ડિઝાઇની જ્વલેરી પહેરવામાં આવતી હોય છે. જેમકે બાલી, ટોપસ્, કર્ણફૂલ,ઝુમખા.
બાજુબંધ
હાથના બાવડામાં પહેરવામાં આવતું બાજુબંધની ગણના પણ સોળ શણગારમાં આવે છે. આને આર્મલેટ પણ કહેવામાં આવે છે.
મહેંદી
મહેંદીથી સજાવેલ હાથ પણ સોળ શણગારનું પ્રતીક છે. તેને સુહાગની નિશાની તરીકે પણ લગાડવામાં આવે છે.
બંગડી
હાથમાં ખણખકતી વિવિધ ડિઝાઇનની બંગડીઓ સુહાગની નિશાનીમાં અને સોળ શણગારમાં આવે છે. ખાસ કરીને સુહાગની નિશાની માટે ફક્ત કાચની બંગડીઓને જ મહત્વ આપવામાં આવ્યું છે.
અરીસો
અરીસાનું ચલણ હવે ઘણું ઓછું થઇ ગયું છે. પહેલાના સમયમાં અરીસો જડેલી વીંટી પહેરવામાં આવતી હતી તેને સોળ શણગાારનો હિસ્સો કહેવામાં આવતું હતું.
કંદોરો
કમર પર પહેરવામાં આવતો કંદોરાને સદીઓથી સોળ શણગારનો હિસ્સો કહેવામાં આવે છે. તે સોનાનો અથવા તો ચાંદીનો તેમજ વિવિધ નંગોથી સજેલો હોય છે.
પાયલ અને પગની કડી
પગમાં ઝાંઝર અને પગની આંગળીઓમાં કડીઓ પહેરવી એ પણ સોળ શણાગર જ છે. તેને સાડી તેમજ વિવિધ ડ્રેસ સાથે પણ પહેરવામાં વે છે.
લગ્નના પરિધાન
લગ્નમાં પહેરવામાં આવતા પરિધાન પણ સોળ શણગારનો હિસ્સો છે. આ પરિધાનને વારંવાર સામાન્ય રીતે પહેરવામાં આવતો નથી. તેને ખાસ તહેવાર કે પછી પ્રસંગે જ પહેરવામાં આવતો હોય છે. આ પરિધાન માટે લાલ, મરૂન, સોનેરી લીલા રંગનો જ હોવો જોઇએ અમ સામાન્ય રીતે માનવામાં આવે છે.
સુગંધી ફૂલો
સુગંધી ફૂલો વિના સોળ શણગાર અધૂરો માનવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ સુગંધિત ફૂલ તરીકે વાળમાં મોગરાના ગજરા કે પછી વેણી પહેરવી મહત્વનું ગણાય છે.

  • મીનાક્ષી તિવારી