વાચકની કલમ

કેવું?
તમને જોઈને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?
મુખડું ઢંકાય જો વારાફરતી લટોથી
તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?
મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
તેને શ્રવણનું નામ આપું તો કેવું?
તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી
તેને જાગરણનું નામ આપું તો કેવું?
હમેશાં ડૂબી જાઉં નયનની ગહેરાઈમાં
તેને વમળનું નામ આપું તો કેવું?
સાનભાન ભૂલાવું તમારા ઈશારે
તેને વશીકરણનું નામ આપું તો કેવું?
આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણી
તેને કુપણનું નામ આપું તો કેવું?
અને એ લાગણી રૂપી કુપળ
મનુષ્યના દિલમાં ઉગે તો કેવું?
સુખ અને દુ:ખની ઘટમાળમાં
ડૂબી રહેતી જિંદગીને જીવન
સફળ નામ આપું તો કેવું?
ઈશ્વરે બનાવેલી આ અદ્ભુત
દુનિયાને અલૌકિક નામ આપું તો કેવું?
મીનાક્ષી દેસાઈ (વડોદરા)
સંબંધોનું સરવૈયુ
માણી લો અનેરા સંબંધો
જિંદગીમાં વિવિધ લગણી તણાં
બનાવીએ આ સંબંધોને
મજબૂત નિ:સ્વાર્થ સમર્પણથી
ભરી દો મીઠાશ સંબંધોમાં
વિનય-વિવેક-વિચાર વર્તનથી
રચાયા એ જ સંબંધ
છૂટા ન થવાના માત્ર સપ્તપદીથી
નિભાવો એ જ સંબંધ
જિંદગીભર સાથ અન્યોન્યના
થાય સંબંધોમાં સરવાળો
સાથે ગુણાકાર જિંદગીમાં
કરો રૂપાંતર નકાર વલણનું
હકારમાં નિભાવે સંબંધો
સારી વાતોને વિશેષ બનાવી
ગાઢ બનાવીએ સંબંધો
કદી ના લાવીએ બદલાવ
સારી ટેવો કે અભિગમોમાં
કરીએ આત્મિય સંબંધોની
આપ-લે નાના માણો થકી
સર્જાય ક્યારેક બાદબાકી કે
ભાગાકાર કોઈકના વર્તન થકી
સાધી દો અનુકૂલન ત્યાં સત્વરે
ટકાવી જાય એ સંબંધો
કરો કદર અન્યોની અને
બનાવીએ મજબૂત સંબંધો
ભળી જઈ વિશાળ સાગરમાં
સરિતા બની આ જિંદગીમાં
દીપક પંડયા 'સ્નેહ' (બીલીમોરા)
નામ છે એનું જીવન
દિન-રાતના તાણાવાણામાં
ગૂંથાયેલો સમય
નામ છે એનું જીવન
જન્મથી મરણ સુધી
નદીના વહેણમાં
વહેતા નીર સમ
નામ છે એનું જીવન
સુખના ડુગરને
દુ:ખના દરિયા વચ્ચે
સમાયેલું ઊંડાણ
નામ છે એનું જીવન
આનંદની ભરતી
ને શોકની ભરતી
'લઘુગોવિંદ'એ સાગર
નામ છે એનું જીવન
ધનજી છેડા 'લઘુગોવિંદ'
(કલ્યાણ)
તક આપું છું
વાતો ઘણી કરે છે
વોટ્સએપ ને ફેસબુક પર
વિડિયો કરી મુખડું બતાવવાની
તાક આપું છું
હું ચાહું છું તમને
કહે છે રોજ રોજ એકવાર રૂબરુ મુલાકાતની
તક આપું છું
તું રહે અમેરિકા અને હું અમદાવાદ
એકવાર અમદાવાદ પધારવા
તક આપું છું
નથી છેડા જોડયા મોબાઈલના
તને છેડા જોડવાની તક આપું છું
લંબાવીશ તારો હાથ તો
પકડીશ હાથ તારો
તક આપું છું
હવે કહે જે સાચું ક્યારે આવીશ?
