નિવૃત્તિની પ્રવૃત્તિ

એક સ્ત્રી ૩૫ વર્ષ નોકરી કરી નિવૃત્ત થઇ. છેલ્લા દિવસે નોકરી પૂરી કરીને ઘરે જઈ રહી રહી તો રસ્તામાં વિચારતી હતી કે હવે નિવૃત્તિના સમયમાં શું કરું ? ઘરે પહોંચે છે ત્યાં અચાનક ડ્રોઈંગ રૂમમાં એક ચિત્ર પર પડે છે. દીવાલ પરથી ચિત્ર ઉતારે છે. ધારી ધારીને જુએ છે. કૉલેજમાં હતી ત્યારે આ પોતે દોરેલું હતું. કૉલેજમાં હતી ત્યારે ખૂબ ચિત્રો દોરેલા અને ઇનામો પણ જીત્યા હતા. બસ એને નિવૃત્તિની પ્રવૃત્તિનો જવાબ મળી ગયો.
માળિયામાંથી કલર-કેનવાસ ઉતાર્યા અને પીંચી પરથી ધૂળ ખંખેરી. દિવસો સુધી ઘરમાં જ પૂરી રહી, વર્ષો બાદ એને આહલાદક અનુભવ થયો. એ કોફી પીતા પીતા ભુતકાળમાં સારી પડે છે. ચિત્ર સાઈડ પર રહી ગયા અને નોકરી પર લાગી ગઈ. જીવનના છ દાયકા ક્યાં પસાર થઇ ગયા એ ખબર જ ન પડી. પોતે જીવન સંસારમાં એટલી અટવાઈ ગઈ હતી કે ચિત્રકળાને ભૂલી જ ગઈ. પૈસા, ગાડી, બંગલા અને કુટુંબની જવાબદારીમાં પહેલા એણે શોખનો ભોગ આપ્યો અને પછી તો આદત પડી ગઈ.
નિવૃત્ત થયા પછી થોડા ચિત્રો દોર્યા બાદ જાણીતા ચિત્રકાર વિશ્વનાથ પાસે ગઈ. સ્ત્રીએ પોતાના તાજેતરમાં સર્જેલા ચિત્રો બતાવ્યા અને અભિપ્રાય આપવા કહ્યું 'મારા મત મુજબ આ વ્યક્તિએ પેન્ટિંગ કરવા પાછળ ખોટો સમય બરબાદ કર્યો છે. એની જગ્યાએ કોઈ બીજી પ્રવૃત્તિ કરી હોત તો એને તેમાં સફળતા મળી હોત. માફ કરશો જેના ચિત્રો હોય એ માઠું ન લગાડે પણ મેં પેન્ટર તરીકે સાચો અભિપ્રાય આપ્યો છે, સારો નહીં.'
સ્ત્રી પણ ખૂબ દુ:ખી થઈ પણ ચિત્રકારને એ બતાવ્યું નહીં અને ચહેરા પર હાસ્ય સાથે વિદાય થઇ. પોતાના ચિત્રો હવે પોતે જુએ છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ચિત્રોમાં અઢળક ખામીઓ હતી. ચિત્રકારના સ્ટુડીઓ બહાર કલાક સુધી સૂનમૂન બની બેઠી રહી. એ ફરી ચિત્રકાર પાસે આવી અને કૉલેજ કાળમાં જે પોતે ચિત્રો બનાવાયા હતા એ ચિત્રકારને બતાવ્યાને કહ્યું કે 'આ ચિત્રો જોઈને કહો ને કેવા છે?.' ચિત્રકારે ચિત્ર જોતાં છે જ આનંદથી નાચી ઊઠી કહ્યું 'આ ચિત્ર તો અદભુત છે, આ ચિત્રમાં મને વિશ્વનો મહાન ચિત્રકાર દેખાય છે, જે મારા કરતાં મોટો ચિત્રકાર થઈ શકે એવી સુંદર કલા છે. બસ આ ચિત્રકારને કહેજો કે સતત સાધના કરે અને વચ્ચે કોઈ બ્રેક ન લે…'
સ્ત્રીએ કહ્યું 'જરૂર'
'બાય ધ વે, કોના છે ચિત્રો ?'
સ્ત્રીએ કહ્યું કે '૩૫ વર્ષ જૂના મિત્રના ચિત્ર છે…'
સ્ત્રીને થયું ૩૫ વર્ષ પહેલા કોઈએ આ શબ્દો કહ્યા હોત તો આજે વાત કંઈક ઓર હોત ! ભૌતિકતાની ભાગદોડમાં મેં પણ મારી જાતને કશું પૂછયું નહીં. સતત સુખની કળા ચડતી રહી એટલે એવું કશું વિચારવો સમય જ ન મળ્યો. ક્યારેક પોતાને અને બીજાને ઓળખવા દુ:ખ પણ જરૂરી હોય છે.
વ્યક્તિને તેની પ્રશંસા માટે યોગ્ય સમયે પ્રોત્સાહન મળે તો એ એની કલા કે આવડતને યોગ્ય માર્ગે વાળી શકે છે. દરેકને માટે એક સમય હોય છે એ સમય ચૂકી જઈએ ત્યારે આપણી અંદરનું નૂર પણ કદાચ જે સમયે હતું એ જ સ્વરૂપે રહેતું નથી.
સમાપન
સાચી સંવેદના હંમેશા કાર્યમાં પ્રગટ થઈ જતી હોય છે.
- રવિન્દ્રનાથ ટાગોર




