તંદુરસ્તી મેળવવા સપ્લીમેન્ટસની કાખધોડી સાવ અનિવાર્ય છે એવું નથી

ભારતીય(અને વિશ્વની પણ)સંસ્કૃતિમાં જયાં સુધી આહારવિજ્ઞાાન અને આરોગ્યવિજ્ઞાાન વચ્ચે આવશ્યક સુમેળ હતો ત્યાં સુધી તંદુરસ્તી જાળવી નિરામય રહેવા જરુરી પોષણ, વિટામીન અને મિનરલ્સ જેવાં પોષક તત્વો આપણને રોજિંદા આહારમાંથી અત્યંત નૈસગક સ્વરુપે મળી રહેતાં. પણ આધુનિક જીવનશૈલી અને ખાન -પાનની આધુનિક ભેળસેળ (Fusion) ની ધેલછા વધવા સાથે આહાર અને આરોગનો સુમેળ અને સમતુલા ખોર- વાઈ રહી છે.આ સાથે જે તે પ્રદેશના હવામાન તથા ત્યાં તૈયાર થતા ખાદ્ય પદાર્થોનો આધારે સ્થાનિક લોકોનું આરોગ જળવાય તેવી આહારની પરંપરાગત વ્યવસ્થા પણ સીમાડા ઓળંગીને જેમને માટે યોગ્ય નથી એવા અન્ય પ્રદેશોના લોકો સુધી પહોંચી અર્થાત આહાર પરંપરાનું પણ વૈશ્વકરણ થતું જાય છે તેમ હવામાન અલગ અને આહાર અલગ એમ બન્ને વચ્ચે કોઈ મેળ જ રહ્યો નહી.પરિણામે તંદુરસ્તી ન જળવાય અને તે પછી તો આરોગ્યની સમસ્યાઓ પણ ઊભી થવાની જ.વિવિધ રોગ માથું ઊંચકવાના.
આ સ્થિતિમાં આહારમાંથી જે પોષક તત્વો મળવાં જોઈએ તે ન મળતાં શરીરમાં વિટામિન,મિનરલ્સની ઊણપ ઊભી થવાની.છેવટે આ ઊણપ માનવ સજત સપ્લીમેન્ટસ(પૂરક ટોનિક વગેરે) લઈને આરોગ્ય જાળવવાની,તંદુરસ્ત રહેવાની નોબત આવે છે.
આ સ્થિતિનો લાભ લેવા કેટલીય ફાર્માસ્યૂટિકલ કંપનીઓ તૈયાર છે અને શકિતવર્ધક ,જોમવર્ધક વિવિધ સપ્લીમેન્ટસનું આખું બજાર અસ્તિત્વમાં આવ્યું છે.આર્શ્ચર્યનો મુદ્દો એ કે પોષક આહારની હિમાયતને બદલે સપ્લીમેન્ટસજની બોલબાલા છે. જ્યાં આવશ્યક છે ત્યાં સપ્લીમેન્ટસ અનિવાર્ય છે પણ યોગ્ય માર્ગદર્શન વગર તે લેવાય એ હિતાવહ નથી.
સામાન્ય રીતે સગર્ભા તથા શિશુને સ્તનપાન કરાવતી મહિલાઓ,નાનાં બાળકોને, વિટામિનની ઊણપ હોય, આરોગ્ય સુધારવા તથા સ્પેશિયલ ડાયેટમાં ડોક્ટર વિટામિન્સ,સપ્લીમેન્ટસ કે મિનરલ્સ લેવાની સલાહ આપી શકે.ક્યાં સપ્લીમેન્ટસ ન લેવાં એ વિશેની સર્વ સામાન્ય સમજ આ મુજબ છે :
- વેટ લોસ સપ્લીમેન્ટસ: વજન ધટાડવા માટે ડાયેટ પિલ્સના નામે જાણીતું સપ્લીમેન્ટસ વજન ધટાડવામાં સહાયરૂપ સપ્લીમેન્ટસ તરીકે વેચાય છે.આવાં સપ્લીમેન્ટસ લેવાથી ચયાપચય (Metabolism) જીવન ટકાવવા જીવંત કોષોમાં થતી રાસાયણિક પ્રતિક્રિયાની શૃંખલાની ક્રિયા સતેજ થાય છે,ખાવાપીવાની ઈચ્છાઓ ધટે છે,
આ સપ્લીમેન્ટસ લીધા પછી ખોરાકની જરુર નથી કે ખોરાકનાં તત્વોને શરીરમાં ભળતાં અટકાવે છે એવાં વચન વેટ લૉસ સપ્લીમેન્ટસ આપે તે સર્વ સામાન્ય છે.