પુરા કરવા તારા ઓરતા
તક આપું છું
બંકિમચંદ્ર બ્રહ્મભટ્ટ 'ચંદ્ર' (અમદાવાદ)
જિંદગી
ક્યારેક સુખ-દુ:ખ આશા નીરાશા
ક્યારેક ખુશ ક્યારેક દુ:ખમાં રહે છે જિંદગી
ભીડમાં પણ એકલા કરી જાય છે
હસાવે છે, રોવડાવે છે,
ભાવનાઓના ભવંડરમાં
ખોવાય જાય છે જિંદગી
ઉગતી ઉષા અને આથમતી
સંધ્યા જાત જાતના સપના જુવે છે જિંદગી
સંબંધોની વણજાર સમાજના
નીયમો ક્યારેક પ્રેમ ક્યારેક
નફરત મળે છે જિંદગીને
પથરીલા રાસ્તા, કાંટાભર્યા
માર્ગ ટાઢ, તડકો વરસાદ
બધુ જ સહન કરે છે જિંદગી
પારકાને પોતાના બનાવી
સંબંધમાં તાણા વાણા સર્જી
દિલના ઘાવ સહન કરે છે જિંદગી
ખુશીના પ્રસંગો, હર્ષની હેલી
પ્રભુ ભક્તિ ખુશીના મહોલમાં
ખુશ ખુશાલ રહે છે જિંદગી
સપના તુટવા, દુ:ખ વેઠવું
ખુબ દુ:ખી થવું
સ્વજનોને ખોટા માતમાં
રહે છે જિંદગી
અનુ માવજી
ખુશીના છોડ
ખુશીના છોડ પર એક નવું ફૂલ ઉગ્યું,
ખુશીનો છોડ ફૂલ જોઈ જોઈને મલકાય.
પહેલીવાર તો ન્હોતું ઉગ્યું ફૂલ, છતાં,
ખુશીનો છોડ ફૂલ જોઈ જોઈને હરખાય.
સહેજ પણ તકલીફ ના પડવા દે ફૂલને,
ખુશીનો છોડ ફૂલ જોઈ જોઈને છલકાય.
માવજત જાતથી વધાતે કરે ફૂલની,
ખુશીનો છોડ ફૂલ જોઈ જોઈને મરકાય.
દુનિયાની નજરોથી
છુપાવી રાખે ફૂલને,
ખુશીનો છોડ ફૂલ જોઈ જોઈને મલકાય.
''સખી'' દર્શિતા બાબુભાઈ શાહ
(અમદાવાદ)
દૂઝતો જખમ
લાગણી ક્યાંય જોવા નહીં મળે
અહીં નજર કરો ત્યાં સીતમ છે
રાહ એની કઈ સુલભ નથી
અહીં હર કદમ પણ જોખમ છે
રૂઝાવવાની કોઈ શક્યતા નથી
દિલમાં સદા દૂઝતો જખમ છે
અહીં ખુશીની કોઈ ઋતુ નથી
સદા વિષાદની મોસમ છે
સદા આપે છે દરદ ને ગમ
પ્રેમ-પ્રેમ નહીં પ્રેમનો ભરમ છે
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
શ્રી કૃષ્ણ સદા સહાયતે
વાહ રે લાલા વાહ રે તારી મહેર
થયું ગુંજતું નામ તારું ઘેર-ઘેર
વાહ રે લાલા વાહ રે તારી મહેર
મૂવી 'લાલો'થી રંગાયા વિણ
રહ્યું ના બાકી કો' ગામ કે શે'ર
વાહ રે લાલા વાહ રે તારી મહેર
મનમાં થયો સૌને ખરો અહેસાસ
કે, તારા વિણ કોઈ ભૈ અંધેર
તું રુંઠે તો આ દુનિયામાં કોરોના સરિખો
દૈત્ય કરે કાળો કેર..
વાહ રે લાલા વાહ રે તારી મહેર
નાથી કાળી નાગ ઉતાર્યું તેનું ઝેર
માર્યા ગયા કંસ, શિશુપાલ
તારાથી રાખીને વેર.. વાહ રે..
કહે મારું તારી કૃપાથી
દરિદ્ર વિપ્ર સુદામા
પામ્યા હતા લીલાલેર..
છે એટલી મારી અભ્યર્થના
નિત લેજો કેર..
વાહ રે લાલા વાહ રે તારી મહેર
બિજલ મારૂ (ભાવનગર)









