Sahiyar

મૂંઝવણ

By GS Team
6 Jul 20264 mins read
મૂંઝવણ

મારા પતિને સ્તન મર્દન અને સ્તનપાન અતિપ્રિય છે. તો શું આ ક્રિયાથી અમારા બેમાંથી કોઈને પણ નુકસાન થાય?
હું ૩૮ વર્ષની નોકરી કરતી અપરિણીત સ્ત્રી છું. મારાથી પાંચેક વરસ નાનો મારો સહકાર્યકર મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આમ તો હું તંદુરસ્ત અને સુંદર છું. શરીર પણ ઘાટીલું છે, પરંતુ મારા સ્તન નાનાં હોવાથી લઘુતાગ્રંથિથી પીડાઉ છું, સ્તન મોટા કરવાનો કોઈ ઉપાય ખરો?
ઓપરેશન વડે સિલિકોનનાં પેડ મુકીને સ્તનનું કદ વધારી શકાય છે. આ ઓપરેશન કેટલું સલામત છે? તેનાથી કોઈ નિશાન તો નથી રહી જતાં ને? આવા ઓપરેશન પછી બાળકને ધવડાવતી વખતે કશી તકલીફ થાય છે ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક સ્ત્રી (અમદાવાદ)

  • મારું માનો તો તમારે સ્તન મોટા કરાવવાની ઝંઝટમાં નહીં પડવું જોઈએ. તમે જો સુંદર અને તંદુરસ્ત હો તેમજ તમારો ભાવિ જીવનસાથી તમે જેવાં છો એ જ રૂપે તમને પસંદ પણ કરતો હોય તો પછી શારીરિક દેખાવ બાબત આટલાં વ્યાકુળ રહેવુ યોગ્ય નથી.
    સ્તન મોટા કરવાનું ઓપરેશન ઘણું મોટું હોય છે અને એનેસ્થેશિયા વડે બેભાન કરીને જ તે કરવું પડે છે. જો કે ત્યાર પછી બાળકને ધવડાવવામં કોઈ વાંધો આવતો નથી. છતાં હું તેની તરફેણ કરતી નથી, કેમ કે બિનજરૂરી ઓપરેશન કરાવવું એ શરીર સાથે અન્યાય છે.
    મારા દોઢ વરસના દીકરાને પી.ડી.એ. નામની હૃદયની વિકૃતિ છે. શું આ વિકૃતિ બાળક મોટું થશે એટલે આપોઆપ દૂર થઈ જશે કેતેના માટે ઓપરેશન કરાવવું જ પડે છે? આવું ઓપરેશન ક્યાં કરાવવું પડે? તેનો કેટલો ખર્ચ થશે? કોઈ હોસ્પિટલમાં મફતમાં આવું ઓપરેશન કરી આપવામાં આવે છે કે કેમ? એ વિશે પૂરી માહિતી મોકલવા વિનંતી છે. અમે દીકરાનો ડોેક્ટરી રિપોર્ટ આન્ધ્ર પ્રદેશમાં આવેલી સત્યંસાંઈ ટ્રસ્ટની હોસ્પિટલને ફેક્સ દ્વારા મોકલ્યો હતો, પણ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. હવે આપ રસ્તો બતાવશો એવી આશા છે.
    એક માતા (ઈન્દોર)
  • પી.ડી.એ હૃદયની નહીં, રુધિરાભિસરણ તંત્રની ખામી છે. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એના ફેફસાં કામ નથી કરતાં હોતા. તેથી ફેફસાંની ધમની (પલમોનરી આર્ટરી) એક નસ વડે મુખ્ય ધમની સાથે જોડાયેલી હોય છે અને ગર્ભમાં પણ બાળકનું રુધિરાભિસરણ થતું રહેતું હોય છે. બાળક જન્મે ને એનાં ફેફસાં કામ કરવા લાગે એટલે પેલી નસ આપોઆપ બંધ થઈ જાય છે અને લોહી ફેફસામાં જવા લાગે છે.
    પરંતુ કેટલાક બાળકોમાં આ નસ (ડક્ટ્સ આર્ટરિયોસસ) બંધ નથી થતી. તેથી બાળકનું લોહી શુદ્ધ થયા વિના જ પાછું મહાધમનીમાં જવાનું ચાલુ રહે છે. મહાધમનીમાં આવેલું લોહી પણ શરીરમાં આગળ વધવાના બદલે ડક્ટ્સ આર્ટરિયોસોસના રસ્તે સીધું ફેફસાંની ધમનીમાં જ જતું રહે છે. પરિણામે હૃદય પર વધારાનો બોજ પડે છે. આ વિકૃતિ કે ખામીને જ પેટન્ટ ડક્ટ્સ આર્ટરિયોસસ અથવા ટૂંકમાં પી.ડી.એ કહે છે.
