વાચકની કલમ

ઝાંઝવાના નીર
શી આશાઓ બાંધુ ઝાંઝવાના નીરે
સારા જગને સહાનુભૂતિ બક્ષે છે જ્યાં
સ્વાર્થ-નિસ્વાર્થ માનવ મળે જગમાં
મધલાળે સારા જગને છેતરે છે
વાણી વર્તને બંધનમાં સારું જગ છે
ઝાંઝવાના નીર ઉડાન ભર્યા આભાસે
આશા છે સારા સ્વપ્નો સાકાર કરવાને
શ્રધ્ધા વિશ્વાસ છે,
મારા કર્તવ્યા ેને ફરજોમાં
ધીરજને અડગતા થકી
વિશ્વાસ કેલવ્યો જ્યાં
જીવન હાઈવે પર સ્થિત પ્રજ્ઞા રહું છે જ્યાં
ઝાંઝવાના નીર તો છે
છેતરામણાં, ડરામણા
મને આશા છે મંઝિલ
મળશે તૃષા તૃપ્ત કરવાને
ચળકતી સપાટીએ મૃગલું
છેતરાય છે જ્યાં
મેં તો વિચાર્યું કે શી
આશા રાખું ઝાંઝવા નીરે
પરેશ જે. પુરોહિત (રણાસણ)
'રોળાયેલું સ્વપ્ન'
સેવ્યું હતું મેં એક સ્વપ્ન નિરાલું,
કે બની દિવડો, કોઇના ઘરને ઉજાળું.
ખબર ન હતી કે, કોણે એફૂંક મારી!
ખૂદ ઘરના એ જ દિવડાની જ્યોત ઠારી.
ઘવાયું જીંદગીમાં હવે ઘોર અંધારું
મૂજ ધરમાં જ રોળાયું એ સ્વપ્ન મારું.
સંકટોમાં હાર માની નથી મેં ક્યારેય
છતાં હલેસા માર્યા મેં મઝધારે.
કોઇના સુખના કાજે બળતો રહ્યો સદાયે,
છતાં સંકલ્પ મારો અડીખમ છે આજે.
હું બળુ પણ બાળુ નહિ કોઇને
નથી ડર, હવે આ જીંદગીનો
કેમ કે ઇશ્વરસમો ધણી છે,
થોડો મરી જવાનો?
સીજી રાણા (ગોધરા)
જિગર સુધી
હજુ તો પૂછ્યો ન પૂછ્યો સવાલ
ને વાત પહોંચી ગઈ ઉતર સુધી
હજુ તો મળી હતી નજરથી નજર
ને પ્રેમ પહોંચી ગયો જિગર સુધી
શેરી સુધી તો વાંધો ક્યાં હતો?
વાત પહોંચી ગઈ પાદર સુધી
ઇંતજાર પણ કેવો? વાન ન પૂછો
રાતની માંડીને ફજર સુધી
એ રસ્તે માંડવાના છે કદમ
જાય છે એ રસ્તો અહીં અંતિમ સફર સુધી
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
પ્રીતની પરિભાષા
પ્રેમના પગથિયા કદી ચઢવા નહીં
ચઢી જ ગયા તો પછી ઊતરવા નહીં
સ્નેહની સરીતામાં કદી કૂદવું નહીં
કૂદી જ ગયા તો કદી નીકળવું નહીં
ઈશ્કના આકાશમાં કદી ઊડવું નહીં
ઊડી જ ગયા તો નીચે આવવું નહીં
મોહના મારગે કદી મ્હાલવું નહીં
મ્હાલી જ ગયા તો પાછા ફરવું નહીં
માયાના મિનારા કદી ચણવા નહીં
ચણી જ દીધા તો કદી તોડવા નહીં
મુહોબ્બતની મદીરા કદી પીવી નહીં
પી જ ગયા તો ઓકી કાઢવી નહીં
લવનો લાવારસ કદી ચાખવો નહીં
ચાખી જ ગયા તો થૂંકી કાઢવો નહીં
પ્રીતના પૂરાવા કદી આપવા નહીં
આપી જ દીધા તો કદી માગવા નહીં
પ્યાર તણો પ્રદીપ કદી પ્રગટાવવો નહીં
પ્રગટાવી જ દીધો તો પછી હોલવવો નહીં
પ્રવીણ પટેલ 'સ્વયં' (ગણદેવી, નવસારી)
'શક્તિ સ્વરૂપા'
જીવતર કેમ જીવાય છે,
પ્રશ્ન કંઇ એ નાનો છે?
