Ahmedabad

અમદાવાદના કાલુપુરના રેવડી બજારના સિંધી માર્કેટમાંથી ચાલુ વરસાદે 20 લાખથી મત્તા પર હાથ ફેરો

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુર રેવડી બજાર સિંધી માર્કેટમાં વરસાદ દરમિયાન કપડાની દુકાનમાંથી 20 લાખની રોકડ ચોરાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં CCTV ફૂટેજના આધારે સાબીર શેખ નામના યુવકને કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી 14 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યો. આરોપી સાબીર શેખે દુકાન માલિક જીતુ વાધવાણીની દુકાનમાં રૂમાલ લેવા આવતા તિજોરીમાં રોકડ રાખવાની જાણ થતા વરસાદનો લાભ લઈ ચોરી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના કાલુપુરના રેવડી બજારના સિંધી માર્કેટમાંથી ચાલુ વરસાદે 20 લાખથી મત્તા પર હાથ ફેરો

Ahmedabad Crime News : શહેરના કાલુપુર રેવડી બજાર સિંધી માર્કેટમાં ધોધમાર વરસાદ આવતો હતો. તે સમયે 20 લાખની રોકડની ચોરી થઇ હતી. આ અંગે ડીસીપી ઝોન-3 સ્ક્વોડ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના સમયમાં રોકડની ચોરી કરનાર યુવકની ધરપકડ કરી હતી.

કુબેરનગરમાં આવેલા રાધે ફ્લેટમાં રહેતા જીતુ વાધવાણી કાલુપુર રેવડી બજાર સિંધી માર્કેટમાં કપડાની દુકાન ધરાવે છે. ગત ૨૪મી તારીખે સાંજના સમયે નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને ગયા હતા. સવારે તેમને કોલ આવ્યો હતો કે તેમની દુકાનનું શટર તુટેલું છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તિજોરીમાં રહેલા તેમજ ઉઘરાણીના કુલ મળીને ૨૦ લાખની રોકડ ગાયબ હતી. આ અંગે કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા ડીસીપી ઝોન-3 સ્ક્વોડના પીએસઆઇ વી એચ રાઠોડે તપાસ કરતા સીસીટીવીના આધારે તપાસ કરતા એક શંકાસ્પદ યુવક રેઇન કોટ પહેરીને કોમ્પ્લેક્સની બહાર જતો જોવા મળ્યો હતો અને પોલીસે સાબીર શેખ (રહે.કાલુપુર)ને કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી તેને 14 લાખની રોકડ સાથે ઝડપી લીધો હતો.

આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે સાત મહિના પહેલા અમદાવાદ ખાતે આવ્યો હતો અને તે જીતુભાઇની દુકાનમાં રૂમાલ લેવા આવતો હતો. ત્યારે તેને ખબર પડી હતી કે રોકડ તિજોરીમાં મુકવામાં આવે છે. જેથી તેણે શહેરમાં ભારે વરસાદ હતો ત્યારે રાતના સમયે આવીને ચોરી કરી હતી.