સંશોધનમાં જણાયું છે કે વેટ લૉસ સપ્લીમેન્ટસથી ઊલટી થવી,નોસિઆ
(Mood shift),મિજાજમાં ફેરફાર
(સ્ર્ર્ગ જરૈકા), અસ્વસ્થતા, સ્ટ્રોક, હૃદયના ધબકારા અનિયમિત થવા,હ્રદય રોગનો હુમલા જેવી તકલીફો થઈ શકે છે અને વ્યક્તિનું મોત પણ નીપજી શકે છે.સાર એ જ કે નિષ્ણાતની સલાહ સિવાય આવાં સપ્લીમેન્ટસ ન લેવાય. - સેક્સ્યુઅલ એન્હાસમેન્ટ સપ્લીમેન્ટ્સ : કામોત્તેજના,મૈથુન ક્ષમતા વધારવાના નામે ઉપલબ્ધ અનેક સપ્લીમેન્ટસ માટે ઈરેક્ટલ ડિસ્ફંકશન
( ઈઘ-લિંગ ઉત્થાનની સમસ્યા)ના ઈલાજનો તથા મૈથુન ક્ષમતા અને લિંગની લંબાઈ વધારી આપવાના દાવા કરાતા હોય છે.ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ ૨૦૨૨માં કરેલા એક સંશોધનમાં આવાં કેટલાંક સપ્લીમેન્ટસમાં વિષારી અને હાનિકારક ધટકો હોવાનું તથા પ્રિસ્ક્રપ્સન ડ્રગ્સ લેબલમાં સૂચિબદ્ધ કરાઈ ન હોવાનું પણ જણાયું હતું. આવાં હાનિકારક સપ્લીમેન્ટસ પર કેટલો ભરોસો રાખવો એ એક પ્રશ્ન છે. - એક્સરસાઇઝ/સ્પોર્ટ્સ એન્હાન્સ -મેન્ટ સપ્લીમેન્ટસ : વ્યાયામ અને રમતગમતની ક્ષમતા વધારવાનો દાવો કરતાં સપ્લીમેન્ટસ ડ્રિન્કસ,કેપ્સ્યુલ,પાવડર એમ વિવિધ સ્વરુપે મળે છે.દરેક સપ્લીમેન્ટ માટે તેનાથી શક્તિ અને સ્નાયુઓની દ્રઢતા વધતી હોવા જેવા અનેક દાવા કરાય છે.ખેલાડીઓ અને કસરતબાજો માટે પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, એમિનોએસિડસ,વિટામીન,મિનરલ્સ જરૂરી છે પણ ધણાં બધાં સપ્લીમેન્ટસ લેવાથી હ્રદયના ધબકારા વધી જવા, સપ્લીમેન્ટસના બંધાણી થઈ જવા જેવી આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે.
- કેફિન પિલ્સ : પ્રમાણસર કેફીન પિલ્સ લેવાય અને એ લીધી હોય ત્યારે કેફીનયુક્ત અન્ય પદાર્થ મર્યાદિત પ્રમાણમાં લેવાય તે મોટા ભાગના લોકો માટે સલામત ગણાય છે. તેમ છતાં કેફીન ઉત્તેજક હોવાથી તે હાનિકારક અસર કરી શકે.ઉદ્વેગ,અનિદ્રા,હૃદયના ધબકારા તથા બ્લડપ્રેશર વધવા જેવી તકલીફ આ પિલ્સથી થઈ શકે છે
- ગ્રીન પાવડર : આ પાવડર આરોગ્યપ્રદ હોવાનું જણાય છે પણ અનાજનાં પોષક તત્વ તથા પ્રીબાયોટિક્સ( જે એન્ટિબાયોટિક્સની આડ અસરોથી બચાવે છે) ધરાવતા હોવાનો દાવો કરાયો હોય તેવા ગ્રીન પાવડર લેવા સામે નિષ્ણાતો ચેતવે છે.આવા દાવામાં ગ્રાહકો ભરમાઈ જાય છે અને માની લે છે કે જે તે ગ્રીન પાવડર લીલાં શાકભાજીનો વિકલ્પ છે.પણ આવા દાવા ગેરમાર્ગે દોરે છે.બધા જ ગ્રીનપાવડરથી શક્તિ,કાર્ય-- ક્ષમતા કે પાચનશક્તિ વધતાં નથી.
- સપ્લીમેન્ટસની આડઅસર થઈ શકે? : એફડીએ અસરકારકતા,ગુણકારિતા કે શુદ્ધતાની દ્રષ્ટિએ સપ્લીમેન્ટસનું પરીક્ષણ કરતું નથી અને તે કેટલાં બિનહાનિકારક છે,સલામત છે એની જવાબદારી ઉત્પાદકો પર છોડી દેવામાં આવે છે.કેટલાંક સપ્લીમેન્ટસ લોકપ્રિય છે,જેને સંભાળપૂર્વક લઈશકાય.કેટલાંક સપ્લીમેન્ટસ માં તેજ ધટક તત્વો હોય છે જે વ્યક્તિ દ્વારા લેવાતી અન્ય દવાઓ -નાસંસર્ગમાં આવવાને કારણે સપ્લીમેન્ટસની આડઅસર અને આરોગ્યને નુકસાન થઈ શકે છે.
- ખરેખર સપ્લીમેન્ટસ જરુરી છે? : સપ્લીમેન્ટસ કેટલાં જરુરી છે તે વિશે નિષ્ણાતોમાં મતમતાંતરો છે.કેટલાક કેસમાં સપ્લીમેન્ટસ લેવાની ભલામણ કરવામાં આવે છે અને તે કદાચ આહારમાંની પોષક તત્વોની ઊણપ પણ દૂર કરે પરંતુ દીવા જેવી સ્પષ્ટ હકીકત એ કે સપ્લીમેન્ટસ વયસ્ક લોકો માટે તંદુરસ્તી પ્રાપ્ત કરવાનો તથા તે જાળવી રાખવાનો પ્રાથમિક ઉપાય નથી.સામાન્ય રીતે આરોગ્યની સમસ્યાના ઊપચાર દરમિયાન ડાયેટિશિયનો સપ્લીમેન્ટસને બદલે પોષક આહાર અને કસરતને પ્રાધ્યાન્ય આપે છે.ડાયેટિશિયનનોનું આ વલણ જ માર્ગદર્શન વગર સપ્લીમેન્ટસ લેવા સામે દીવાદાંડી સમાન છે.
- મહેશ ભટ્ટ