    આ ખામી એકવાર ઊભી થયા પછી તે આપોઆપ દૂર થવાની કોઈ સંભાવના નથી હોતી. ઓપેશન કરાવીને આ નસને બંધ કરાવવી જ પડે છે. આ ઓપરેશન વેળાસર કરાવી લેવડાવવું જોઈએ, નહીંતર રુધિરાભિસરણ તંત્રમાં એવી ખામીઓ ઊભી થઈ જાય છે કે પછી ઓપરેશનનો કોઈ અર્થ રહેતો નથી.
    વળી આ ઓપેરશન બાળકોના નિષ્ણાત સર્જન પાસે મોટા હાર્ટસર્જરી સેન્ટરમાંમ જ કરાવી શકાય છે. જો કે એમાં હૃદયને ખોલવાની જરૂર નથી પડતી તેથી મોટું જોેખમ હોતું નથી.
    હું ૧૪ વર્ષનો વિદ્યાર્થી છું, મારી સ્કૂલમાં જ ભણતી એક છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો છે. એ છોકરી જાણે છ ેકે હું એને પ્રેમ કરું છું. પણ મારા પ્રેમના ઊંડાણને એ સમજી શકતી નથી. એટલે હાલમાં એ કોઈ બીજા છોકરાના ચક્કરમાં છે. તેને બીજા શહેરમાં લઈ જઈને એની સાથે લગ્ન કરી લઉં કે આમ દૂરથી જ જોયા કરું?
    એક વિદ્યાર્થી ( અમદાવાદ)
  • કિશોરાવસ્થામાં વિજાતીય પાત્ર માટે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. પરંતુ એને પ્રેમ સમજવાની ભૂલ ના કરશો, કારણ કે એ ફક્ત આકર્ષણ હોય છે. તમારા આવેગ અને આવેશને શાંત થવા દો અને તમારી કારકિર્દીને જ તમારું લક્ષ્ય બનાવો. થોડાં વર્ષો પછી તમને જ તમારા આવા ગાંડપણ બદલ હસવું આવશે. આથી સંયમથી કામ લો અને કોઈ આડુ અવળું પગલું ના ભરશો. અત્યારે અભ્યાસ સિવાય તમારે બીજી કોઈ બાબતમાં રસ લેવો જ ના જોઈએ.
    હું ૨૨ વર્ષનો, બી.એ.ના ત્રીજા વર્ષમાં ભણતો યુવક છું. મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે, પરંતુ મારાં સાસરિયાંઓ મારી પત્નીને મોકલતા નથી. એટલું જ નહીં, મારા પત્ની મને મળવા, મારી સાથે વાત કરવા કે ઘેર આવવા પણ ઉત્સુક લાગતી નથી. દરમિયાનમાં હું એક અન્ય યુવતીને પ્રેમ કરવા લાગ્યો છું, અને મારી સાથે રહેવા તૈયાર છે, પરંતુ સમાજ એ સાસરિયાઓ અવરોધરૂપ બન્યા છે, તેથી હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું,
    મારી પત્ની મારી સાથે રહેવા તૈયાર નથી અને બીજું કોઈ મારી સાથે રહે એ મારી પત્ની અને સાસરિયાઓને મંજૂર નથી. તો શું આખી જિંદગી મારે એકલા જ રહેવું પડશે?
    એક યુવક ( રાજકોટ)
  • લગ્ન પછી પણ તમારી પત્ની તમારી સાથે રહેવા તૈયાર નથી એનું કારણ શું છે? એ તમને મળવાનું તો દૂર, વાત કરવાનું પણ પસંદ કરતી નથી. એની અને તમારા સાસરિયાઓની નારાજગીનું કોઈ ખાસ કારણ તો હશે જ અને તમે એ બરાબર જાણતા પણ હશો. વડીલોને સાથે રાખી સાસરિયાઓ સાથે બેસી તમારી સમસ્યાનું સમાધાન કરો. તમારો વાંક હોય તોે સ્વીકારી લો. કોઈ બીજી યુવતીના લફરામાં પડવાના બદલે તમારી પત્ની સાથે સમાધાન કરી લો. નહીં તો તમારી સમસ્યા ઉકેલવાના બદલે વધી જશે.
  • અનિતા