કંથ નથી હવે દીકરો છે,
સ્વજનો સહ એ છાનો છે.
મનમાં એના કરે ડાકિયું,
એવું કોણ રહ્યું હવે,
કોણ આંખના આંસુ લૂ છે,
કોણ હૃદયની વ્યથાને પૂછે!
પત્ની મટી, જનની જ હવે તું,
માથે મમતાનો ભારો છે,
પણ મનની વિકટ દશાને સમજે
એવો કયો સથવારો છે?
તને એકલી છોડી ગયાને
સંઘર્ષની શરૂઆત થઇ,
આપ્તજનો ના મહેરામણમાં
હાંશિયે ઢકેલાઇ રહી.
પત્ની, પત્ની , મા બની
તું ં કેટલાયે અવતાર કર્યા,
હિંમત રાખી, અડગ રહીને
અવરોધોને પાર કર્યા.
એકલતાની ઘાતમાંથી ઉગરી,
બહાર આવ તું,
હે શક્તિ સ્વરૂપા,
જીવનદાયિની, જીવનમાં
ઝંપલાવ તું જીવીને બતાવ તું.
પરેશ જગદીશચંદ્ર ભટ્ટ 'આનંદ' (આણંદ)
પરિવર્તન જોવા મળે
ઘર, પરિવારને સમાજમાં
પરિવર્તન જોવા મળે
મોબાઈલ, ટીવી સિરિયલોની
અસર જોવા મળે પાડોશીના ઘરમાં ઘૂસીને
બંધ બારણે વાતો કરે
માવતરને કાઢવા બસ
મોટાની જ રાહ જુએ
પરિવારથી જુદા રહેવા
માવતરને બદનામ કરે
ઘર ફૂટે ઘર જાય ખુદના
પગ પર કુહાડો મારે
પહેલો સગો પાડોશી
આ વાત આજે વામણી લાગે
પાડોશી ભેગા ભળીને
સુખી પરિવારમાં આગ લગાડે
સાસરીવાા ભલે વ્હાલા લાગે
હવે તો માવતર ના ગમે
ઘરમાં માવતરથી છૂપુ રાખે
સાસરીવાળા બધુ જાણે
સાસરીયાની અવર-જવર વધેને
વણ માગી સલાહ આપે
કૃતદની સંતાનો કહે.. પપ્પા!
તમને હવે ખબર ના પડે
પારકા પૈસે જલસા કરવા
મળે ત્યાં જ સંબંધ રાખે
સુખમાં પાર્ટીઓ કરે દુ:ખમાં
આંસુ લૂછવા કોઈ ના આવે
ચાલશે, ફાવશે, ગમશે છતાં
માવતરને સહન કરવું પડે
ઘરમાં દખલ ના કરે છતાં
માવતરની જ ભૂલો કાઢે
બેટા..! તમારી સાથે ફાવ્યું
તમને ના ફાવ્યું માવતર સાથે
બેટા.. વતનમાં નાનકડું ઘર
પણ આજે વ્હાલુ લાગે
વારંવાર પિયરમાંથી ફોન
આવે ને ઘરમાં અશાંતિ રહે
કૃતજ્ઞાી સંતાનો વ્હાલા..
વિચાર વાણીને વર્તનથી દીપી ઉઠે
માવતરને વ્હાલા સંતાનો જે
પરિવારની ઇજ્જત કરે
પરિવારમાં સુખ શાંતિને
સંતોષ ત્યાં જ જોવા મળે
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)









