ટ્રમ્પના પુત્ર બૈરને બીકના માર્યા ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારની સુરક્ષા વિશેની ચિંતામાં વધારો થયો છે. ઈરાન તરફથી કથિત ધમકીઓ મળ્યા પછી ટ્રમ્પના નાના પુત્ર બૈરન ટ્રમ્પે જાહેર રીતે બહાર નીકળવાનું ઘણુ ઓછુ કરી નાખ્યું છે. તેમની સુરક્ષા પણ વધારવામાં આવી છે અને તેઓ વધુ સમય ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે.
અહેવાલો અનુસાર વીસ વર્ષીય બૈરન પહેલેથી અત્યંત ખાનગી અને એકાંતપ્રિય જીવન જીવે છે. ટ્રમ્પના નજીકના સુત્રોએ આપેલી માહિતી અનુસાર તેઓ બહુ ઓછો સમય બહાર નીકળે છે અને લોકોને વધુ મળવાનું પસંદ નથી કરતા. ગત ઉનાળા દરમ્યાન પણ તેમણે ન્યુ જર્સી સ્થિત પોતાના પિતાની ગોલ્ફ ક્લબમાં વધુ સમય વિતાવ્યો હતો. ઈરાનની ધમકી પછી તેમની સતર્કતા હજી પણ વધી ગઈ છે.
કહેવાય છે કે અમેરિકી ઈન્ફ્લ્યુઅન્સર અને ટ્રમ્પના સમર્થક ચાર્લી કિર્કની હત્યાની બૈરન પર ભારે અસર થઈ હતી. ત્યાર પછી તેમણે પોતાના પિતાને ફોન કરીને કથિત રીતે કહ્યું હતું કે બહાર નીકળવામાં પહેલેથી જોખમ રહેલું છે. હવે ઈરાનની ધમકી પછી તેમની ચિંતા વધી ગઈ છે. ઈરાની સરકારી મીડિયાએ બૈરન સુધી પહોંચનાર વ્યક્તિ માટે દસ મિલિયન ડોલરના ઈનામની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પર પણ અગાઉ જાનલેવા હુમલા થઈ ચુક્યા છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન થયેલા ગોળીબારમાં ગોળી તેમના કાનને અડીને પસાર થઈ ગઈ હતી. ત્યાર પછી તેમના ગોલ્ફ કોર્સની બહાર ગોળીબારની ઘટના બની ગઈ અને એક અન્ય ઘટનામાં હોટલ કાર્યક્રમ દરમ્યાન એક સંદિગ્ધ વ્યક્તિએ પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાઓ વચ્ચે બૈરનને મળેલી ધમકીઓએ ટ્રમ્પ પરિવારની સુરક્ષા બાબતે ચિંતામાં ગંભીર વધારો કર્યો છે.




