Sahiyar

ઘરમાં પોપટ પાળવા ગેરકાયદે

By GS Team
10 Aug 20263 mins read
ઘરમાં પોપટ પાળવા ગેરકાયદે
  • પરંતુ દેશના મહાનગરોમાં પોપટનો વેપાર ધમધમે છે

શું તમે જાણો છો કે ઘરમાં પોપટ પાળવા ગેરકાયદે છે?ભારતીય વન્યજીવ કાયદા અનુસાર સ્વદેશી પક્ષીઓનો વેપાર કરવો કે પાળવા કાયદા વિરુધ્ધ છે.જો કે અચરજભરી વાત એ છે કે પરદેશી પક્ષીને ઘરમાં રાખી શકાય છે.ભારતમાં કુલ ૧૨જાતના પોપટ છે જેમાંથી આઠનો વેપાર થાય છે.હકીકત એછે કે ભારતમાં ચાલતાં વન્યપક્ષીઓના વેપારમાં ૫૦ટકા વેપાર પોપટનો થાય છે.
શિયાળાની ઋતુમાં દેશભરમાં પોપટના બચ્ચાઓને પકડવામાં આવે છે અને ડિસેમ્બરથી ં જૂન દરમિયાન તેનો વેપાર કરવામાં આવે છે.જયારેવયસ્ક પોપટનો વેપાર તો બારે મહિના ચાલે છે.લાલકંઠહાર ધરાવતાં પોપટની માગ વધારે છે.એલેકઝાડ્રીન પોપટ માનવની નકલ સારીરીતે કરી શકતો હોવાથી તેની માગ સૌથી વધુ છે.
ટ્રાફિક ઇન્ડિયાના કન્સલ્ટન્ટ અબ્રાર અહમદે જણાવ્યું હતું કે પક્ષીઓને ઉગારવા અર્થહીન છે કારણકે એક વખત બચ્ચું માતા-પિતાથી વિખુંટું પડે પછી તેના બચવાની શકયતા એાછી હોય છે.પાયામાંથી વેપારને અટકાવવો જરૂરી છે.બચ્ચાંઓને એક સ્થળેથી બીજા સ્થળ ે લઇ જતી વેળા પરાણે ખવડાવવામાં આવે છેઅને ક્રૂર રીતે લઇ જવામાં આવે છે.વાસ્તવમાં તો આ વેપાર બંધ કરવાની જરુર છે.
છેલ્લા થોડા વખતમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પાંચ જગ્યાએ છાપા મારીને પોપટને કબ્જે કરવામાં આવ્યા છે.એક હજાર કરતાં પણ આધિક પક્ષીઓને છોડાવવામાં આવ્યા હતા પણ તેની પુનર્વસન યોજનામાં તેઓ જીવિત રહેશે એવી કોઇ ખાતરી હોતી નથી.મોટાભાગના પક્ષીઓને રાજય પરિવહનની બસમાં લઈ જવાતાં હતા ત્યારે ઉગારવામાં આવ્યા હતા.ટ્રાફિકના સમીર સિંહાએ કહ્યું હતું કે પક્ષીના વેપારનેઆંતર-રાજય અને આંતરરાષ્ટ્રીય કૌભાંડ તરીકે લેવો જોઇએ.પ્રસંગોપાત રેડ પાડવાથી કશું વળશે નહિ.ઊલ્ટું આ પ્રકારની રેડને કારણે તો આ વેપાર ભૂગર્ભમાં જતો રહ્યો છે.
દિલ્હી,મુંબઇ,હૈદરાબાદ,પટણા,લખનઉ અને કોલકાતામાં મુખ્યત્વે આ વેપાર ધમધમે છે.દિલ્હીના ચાંદની ચૌકમાં પક્ષી ખરીદવા અન્ય રાજયોના લોકો પણ આવે છે ઉપરાંત અહીં યાયાવર પક્ષીએા પણ આવે છે.જયારે મુંબઇ પશ્ચિમ એશિયાનું હબ હોવાથી ત્યાં સોથી વધુ વેપાર થાય છે.હવે ગુજરાત પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છ અને અમદાવાદમાં અનેક ઠેકાણે છાપાં મારવામાં આવ્યા છે.અહીંથી જ અન્ય ધણા દેશોમાં પક્ષી મોકલવામાં આવે છે.
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની યાદીમાં લાંબી પૂંછડીવાળા નિકોબાર અને ડર્બી પેરેકેટ જાતિના પોપટ લુપ્ત થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.વાસ્તવમાં પોપટ ઝાડની બખોલમાં રહે છે.પરંતુ હવે ઝાડોનું નિકંદન નીકળી રહ્યું હોવાથી પોપટની વસતિમાં સારો એવો ઘટાડો થઇ રહ્યો છે.પક્ષીની માગમાં ઘટાડો નહિ થાય ત્યાં સુધી વેપાર અટકશે નહિ.

ઘરમાં પોપટ પાળશો તો જેલના સળિયા ગણવા પડશે
ઘરમાં જો શોખ ખાતર કોઇ પોપટ પાળશે તો કદાચ જેલના સળિયા ગણવા પડશે. પ્રાણી-પક્ષીના રક્ષણ માટેના કાયદા હેઠળ પોપટ પાળવો એ ગુનો છે. કાયદાનો ભંગ કરનારા માટે ત્રણ મહિના સુધીની કેદ અને ૨૫ હજાર સુધીના દંડની જોગવાઇ છે.
જેણે પોપટ પાળ્યો હોય તેને વનવિભાગને સોંપવા માટે અઠવાડિયાની મુદત આપવામાં આવી છે. ટિટવાલા ખાતે તાજેતરમાં જ રસ્તા પર પોપટ લઇને બેસતા અને ભવિષ્ય કહેતા શખસને વનવિભાગની ટીમે સપાટામાં લીધો હતો.
બહારગામથી પોપટને મુંબઇ લાવવામાં આવે છે અને ઊંચી કિંમતે વેંચવામાં આવે છે. દક્ષિણ મુંબઇની ક્રાફર્ડ માર્કેટમાં પોપટના વેચાણ ઉપર અંકુશ મૂકાયો છે. આમ છતાં છૂપી રીતે ક્યાંક ક્યાંક પોપટનું વેચાણ ચાલુ છે.
૧૯૭૨ના વન્યજીવ સંવર્ધન કાયદા હેઠળ પોપટ પાળવા પર અને તેની પાસે ખેલ કરાવવો એ ગુનો છે. મુંબઇમાં નાશિક અને ખાલેગાંવથી પોપટ વેચાણ માટે લાવવામાં આવે છે, એવું વન વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું. જેણે પોપટ પાળ્યા હોય તેમને અઠવાડિયામાં આ પોપટ વિન વિભાગને સોંપી દેવાની તાકીદ કરવામાં આવી છે.